Trending News
સ્થાનિક સમાચાર

ભુજમાં ક્રીકેટ સટ્ટો ફરી પુરબહારમાં : કોની લીલીઝંડી? બબુ-મીત જેવા કઈક બુકીઓના પન્ટરો છે મેદાનમા

01 September

કરોડોના સટ્ટોડીયાઓ ઘેલમા, છુટાછવાયા થાય છે કેસ.!


માત્ર બબુ-મીત જેવા પકડાયેલાઓની લીક જીણવટપૂર્વક તપાસો તો પણ ઘણુ બધુ આવી શકે બહાર :  પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલો : રાત ગઈ વાત ગઈના તાલે ભુલાવી દેવાની પ્રથા બંધ થાય, ખાખીના અમુક ભ્રષ્ટ વહીવટદારોની રહેમનજર સિવાય સટ્ટોડીયાઓ ફાટીને ફુલેકે ન ચડે..! : પશ્ચિમ કચ્છ પોલીસનો સાયબર ક્રાઈમ, એલસીબી સહિતની ટીમ કઈક કડક કાર્યવાહી કરશે કે પછી.....


ં જી.કે. જનરલની સોમ મેડીકલ નજીક અને માધાપર ક્રિકેટનો સટ્ટો રમાડતા બુકિ : તાજેતર એલસીબી મુંબઈવાસીને પકડીયો છે ત્યારે જુના જોગી ક્રિકેટનો સટ્ટો રમાડી રહ્યા છે તેના ઉપર કોણ તપાસ કરશે..? સ્ટેટ મોનીટરીગ સેલને અમદાવાદ બેઠા બેઠા ભુજમા રમાતા ક્રીકેટ સટ્ટાની ગંધ આવી જાય છે, મીત ઠકકર જેવા બુકીને દબોચી જાય છે, અને સ્થાનિક પોલીસ અને એલેસીબી કે એસઓજીને આ બાબતે કોઈ જ ખબર શુદ્ધા ન પડે ! છે ને મોટા આશ્ચર્યની વાત? જો એસએમસીને આવા મોટા બુકીઓને પકડવાના જથતા હોય તો સ્થાનિક પોલીસને શુ અગરબત્તી કરવા રાખી છે.?



ભુજ : એકતરફ સરકાર અલગ અલગ સટ્ટાકાંડ પર કાબુ મેળવવા માટેના નવા નવા કાયદાઓ અમલી બનાવી રહ્યા છે જયારે બીજીતરફ છેવાડાના કચ્છ જેવા વિસ્તારમા પણ ક્રીકેટ સટ્ટોડીયાઓ બેફામ બનીને સટ્ટા ખેલાવી રહ્યા હોવાની ચર્ચા સપાટી પર આવવા પામી રહી છે. ભુજ જેવા મુખ્ય શહેરમા પણ એસએમસીએ આવી અને ક્રીકેટ સટ્ટા પકડવાની ફરજ પડી રહી છે અને સ્થાનિક પોલીસ જાણે કે જોતી રહી જતી હોય તેવુ બને છે તો પછી ક્રીકેટ સટ્ટોડીયાઓ કયાક ને કયાક અમુક  ભ્રષ્ટ તત્વોની મીઠીનજર હેઠળ જ આવા કરોડોના સટ્ટાઓ ખેલાવતા હશે તેેમ માનવામા કયા અતિશયોકિત કહેવાશે?
ચાર જણા બેસીને જુગાર રમતા હોય તો કોઈ ફૂટી જાય અથવા તો પોલીસ આવે તો પકડાઈ જવાની બીક રહે છે. હાલ કેન્દ્ર સરકારે કડક કાયદો તો ઓનલાઈન ગેમ ઉપર બનાવ્યો છે હવે તેનો પાલન કોણ કરશે તે જોવે રહ્યું..?જોકે, જે જગ્યાએ હપ્તો મળે છે ત્યાં પોલીસ રેડ કરતી નથી માત્ર નાના ખેલીઓ  પકડાય છે તે અવાર નવારના દરોડા પરથી સાબિત થાય છે કારણ કે ચાલુ સિઝનમાં પોલીસ હોય કે મહત્વની બ્રાન્ચ એક પણ મોટી કલબ પકડાઈ નથી માત્ર નાના ખેલીઓને પકડી સંતોષ માનવામાં આવ્યો છે. હાલ જોવા જઈએ તો ઓનલાઇન ક્રિકેટ સટ્ટો માત્ર આઈપીએલ પૂરતો સીમિત રહ્યો નથી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ, ફૂટબોલ, વોલીબોલ સહિતની રમતો પર પણ લાખો અને કરોડો રૂપિયાનો સટ્ટો રમાઈ રહ્યો છે ભુજમાં એવા કેટલાય દાખલા છે જેઓ ક્રિકેટ સટ્ટામાં આવવાને કારણે એક સમયે જ્યારે સાયકલ ચલાવવાના ફાંફા હતા તેઓ આજે મોંઘી ગાડીઓ ફરાવી રહ્યા છે અને જે લોકો મોંઘી ગાડીઓમાં ફરતા હતા તેઓ મોપેડ પર ફરી રહ્યા છે અને વ્યાજના વિષચક્રમાં આવી ગયા છે.ખેર મહત્વની બાબતે છે કે ભુજમાં માત્ર આઇપીએલ નહીં પરંતુ તમામ પ્રકારની ક્રિકેટ મેચો અને અન્ય રમતો પર પૂર બહારમાં ઓનલાઈન સટ્ટો રમાઈ રહ્યો હોવાનુ ચર્ચાય છે એસએમસીએ થોડા સમય પહેલા મીત ઠક્કર નામના યુવકને ઝડપી પાડતા કચ્છ પોલીસની બેદરકારી સામે આવી હતી જોકે,આ બાદ પોતાનું નાક કપાયું હોવાથી સ્થાનિક પોલીસ અને એલસીબી દ્વારા બે ત્રણ નાના મોટા દરોડા પાડી ખેલીઓને પકડવામાં આવ્યા પરંતુ ખેલીઓને પકડી સંતોષ માની લેતી પોલીસ આ પ્રવૃત્તિ અટકાવવામાં સફળ થઈ નથી. કારણ કે, ઓનલાઇન સટ્ટો રમતા ખેલીઓ પકડાયા બાદમાં છૂટી જાય એટલે ફરી આ જ ધંધામાં પરવાઇ જાય છે તેવું અવાર નવારના દરોડા પરથી સાબિત થયું છે.લોકોમાં એવી ચર્ચા છે કે, પોલીસ માત્ર ખેલીઓને પકડી દમદાટી કરી વધુ હપ્તો બાંધી લે છે આ તરફ પણ આક્ષેપો ઉઠી રહ્યા છે ખરેખર આ પ્રવૃત્તિને ડામવાની જરૂરિયાત છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ભુજના જીકે જનરલની સામે મેડીકલ નજીક અને માધાપરમાં લાંબા સમયથી ક્રિકેટ સટ્ટો રમાડવામાં આવી રહ્યું છે. માધાપર વાળા તો દુબઈમાં પોણાના માણસો રાખીને અહી રહીને ત્યાંથી સટ્ટો રમારી રહ્યો છે. જોવાને એ છે કે, આવી અનેક તરકીફથી આવા અનેક ક્રિકૈટના સટ્ટોડીયા એકટીવી છે પણ પોલીસ મોટી સફળતા ક્યારે મળશે તે 
જોવું રહ્યું.

 

Comments

COMMENT / REPLY FROM