મીદિંયાળામાં ટોળાએ હથિયારો સાથે ઘાતક હુમલો કરતા ચકચાર
ભારતનગરમાં વિરોધી સાથે કામ કરતા હોવાના મનદુઃખે પરપ્રાંતિય યુવાન પર ત્રણ લોકો તુટી પડ્યા
ગાંધીધામ : અંજાર તાલુકાના મીદિંયાળા અને ગાંધીધામના ભારતનગરમાં હુમલાની હીંસક ઘટનાઓ સામે આવી છે.
આ બાબતે અંજાર પોલીસમાંથી મળતી વિગતો મુજબ ફરિયાદી રામાભાઈ નારાણભાઈ રબારીએ જણાવ્યું કે, તેના ભત્રીજા સાથે અગાઉ થયેલ બોલાચાલીનું મનદુઃખ રાખી આરોપીઓએ પ્રાણઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. જે અંગે ભરત અરજણ રબારી, ગોપાલ હાજા રબારી, મોહન જગા રબારી, અરજણ પાલા રબારી, વેલા પાલા રબારી, ધના અરજણ રબારી, રાહુલ ભલા રબારી, જતીન કરશન રબારી સામે ગુનો દાખલ કરાવ્યો હતો. આરોપીઓએ છરી અને લાકડી વડે હુમલો કર્યો હતો. ભત્રીજા હિતેશની ગાડીમાં તોડફોડ કરવામાં આવી હતી. આરોપીઓને જવાનું કહેતા ફરિયાદીને માર મારી ફ્રેક્ચર સહિતની ગંભીર ઈજા પહોંચાડી હતી. ફરિયાદીને ચક્કર આવતા તેઓ પડી ગયા તેમ છતા માર મારવાનું ચાલુ રાખવામાં આવ્યું હતું. છરી મારતા શંકરભાઈ વચ્ચે પડ્યા હતા. તેઓએ છરી પકડી લેતા હાથમાંથી લોહી કાઢી લીધા હતા. જે અંગે અંજાર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ તરફ ગાંધીધામના ભારતનગર ૯/બી ચોકડી પાસે હુમલાનો બીજો બનાવ બન્યો હતો. ફરિયાદી મૂળ યુપીના હાલે કૈલાશનગરમાં રહેતા અમીતકુમાર શુક્લાપ્રસાદ યાદવના જણાવ્યા પ્રમાણે આરોપી જગુ તોમર, પવનસિંગ તોમર, સંદીપસિંગ ભદોરિયાએ ફરિયાદીને રહેવા રૂમ આપવાનું કહી જગુ તોમરના રૂમ પર બોલાવી જગુ તોમરે ફરિયાદી વિરોધી સાથે કામ કરતા હોવાનું મનદુઃખ રાખી ફરિયાદીને ગાળો આપી લાકડાના ધોકા વડે માર મારી માથામાં હેમરેજ સહિત ગંભીર ઈજા પહોંચાડવામાં આવી હતી. જે મામલે એ-ડિવિઝન પોલીસે વિવિધ કલમો તળે ગુનો દાખલ કર્યો છે.

Comments