Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ આઈજીશ્રી-પૂર્વ કચ્છ એસપીશ્રી ગોર ફરમાવે :  ક્રીકેટ સટ્ટોડીયાઓને સાયબર ક્રાઈમ સેલમાંથી કોણ છાવરે છે? 

02 September

દિલીપ ઉર્ફે મોનુ ને કયા ખાખીધારીઓની હતી છત્રછાયા?



સરહદી રેન્જના તટસ્થ-કડક અને પ્રજાનિષ્ઠ આઈજીશ્રી કોરડીયા ક્રોસ તપાસ કરાવે કે અમુક સાયબર ક્રાઈમવાળાઓ સટ્ટોડીયાઓ સહિતનાઓની સામે આવતી ફરીયાદોમાં કેવા પગલા લઈ રહ્યા છે? મોટાભાગની ફરીયાદો થતી જ નથી, નાના-નાના કેસો આવે તેમાં પતાવટની જ પ્રક્રીયા કરી લેવાય છે, અને અમુક બની બેઠલા ખાખીવાળાઓના કાયમી હપ્તાઓ થઈ જાય છે શરૂ..! : ક્રીકેટ સટ્ટાને લઈને પણ જો તપાસ કરવામા આવશે તો આવા સાયબર ક્રાઈમવાળાઓના ભાડુઆતી કઈક બેક એકાઉન્ટ અને હવાલા ટ્રાન્સફર સહિતના ખુલાસા થવાની સેવાય છે વકી

સાયબર ક્રાઈમવાળાઓના ભાડુઆતી કઈક બેક એકાઉન્ટ અને હવાલા ટ્રાન્સફર સહિતના ખુલાસા થવાની સેવાય છે વકી


પોલીસબેડામાં એલસીબી સહિતની શાખાઓ ક્રીમ બ્રાન્ચ કહેવાય છે, પરંતુ એક વખત સાયબર ક્રાઈમમા જે ગોઠવાઈ જાય છે તેને એલસીબીમાં પણ જવાની ઈચ્છા નથી થતી, સામેથી ના પાડી દઈ ફરી ફરીને સાઈબર ક્રાઈમમાં જ ગોઠવાઈ જતા હોય છે..! : તેની પાછળનું રહસ્ય શું છે?


 અહીં કેમ ઈડીના દરોડા પડતા નથી? કે પછી કોઈને નજરે ચડતું નથી?

ડીએસપીશ્રી સાઈબર ક્રાઈમની તપાસ કરાવે કે કોણ માહીતીઓ લીક કરે છે, સટ્ટેડીયાઓને આપી દે છે? આવા તત્વોના મોબાઈલનો નંબર મેળવી સાઈબર ક્રાઈમ વાળા અમુકની તપાસ કરવી જોઈએ, તો કઈક બેનામી નાણાકીય હેરફેર-હવાલાકાંડ ખુલશે, જો કે સાઈબર ક્રાઈમ બ્રાન્ચ આવા સટ્ટેોડીયાઓને સાચવે છે, એટલે તેમને વાંધો નથી આવવાનો..ઃ સાયબર ક્રાઈમમાથ અમુક કર્મીઓ બદલાતા પણ નથી તેની પાછળનુ રહસ્ય શું છે?

ક્રિકેટ સટ્ટાના રૂપિયા માટે બેંક એકાઉન્ટ ભાડે આપવાનો ધીકતો ધંધો બેફામ હોવાની અટકળો  :  ભારતીય સીમને ભારતમાં જ એકટિવ કરાવી દુબઈમાં ઉપયોગ કરાવવાના કારનામાનો પણ થશે ખુલાસો : દિલીપ ઉર્ફે મોનું જેવા ગાંધીધામ સહિત કચ્છમાં અન્ય કેટલા ક્રીકેટ સટ્ટોડીયાઓ-પન્ટરો હતા કે છે સક્રીય? થવી જોઈએ તપાસ : દીલીપ ઉર્ફે મનુને કોણે કોણે એકાઉન્ટ ભાડે આપ્યા, આંગડીયાની શું છે ભુમિકા?

