Trending News
સ્થાનિક સમાચાર

સમ્યક કોમ્યુટર કાસેઝ કૌભાંડ : તપાસનીશ એજન્સી માત્ર આટલી  જ કરે તપાસ : ગાડી કોના નામે એન્ટર થઈ? આવી કેવી રીતે?

03 September




કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક જોનની સુરક્ષા-સલામતી વ્યવસ્થાઓની સામે મોટા પડકાર સર્જતી ઘટનાના મુળીયા ઉલેચવા અનિવાર્ય : સમ્યક કોમ્પ્યુટરવાળાએ ગાડી અન્યના નામે અંદર લાવી છે, તો એ અન્ય કયા યુનિટના નામે ગાડી અંદર આવી?  ખાલી ગાડી ભરવા માટે અંદર એન્ટર કોની કોની મદદથી કેવી રીતે થઈ ગઈ? અથવા તો તે મામલે કોની કોની નિયમ અનુસારની બેદરકારી રહી છે? : કાસેઝ તંત્ર કે કસ્ટમ યા તો ગેટ પર તૈનાત રહેલાઓની બેદરકારી અહીં જ આવી રહી છે સામે..!


ખાટલે મોટી ખોટ : સમ્યક કોમ્યુટરવાળાએ ગાડી જે અન્ય કંપનીના નામે ઈન કરાવી છે તે કંપનીવાળાઓ હજુ સુધી તેમના નામના ગેરઉપયોગ થયા સબબ કેમ આગળ આવતા નથી દેખાતા? ઝોન પ્રશાસન, ઝોન કસ્ટમ ડીસી અથવા તો પોલીસ સહિતનાઓને તેઓએ વેળાસર જ કરવી જોઈએ લેખિત રજુઆત, આજે ઘટનાને ચાર દીવસનો સમય વીતી ગયો છતા પણ તેઓ પણ સુસ્ત રહ્યા હોવાથી પ્રબુદ્ધવર્ગમાથી ઉઠી રહ્યા છે તરેહ તરેહના સવાલો


