હવે ગળપાદરમાં ૪૯૦૦ લીટર શંકાસ્પદ ઈંધણ પકડાયું
વર્કશોપમાં ગેરકાયદે રીતે શંકાસ્પદ પેટ્રોલીયમ રાખવામાં આવતા પંજાબના શખ્સની અટકાયત કરાઈ
ગાંધીધામ : અંજાર - ગળપાદર નેશનલ હાઈવે પર રોડની બાજુમાં આવેલ ગુરૂનાનક એન્ટરપ્રાઈઝ નામના વર્કશોપમાં એલસીબીએ દરોડો પાડયો હતો. અહીં ૪૯૦૦ લીટર શંકાસ્પદ ઈંધણ પકડાયું હતું. મળતી વિગતો મુજબ વર્કશોપમાં ૪૯૦૦ લીટર શંકાસ્પદ પેટ્રોલીયમ પદાર્થ રાખવામાં આવ્યું હતું. જેની કિંમત રૂા. ૩.૯ર લાખ આંકવામાં આવી છે. આ જથ્થાનો ગેરકાયદે રીતે વાહનોમાં ઈંધણ તરીકે ભરવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો. સ્થાનીકે સુરક્ષાના કોઈ સાધનો રાખવામાં આવ્યા ન હતા. જેથી બેદરકારી સંદર્ભે ઈંધણ કબજે કરી મેઘપર બોરીચીમાં રહેતા અને મુળ પંજાબના હરપ્રીતસિંગ અમરીકસિંગ ચહલની અટક કરવામાં આવી હતી. એ ડીવીઝન પોલીસમાં એલસીબીએ ગુનો દાખલ કરાવ્યો છે.

Comments