અમદાવાદ ર્જીંય્ની ટીમે વોન્ટેડ મોનુ ઉર્ફે દિલીપ સિંધીને ઝડપ્યો, ઘણાં ભેદ ખૂલશે : અમદાવાદ અને ગુજરાતમાં ક્રિકેટ સટ્ટા માટે ભાડે એકાઉન્ટ પ્રોવાઇડ કરતા સંખ્યાબંધ દલાલ એક્ટિવ



ગાંધીધામ : અમદાવાદથી ગાંધીધામનો વોન્ટેડ એવો ક્રીકેટ સટ્ટોડીયો ઝડપાયો છે ત્યારે બીજીતરફ જાણકારો કહી રહ્યા છે કે, ગાંધીધામ સંકુલમાં પણ આવા કઈક ક્રીકેટ સટ્ટોડીયાઓ ફાટીને ફુલેકે ચડયા છે. કચ્છ બોર્ડર રેન્જના આઈજીશ્રી તથા પૂર્વ કચ્છ એસપીશ્રી જો કડક તપાસ કરાવે અને ખાસ કરીને સાયબર ક્રાઈમ સેલવાળા કયા બની બેઠેલા અમુક ખાખીધારીઓની ભાગબટાઈ કે રહેમનજરથી ક્રીકેટ સટ્ટોડીયાઓ બેફામ  બની નથી ગયા ને?દુનિયાભરમાં કોઇ પણ સ્થળે ક્રિકેટ રમાતી હોય પરંતુ તેના પર સટ્ટો તો દુબઇમાં બેઠેલા ગુજરાતીઓ રમાડતા જ હોય, બૂકીઓ પણ મોટા ભાગના ગુજરાતીઓ જ હોય. ક્રિકેટ સટ્ટાના કરોડોના ટ્રાન્જેક્શન માટે સ્થાનિક બેંક ખાતાની જરૂરીયાત ઊભી થતી હોય છે ત્યારે ચોક્કસ ટુકડી મોનુ સિંધી જેવા લોકોને ભાડેથી બેંક એકાઉન્ટ આપતા હોય છે. તેમને એકાઉન્ટનું ભાડું મળી જતું હોય છે. તેમના ખાતામાં કરોડો રૂપિયાા ટ્રાન્જેક્શન થઇ જતા હોય છે. તપાસ થાય ત્યારે ખબર પડે કે ખાતેદાર તો રિક્ષાચાલક છે.અમદાવાદ ર્જીંય્માં રાહુલ ત્રિપાઠીની એન્ટ્રી થતાં જ બ્રાંચ  એક્ટિવ થઇ ગઇ છે.  બી.સી. સોલંકીની ટીમના દીપક ઉનડકટ અને દેસાઇની ટીમે એરપોર્ટ પાસેની એક હોટલમાં છુપાઇને બેઠેલા દિલીપ ઉર્ફે મોનું રમેશભાઇ સંગતાણી(ઉવ. ૪૨)ને ઝડપી લીધો છે. તે કચ્છ પોલીસના ચોપડે વોન્ટેડ હતો અને વર્ષોથી દુબઇમાં છુપાઇને બેઠો હતો.  મોનું ક્રિકેટ સટ્ટાના રૂપિયા દુબઇ ટ્રાન્સફર કરતો હતો. તેની સામે ક્રિકેટ સટ્ટા ઉપરાંત લોકોના બેંક એકાઉન્ટ ભાડે લેવાની પણ ફરિયાદ હતી.  પોલીસે તને ઝડપી લીધો ત્યારે તે પોતાના ભાઇને મળીને આવા વધુ એકાઉન્ટ ભાડે લેવાની જ કામગીરી માટે આવ્યો હતો. તેણે વધુ કેટલા બેંક એકાઉન્ટ ભાડે લીધા હતા  તેની તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત તે દુબઇથી સંપૂર્ણ સટ્ટાબેટિંગની સાઇટ  ઓપરેટ કરવા માટે ભારતીય સીમને ભારતમાંજ એક્ટિવ કરાવી તે સીમનો દુબઇમાં ઉપયોગ કરતો હતો. આ એક મોનુ સિંધીને ઝડપી લેવામાં પોલીસે સફળતા મળી છે. આવા તો સંખ્યાબંધ એજન્ટ અમદાવાદ અને ગુજરાતમાં સક્રિય છે તેમને ઝડપી લેવાની કવાયત શરૂ કરવામાં આવે તો ઘણી  વિગતો સામે આવી શકે તેમ છે.દીલીપ ઉર્ફે મનુ સીંધી કે જે કચ્છના પોલીસ ચોપડે વોન્ટેડ દર્શાવતો હતો તે અમદાવાદથી પકડી પડાયો છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, હવે વિવિધ રહસ્યો પરથી ભેદ બહાર આવવા પામશે. તેના ગાંધીધામ સંકુલ સલગ્ન તાર પણ જોડાશે. તથા બીજીતરફ આ શખ્સ જયારે પકડાયો છે ત્યારે આ જ રીતે બેંક ખાતાઓ ભાડે આપી અને ક્રીકેટ સટ્ટા ખેલાવવા સબબ આદિપુરના રાજ નામના શખ્સની સામે પણ સત્તાવાર ફરીયાદ થવા પામી ચુકી છે. પરંતુ આ શખ્સની સામે શુ કાર્યવાહી કરવમાા આવી તેની કોઈ જ વિગતો હજુ સુધી સામે આવતી જોવાઈ નથી? જો રાજવાળા કેસમાં પણ ઉંડુ ઉતરવામા આવે તો ગાંધીધામ-કંડલા સંકુલમાં વકરેલા ભાડુઆતી બેંક એકાઉન્ટથી ક્રીકેટ સટ્ટાકાંડ-
હવાલાકાંડના મોટા પર્દાફાશ થવા પામી શકે તેવી આશંકાઓ વ્યકત કરવામા આવી રહી છે.

