આદિપુરમાં બાઈક પર આવેલા બે યુવકોએ ચેઈનની કરી ચીલઝડપ
ભરબપોરે બનેલી ઘટનાથી સંકુલમાં કાયદો વ્યવસ્થા પર ઉઠ્યા સવાલો
ગાંધીધામ : પૂર્વ કચ્છના ગાંધીધામ સંકુલમાં ગુનાખોરી અટકવાનું નામ લેતી નથી. અવાર-નવાર ચોરી, લૂંટ, હત્યા, છેડતી સહિતના બનાવો સામે આવી રહ્યા છે. તેવામાં વધુ એક બનાવ સામે આવ્યો હતો.
મૂળ રાપરના હાલે આદિપુરમાં કેશરનગર -૩ ખાતે રહેતા અમૃતાબેન મુકેશભાઈ પ્રજાપતિએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, બાઈક પર રપથી ૩૦ વર્ષની આયુના બે ઈસમો આવ્યા અને ફરિયાદીના ગળામાં હાથ નાખી સોનાની ૬૦ હજારની ચેઈન ખેંચી લઈ બન્ને આરોપીઓ ભાગી ગયા હતા. કેસરનગર-ર હનુમાન મંદિર પાસે ગોલાઈ નજીક આ બનાવ બન્યોહતો. આદિપુર પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. જે પ્રમાણે સંકુલમાં આવા બનાવો વધી રહ્યા છે તે જોતા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે અને પગલાં ભરવામાં આવે તે જરૂરી બની રહે છે.

Comments