નંબરપ્લેટ વગરની-કાળા કાચવાળી ગાડીઓની સામે પૂર્વ કચ્છમાં લાલઆંખ કયારે? આજથી રાજયવ્યાપી ઝુંબેશનો થયો છે આરંભ
સ્પાવાળા સહિતના ગુનેગારો કાળાકાચની ગાડીઓનો હવે કરે છે દુરઉપયોગ.!
ગુનાહિત કૃત્યોમાં કાળાકાચવાળી અથવા નંબરપ્લેટવાળી ગાડીઓ વપરાતી હોવાના પગલે ગૃહવિભાગ દ્વારા આજથી આગામી ૧૭મી સપ્ટેમ્બર સુધી ઝુંબેશનો આદેશ કરાયો છે, ત્યારે પણ ગાંધીધામ શહેરમાં ઠેર ઠેર નંબરપ્લેટવગરની અને કાળા કાચવાળી ગાડીઓ બેફામ દોડતી દર્શાય છે
સ્પાવાળા સહિતનાઓ હવે દરોડા વધી જવા પામતા કાળા કલરના કાંચવાળી સ્કોર્પીયો જેવી નંબરપ્લેટ વગરની ગાડીઓમાં
સીટો લાંબી કરી અને બેનામી ધંધાઓ હાઈવે પર ચાલુ ગાડીએ મસાજ સહિતના ધંધાઓ કરાવતા હોવાની છે ચકચાર
ગાંધીધામ : ગુજરાત રાજ્યના ગૃહ્ર વિભાગ દ્વારા વધુ એક મહ્રત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગ્ુાજરાત પોલીસ દ્વારા આજથી ૧૭ સપ્ટેમ્બર સુધી રાજ્યભરમાં એક ખાસ ડ્રાઇવ શરૂ કરી નંબર પ્લેટ વગરની અને કાળા કાચ વાળી ગાડીઓ સામે કાર્યવાહ્રી કરવાના આદેશો આપવામા અવ્યા છે. આજે રાજયભરમાં ઠેર ઠેર આ ઝુંબેશ શરૂ થવા પામેલી હોવાના અહેવાલો મળી રહ્યા છે પરંતુ પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ શહેર-કંડલા સંકુલમાં ઠેર ઠેર આજે પણ કાળા કાચવાળી ગાડીઓ, નંબર પ્લેટવગરની ગાડીઓ બેફામ દોડતી જોવા મળી આવતા સવાલો ઉઠવા પામી રહયા છે. શું સરકારના આદેશથી પૂર્વ કચ્છનુ પોલીસતત્ર અજાણ છે? કેમ અહી કયાંય આવી ગાડીઓને અટકાવી મોટી ઝુબેશ જોવા નથી મળતી?જાણકારો કહી રહ્યા છે કે, સરકાર દ્વારા આ જે નિર્ણય લેવાયો છે તેની પાછળનો હેતુ પણ એટલેા જ છે કે નંબર પ્લેટ વગરની અને કાળા કાચ વાળી ગાડીઓ ઘણીવાર ગ્ુાનાહ્રિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી હ્રોય છે અને ગ્ુાનેગારોને ઓળખવામાં અવરોધરૂપ બને છે. જેથી ખાસ ડ્રાઇવનો આદેશ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યો છે.નંબર પ્લેટ વગરના વાહ્રનો કાયદાકીય રીતે માન્ય નથી, કારણ કે તેનાથી વાહ્રન માલિકની ઓળખ થઈ શકતી નથી. તેવી જ રીતે, કાળા કાચવાળી ગાડીઓમાં અંદર બેઠેલા લોકો સરળતાથી જોઈ શકાતા નથી, જેના કારણે ગ્ુાનેગારો માટે આવી ગાડીઓ છૂપાવા માટેનું ઉત્તમ સાધન બની રહ્રે છે. આ કારણોસર પોલીસ વિભાગે આવા વાહ્રનોને શોધી કાઢવા અને નિયમોનું ઉલ્લંઘન કરનારા માલિકો સામે કડક કાનૂની પગલાં લેવા માટેનો નિર્ણય લીધો છે.આ ડ્રાઇવ દરમિયાન રાજ્યના તમામ પોલીસ સ્ટેશનો અને ટ્રાફિક પોલીસ વિભાગને સક્રિય થવા માટે સૂચના આપવામાં આવી છે. શહ્રેરી વિસ્તારોથી માંડીને ગ્રામીણ વિસ્તારો સુધી, દરેક જગ્યાએ ખાસ ચેકિંગ પોઈન્ટ્સ ઊભા કરવામાં આવશે અને શંકાસ્પદ વાહ્રનોની તપાસ કરવામાં આ ઝુંબેશ હેઠળ કરવાની તાકીદ હોવા ઉપરાંત પણ ગાંધીધામ સંકુલમાં કાળા કાચવાળી અને નંબરપ્લેટવગરની ગાડીઓ દોડતી જોવા મળી આવી હતી.જાણકારો કહી રહ્યા છે કે, આવી ગાડીઓમા ગુનાહિત પ્રવૃતીઓ ચાલી જ રહી છે. હાલમાં પણ સંકુલમાં સ્પાવાળાઓ પર દરાડેા પાડી અને કડક કાર્યવાહી કરવામા આવી ચૂકી છે એટલે સ્પાવાળાઓ જ નવો કીમીયો શોધી લીધો છે અને તેઓએ જ નંબરપ્લેટવગરની તથા કાળા કાચવાળી ગાડીઓમાં સીટો લાંબી કરાવી નાખી છે અને સ્પામા જે બેનામી કૃત્યો કે મસાજના નામે જે કંઈ ચલાવતા હતા તેને હવે આવી ગાડીઓમાં હાઈવે પર લઈ જઈ અને કરવામા આવતુ હોવાનુ મનાય છે. કેમ રાજય સરકાર અને ગૃહવિભાગના આદેશની હજુ સુધી અહી અમલવારી જોવા નથી મળતી?

Comments