................


આંગડિયા મારફતે કરોડોના હવાલા

ગાંધીધામ : ક્રિકેટ સટ્ટાના કરોડો રૂપિયા બેંકમા જમા થયા હોય તેને વિડ્રો કરીને એક ટુકડી ચોક્કસ આંગડિયા 
પેઢી મારફતે તેના દુબઇમાં હવાલા પડી દેતી હોય છે. તપાસ એજન્સીઓને આ આંગડિયા પેઢીની વિગતો પણ મળી જતાં તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

..........


ગાંધીધામ સંકુલમાં પણ નીતીન ઉર્ફે નીલી-લલિત, વિશાલ-મુકેશ-ચીબો
જેવા કઈક બુકીઓ છે સક્રીય : કેમ સ્થાનિકે કોઈ મોટા પગલા નહી?



લલિત-નિલી જેવા ક્રીકેટ સટ્ટોડીયાઓ કેટલા ફાટીને ફુલેકે ગયા હતા કે, ખાખીના ઉચ્ચ અધિકારીઓને રોલેક્ષ ઘડીયાલ જેવી આપતા હતા ભેટ : કયા ખાખીધારી ર૦ લાખની રોલેક્ષ કાંડા ઘડીયાળ આ સટ્ટોડીયાઓથી મળેલી પહેરીને ફરી રહયા છે?



