ગાંધીધામ બી ડીવીઝન વિસ્તારમાં ગવલાના દારૂના ધમધમતા અડ્ડા : રોજની ૧૦૦ પેટીનું બિનધાસ્ત કટીંગ
ખાખી કોમામાં કે મહેરબાન?
શહેરના બી ડીવીઝન વિસ્તારમાં ઠેર-ઠેર આ ગવલાના દારૂનું થાય છે ધૂમ વેંચાણ : કોને મંજુરી આપી છે? ગવલો કહે છે હું ટોપ ટુ બોટમ બધાયને હપ્તા આપું છુ, મારો કોઈ વાળ પણ વાંકો નહી કરી શકે? : કોને કોને કેટકેટલા પહોચાડી રહ્યો છે હપ્તા? તપાસ થશે ખરી?
દારૂબંધી કે દારૂબદી..? : ગાંધીધામ બી ડીવીઝન વિસ્તારમાં દારૂના ખુલ્લેઆમ વેપલાની ચાડી ખાતી તસવીર : દારૂની બોટલોની લેતી-દેતી થતો વીડીયો વાયરલ થતા ખાખીની ભુમિકા સામે ઉઠયા સવાલો
ગાંધીધામ : એકતરફ રાજય સરકાર દ્વારા દારૂબંધીને કડક બનાવવાનો પ્રયાસ કરવામા આવી રહ્યો છે ત્યારે બીજીતરફ પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાધીધમા શહેરમાં અમુક બુટલેગરો બેફામ અને બિનધાસ્ત બનીને દારૂના કટીંગ કરી રહ્યા હોવાની ચર્ચા સામે આવવા પામી છે. આ મામલે જાણવા મળતી વધુ વિગતો અનુસાર ગાંધીધામના બી ડીવીઝન વિસ્તારમાથી ગવલા નામનો બુટલેગર બેફામ બનેલો છે. તે બિનાસ્ત અની ખુબજ મોટા પ્રમાણમાં દારૂના કટીગ કરી રહ્યો હોવાનુ ચર્ચાય છે. ગવલાની રોજ અંદાજીત ૧૦૦થી વધુ પેટીઓનુ કટીંગ કરવામા આવી રહ્યુ છે. આ પટ્ટામાં મોટાભાગના દારૂના પોઈન્ટ આ ગવલાના દારૂથી જ ધમધમી રહ્યા હોવાની પણ ચર્ચા થવા પામી રહી છે.
ગવલો પણ ખુલ્લઆમ કહેતો ફરે છે કે, મારા દારૂના ધંધાને રોકવાની કોઈમાં ત્રેવડ જ નથી.! હું ટાપ ટુ બોટમ બધાયને હપ્તાઓ-સેકસન આપી રહ્યો છે. એટલે મને કોઈ અટકાવી શકે તેમ નથી. જે રીતે ગવલાનો દારૂના પોઈન્ટ બેફામ રીતે ચાલી રહ્યા છે તે જોતા કયાંક ને કયાંક ખાખીધારીઓને સાચવીને તે ચાલી જ રહ્યો હોવાવાળી સ્થીતી સાચી પણ જણાઈ રહી છે.
જો એમ હોય તો પછી આ ગવલો ટોટ ટુ બોટમ કોને કોને હપ્તાઓ આપી રહ્યો છે? કેટલાના સેકસન કોણ કોણ ગવલાથી ઉઘરાવી રહ્યુ છે? આ બધું જ
તપાસનો વિષય બની રહ્યો હોવાનો સવાલ જાણકારોમાં ઉઠયો છે.

Comments