માંડવી ડેપોમાં બિનઅધિકૃત પાર્કીંગ મુદ્દે ડીસી શ્રી પટેલ એકશનમાં
સમસ્યા વેળાસર ઉકેલાશે
ડેપો મેનેજર સાથે પરામર્શ કરી લીધા છે, જરૂરી સુચનાઓ આપી છે, પાર્કીગ માટે જગ્યા આઈડેન્ટીફાય કરી છે, તે અલગ જગ્યાએ જશે, દરમ્યાન વોચમેનની ફાળવણી કરી અને બિનઅધિકૃત પાર્કીંગ અટકાવાશે : શ્રી પટેલ(ડીસીશ્રી)
ગાંધીધામ : બંદરીય નગરી માંડવી શહેરના બસ સ્ટેશન વિસ્તારને બિનઅધિકૃત એટલે કે ખાનગી પાર્કીંગવાળાઓએ રીતસરનો પાર્કીગ પ્લોટ જ બનાવી દીહો તેવો ઘેરો ઘાલી દેવાતો હોય છે. રોજ બરોજ અહી એસટી બસને ઈન અને આઉટ ગેટ પરથી પ્રવેશવા અને નીકળવુ શિરદર્દ સમાન સમસ્યા સર્જી જતુ હોય છે. પેસેન્જર તો મોટાભાગે છેલ્લી ઘડીએ હાંફળો ફાંફળો જ થઈને આવતો રહેતો હોય છે અટલે ખાનગી વાહનો એસટી બસના દરવાજાના મોઢા સુધી લાવી અને પેસેન્જરને ઉતારવાનુ વલણ, પાર્કીંગ ઠેરઠેર કરી દેવુ, બસ નાના મોટા સમારકામ કરાવી શકે તે માટેની ગેાદીને પણ ચોતરફ ઘેરી લેવા સહિતની સ્થિતી ઉભી કરી દેવાઈ હોય તેમ આડેધડ અહી પાર્કીંગ થતુ હોય છે. આ મામલે કચ્છ એસટી ના વિભાગીય નિયામક શ્રી પટેલની સાથે વાતચીત કરવામા આવતા તેઓએ કહ્યુ હતુ કે, માંડવીમાં બિનઅધિકૃત પાર્કીગની સમસ્ય છે તે અંગે માંડવી ડેપો મેનેજરની સાથે જરૂરી પરામર્શ કરી લીધા છે, આવા પાર્કીંગને માટેની જગ્યા આઈડેન્ટીફાઈ કરી રહ્યા છીએ, ઉપરાંત વેળાસર જ અહી વોચમેનની ફાળવણી થઈ જાય તે ગોઠવીએ છીએ, એટલે આવા ટ્રાફિકની સમસ્યા હળવી થઈ જશે, તેઓએ કહ્યુ હતુ કે પે એન્ડ પાર્કીગ માટેના ઠેકાઓ જાહેર કરાયા છે પણ ભુજ-માંડવી જેવા વિસ્તારોમાં તે માટે કોઈ પરવાને દાર આગળ આવ્યા નથી એટલે પણ સમસ્યા થવા પામી રહી છે. જો કે, માંડવીમાં વેળાસર જ આ સમસ્યાથી છુટકારો મળી જશે તેવી ખાત્રી શ્રી પટેલે ઉચ્ચારી હતી.

Comments