ગાંધીધામ : અમદાવાદમાથી ગાંધીધામ-કચ્છનો વોન્ટેડ ક્રીકેટ સટ્ટોડીયો ઝડપાઈ જવા પામ્યો છે ત્યારે હવે કચ્છના જાણકારો પણ સવાલ કરી રહ્યા છે કે, દીલીપ ઉર્ફે મનુ પકડાઈ ગયો છે તો તેના જેવા અથવા તો તેનાથી પણ મોટા કરોડોના ક્રીકેટ સટ્ટા ખેલનારા તો ગાંધીધામ સકુલમાં કઈક પડયા છે? અગાઉ કઈક વખત ચર્ચામાં પણ આવ્યા છે? જો શખ્સોની કુંડળી ચકાસવામા આવશે અથવા તો તેમનો કાચો ચીઠ્ઠો કાઢવામા આવશે તો તેઓએ પણ કઈક લોકોના બેંક ખાતા ભાડે લીધા હોવાનું અને તેમા કરોડોની રકમો સટ્ટાની ટ્રાન્સઝૈકશન થઈ હોવાનુ સામે આવવા પામી શકે તેમ ખુલવા પામી શકે છે. કહેવાય છે કે ગાંધીધામ સંકુલમાં નીતીન ઉર્ફે નીલી, લલિત, વિશાલ, ચોબો, મુકેશ સહિતની એક મોટી ટોળકી ક્રીકેટ સટ્ટાનુ વિશાળ નેટવર્ક ધરાવી જ રહી છે. એટલુ માત્ર જ નહી પણ સાયબર ક્રાઈમના અમુક ખાખીધારી અધિકારીઓ પણ આ ટોળકીમાં બે પાંદેડ થઈ ગયા હોય તેવુ પણ મનાતુ રહ્યુ છે. લલિત અને નીલી જેવા મોટા મોટા સટ્ટોડીયાઓ દ્વારા તેમના સટ્ટાના નેટવર્કને ચલાવી રાખવા માટે કરીને આવા અધિકારીઓને લાખોના રોેલેક્ષ ઘડીયાળો પણ ભેટ સોગાદમા આવી ચુકયા છે. સવાલ થાય છે કે, ર૦ લાખની રકમની રોલેક્ષ ઘડીયાલ ખાખીનાકયા અધિકારીના કાંડે બંધાયુ છે? આ ઉપરાંત જો આ તમામની તપાશ થાય તો કઈક લોકોના બેક એકાઉન્ટ ભાડે લઈ અને આ ગેગ દ્વારા પણ આવા હવાલાકાંડને અંજામ અપાયો હોય અને ક્રીકેટના કાળા કમાણી કરેલા રૂપીયાથી આજે આ પેકીના અમુક રીયલ એસ્ટેટના બ્રોકર પણ બની બેઠા હોય તેવુ ખુલવા પામી શકે તેમ છે. એટલુ માત્ર જ નહી પરંતુ આ ક્રીકેટની જ કાળી કમાણી કરી ચુકેલા કેટલાક તત્વો તો મોટા મોટા શિક્ષણ સંકુલો બનાવીને બેસી ગયા હોવાનુ પણ ચર્ચાયછે. 

.............



ગાંધીધામના ક્રિકેટ સટ્ટોડીયાઓની સોસાયટીઓમાં જમીન
ખરીદનારા ચેતજો : ઈડી ત્રાટકશે તો બધુ જ ગુમાવવું પડશે



ગાંધીધામ : ક્રીકેટના સટ્ટા રમાડી અને કરોડોની કાળી કમાણી કરી લેનારા અમુક સટ્ટોડીયાઓ ગાંધીધામમાં રીયલ એસ્ટેટ માર્કેટમાં ઝંપલાવીને બેઠા છે.જાણકારો કહી રહ્યાછે કે, મુળ ક્રીકેટ સટ્ટામાથી કાળી કમાણી કરનારા આવા રીયલ એસ્ટેટ કે જમીનવાળાઓ પાસેથી મકાન કે પ્લોટ ખરીદતા પહેલા પણ વીચાર કરજો. આજે નહી તો કાલે આવા તત્વો પર ઈડી જેવી  એજન્સી ત્રાટકવાની જ છે અને તેમની આવકના સ્ત્રોતની ચકાસણીઓ થશે ત્યારે બધા જ કાળા નાળાનો હિસાબ થવા પામશે. જાણતા અજાણતા તે વખતે મરો આવા સટ્ટોડીયાઓ પાસેથી મકાન કે જમીન ખરીદનારા નિર્દોર્ષ લોકોનો થવા પામી જશે.

...........




 

Comments

COMMENT / REPLY FROM