Trending News
સ્થાનિક સમાચાર

પૂર્વ કચ્છ પોલીસ બેડામાં જનરક્ષક સેવાનો એસપીના હસ્તે આરંભ

03 September

હવે ફકત ૧૧ર પર કોલ કરો, અને મેળવો પોલીસ-ફાયર-એમ્યુબલન્સી જેવી સેવા




પૂર્વ કચ્છમાં ડાયલ ૧૧ર-નવા પાંચ બોલેરો વાહનોને એસપીશ્રીની લીલીઝંડી



ગાંધીધામ : આજ રોજ ગાંધીધામ પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર દ્વારા જનરક્ષક સેવાનો આરંભ કરાવવામા આવ્યો છે. ૧૧ર ઈમરજન્સીના પાંચ વાહનોની ફાળવણી થવા પામી છે તે બોલેરોને એસપીશ્રીએ લીલીઝંડી દર્શાવી હતી.૧૧૨ એ ઈમરજન્સી 
રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ અને ટોલ ફ્રી ઇમર્જન્સી હ્રેલ્પલાઇન છે. જેમાં પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ, મહ્રિલા-બાળ હ્રેલ્પલાઇન જેવી બધા ઇમરજન્સી નંબર (૧૦૦, ૧૦૧, ૧૦૮, ૧૮૧, ૧૦૯૮, ૧૦૭૦/૧૦૭૭) એક સાથે જોડાયેલ છે.ગ્ુાજરાતમાં ૧૧૨ જનરક્ષક’ પ્રોજેક્ટ દ્વારા આ સંકલિત ઇમરજન્સી સેવા અમલમાં મુકવામાં આવેલ છે. જેથી એક જ નંબર (૧૧૨) ડાયલ કરવાથી જરૂરી મદદ (પોલીસ, ફાયર,એમ્બ્યુલન્સ વિગેરે) ગણતરીની મીનીટોમાં મળી શકશે.પહ્રેલા પોલીસ માટે ૧૦૦, ફાયર બ્રિગેડ માટે ૧૦૧ અને એમ્બ્યુલન્સ માટે ૧૦૮ જેટલી અલગ-અલગ ટોલ ફ્રી હ્રેલ્પલાઇન લોકો માટે અમલમાં હ્રતી. જે અલગ અલગ ટોલ ફ્રી નંબરો યાદ રાખવા મુશ્કેલી ભરેલ હ્રતા. જેથી ૧૦૦, ૧૦૧, ૧૦૮ વિગરે નંબર રદ કરીને ફકત ‘૧૧૨’ થી જ તમામ ઇમર્જન્સી સેવાઓ મળી રહ્રેશે અને તંત્ર દ્વારા સંબંધિત સેવા (પોલીસ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, મહ્રિલા-બાફ્ર હ્રેલ્પલાઇન, આપત્તિ વ્યવસ્થાપન) તુરતજ મોકલવામાં આવશે.

Comments

COMMENT / REPLY FROM