મોદીજીએ દેશને જીએસટી રીફોર્મની એતિહાસીક ભેટ આપી : ભુપેન્દ્ર પટેલ
જીએસટીમાં થયેલા ફેરફારોને ગુજરાતના મુખ્યપ્રધાને આવકાર્યા
ગાંધીનગર : પ૬મી જીએેસટી કાઉન્સીલની બેઠક ગઈકાલે મળી હતી જેમાં મોટા રીફોર્મ જાહેર કરાયા છે. આ નિર્ણયને ગુજરાત રાજયના મુખ્યપ્રધાને પણ આવકાર આપ્યો છે. તેઓએ આજ રોજ કહ્યુ હતુ કે, નાનામા નાના અને સામાન્ય માણસને ધ્યાનમાં રાખીને મોદીજીએ હમેશા નિર્ણય લીધા છે. નાના ઉદ્યોગ, મધ્યમવર્ગ, મહીલા, ખેડુતો, યુવાનોને આ નિર્ણયથી મોટી રાહત મળશે. સામાન્ય ઉપભોકતાઓ પર વેરાનો બોજ ઓછો થશે અને તેમના જીવનમાં પણ ખુશીઓ આવશે. મોદીજીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના એતિહાસીક નિર્ણયથી ભારત ઝડપથી ત્રીજી આર્થિક મહાસત્તા અને આત્મનિર્ભર બનશે.

Comments