ગાંધીધામ : કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોનમાં તાજેતરમાં જ સમ્યક કોમ્પ્યુટર નામના યુનિટધારકે અન્ય યુનિટવાળાના નામનો ગેરઉપયોગ કરી અને ગાડી ઈન કરાવી અને તેને બહાર આઉટ પણ કરી લેવાની ફિરાકમાં હતો તે સમયે જ ઝોન કસ્ટમ દ્વારા અટકાવી અને આગળની કાર્યવાહી હાથ ધરવામા આવી છે. પ્રાથમિક આશંકા અનુસાર કોમ્યુટર યુઝડ અથવા તો તેના પાર્ટસ દેખાડી અને પ્રોસેસ કરીને રીએકસપોર્ટ કરવાને માટે આવ્યા હોવાનુ દર્શાવી અને સારા બ્રાન્ડેડ કોમ્પ્યુટર લોકલ માર્કેટમાં ડમ્પ કરવાનો ઈરાદો રાખ્યો હોવાનુ ચર્ચાય છે. આવા સમયે હવે તપાસ જયારે આગળ વધી જ રહી છે ત્યારે જાણાકારો કહી રહયા છે કે, હાલમાં આ કેસની તપાસ કરનાર કસ્ટમ સહીતની એજન્સીઓએ માત્ર એટલું જ તપાસ કરવાની જરૂર છે કે, સમ્યક વાળાએ ગાડી ઈન અન્યના નામે કરી એ ખાલી ગાડી કઈ અન્ય યુનિટના નામે ઈન થવા પામી હતી? અને તે ઈન થઈ જ કેવી રીતે ગઈો જો આટલુ ઉંડાણપૂર્વક તપાસવામા આવશે તો ઘણુ બધુ બહાર આવી શકે તેમ છે. ઈન અને આઉટ ગાડીઓ અન્ય યુનિટના નામે ઝોનમાં કેટલા સમયથી થવા પામી રહી હતી? કોની કોની તેમાં સંડોવણી રહેલી છે? કેવા કેવા હેતુ અને ઈરાદે કરવામા આવતી હતી? કઈ કઈ વસ્તુઓ આવી રીતે લોકલ માર્કેટમાં નિયમ વિરૂદ્ધ ડમ્પ થવા પામી ગઈ છે? એ સાથે જ તપાસનીશ એજન્સીએ માત્ર અને માત્ર સમ્યકવાળાનો પણ પૂર્વ ઈતિહાસ અને ભુતકાળમાં ઈન કરાવેલી ગાડીઓના પણ બધા જ ડેટા કઢાવવા જોઈએ? જો આ પ્રકારની તપાસ થવાની ભીતીએ સમ્યકવાળાએ ખુદના વેરહાઉસના સીસીટીવી ફુટેજ ઢીલીટ કરાવી દીધા હોય અથવા તો ન મળતા હોય તો એજન્સીએ આજુબાજુના યુનિટોમા સીસીટીવી ફુટેજ મેળવી અને ક્રોસ વેરીફીકેશન કરવા જોઈએ? અંદર આવેલી ગાડીઓ અને દસ્તાવેજો બન્નેને ક્રોસ કરવામા આવશે તો પણ એજન્સીના હાથે ઘણુ બધુ લાગી શકે તેમ છે. એટલુ માત્ર જ નહી પણ પડદા પાછળ સમ્યકવાળાની સાથે કોની કોની હજુય ભુંડી ભુમિકા રહેલી છે? ઝોનમાથી કયા ભ્રષ્ટ બાબુઓ આ સમ્યકવાળાની સાથે ભળેલા હતા? ગેટ પર કોણે સમ્યકવાળાની મદદગારી કરી છે? આ બધા જ મુદાઓ તપાસમાં આવરી લેવા જોઈએ. આ પ્રકારનું કૌભાંડ સમ્યકવાળા દ્વરા કેટલા સમયથી ચલાવવામા આવી રહ્યુ છે? તેનો પણ ડેટા એકત્રિત કરવો ઘટે. કસ્ટમતંત્રનો તો સૌથી મોટી ચુક એ જ રહી ગઈ છે કે ખાલી ગાડી અન્ય કંપનીના નામે ઈન થઈ જ કેવી રીતે? તેને શોધવુ ખુબજ અનિજવાર્ય બની રહ્યુ છે. આ સમ્યકવાળુ પ્રકરણ તો એક યા બીજી રીતે હાથે ચડી જવા પામ્યુ છે પરંતુ આ મુજબની કોઈ પ્રેકટીસ પણ અન્યો નહી કરતા હોય તેની શું ખાત્રી? 
બીજીતરફ અહી સવાલ એ થવા પામી રહયા છે કે, કાસેજ કસ્ટમ દ્વારા ગાડી પકડવામા આવી છે અને તેમાં પ્રાથમિક તપાસ થવા પામી જ રહી છે, જેમાં સામે આવતી માહીતી અનુસાર સમ્યક કોમ્યુટર દ્વારા અન્ય વેરહાઉસના નામે ગાડી ઈન કરાવાઈ હતી, જો આ વાત સાચી હોય તો જે અન્ય યુનિટના નામે સમ્યકવાળાએ ગાડી ઈન કરાવી છે, તે પાર્ટી હજુ સુધી ખુલીને કેમ આગળ આવતી નથી? તેના યુનિટનો  અને નામનો ગેરઉપયોગ અહી થયો હોવાનુ જો સ્પષ્ટ થયુ હોય તો તેઓ આવુ કરનારની સામે કડકમાં કડક રાહે કામગીરી થવાની દીશામાં ઝોન પ્રશાસન, કાસેઝ કસ્ટમ તથા પોલીસ સમક્ષ ફરીયાદ કરવાની દીશામાં હજુ સુધી કેમ ઉદાશીન જ દેખાવવા પામી રહ્ય છે? 

Comments

COMMENT / REPLY FROM