Trending News
સ્થાનિક સમાચાર

પૂર્વ કચ્છના કુખ્યાત બુટલેગર મનુભા સામે પાસાનુ હથિયાર ઉગામાયુ

31 August

કચ્છ કલેકટર અને પૂર્વ કચ્છ એસપીની લાલઆંખ ભરી કાર્યવાહી


ગાધીધામ-અંજાર-ભચાઉ-પદ્વર સહિતના પોલીસ મથકો નવથી વધુ પ્રોહીબીશના ગુના નોધાયેલ છે તેવા મહેન્દ્રસીહ ઉર્ફે મનુભા વાઘેલાની પાસા તળે ધરપકડ


ગાધીધામ : પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ આચરતા ઇસમો ૫૨ રોક લગાવવા અને જરૂરી અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય જેથી પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા એલ.સી.બી. દ્વારા પ્રોહી.બુટલેગર મહેન્દ્રસિંહ ઉર્ફે મનુભા વિઠુભા વાઘેલા રહે. પ્લોટ નં.૮૩, હરીઓમનગર,પડાણા સીમ તા.ગાંધીધામવાળો બહારના રાજ્યમાંથી પ્રતિબંધિત વિદેશી દારૂનો નાના-મોટા પ્રમાણમાં જથ્થો મંગાવી સંગ્રહ કરી હેરફેર કરવા સબંધે તેના વિરુધ્ધ ગાંધીધામ બી ડીવી. પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનાં ગુનાઓ દાખલ થયેલ હોય જેથી એલ.સી.બી દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરતા પોલીસ અધિક્ષકશ્રી દ્વારા સદરહુ પાસા દરખાસ્ત કલેક્ટરથી કચ્છ-ભુજ નાઓ તરફ મોકલી આપવામાં આવેલ. જે અન્વયે હે.કલેકટ૨શ્રી આનંદ પટેલ સાહેબ કચ્છ ભુજ દ્વારા પાસા દરખાસ્ત મંજુર રાખી આરોપીની અટકાયત ક૨વા પાસા વોરંટ ઇશ્યુ કરતા એલ.સી.બી.ની ટીમ દ્વારા ઉપરોકત આરોપીઓને પાસા તળે અટકાયતમાં લઇ લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે જેલ હવાલે મોકલી આપવામા આવેલ છે. કલેકટ૨થી કચ્છ ભુજ દ્વારા અત્યાર સુધી કુલે૧૩ અસામાજીક તત્વો વિરુધ્ધ પાસા હુકમો જારી કરવામાં આવેલ છે.આ કામગી૨ી લોકલ કાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સપેકટર ડી.જી.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.



.................


આરોપી વિરૂધ્ધ ૯ ગુના દાખલ થયેલ છે.


(૧) ગાંધીધામ બી ડીવી. પો.સ્ટે. ગુ.૨.નં. ૦૯૯૭/૨૪ પ્રોહી.ક.૬૫એ,ઇ,૧૧૬બી,૯૮(૨),૮૧ (૨) ગાંધીધામ બી ડીવી. પો.સ્ટે. ગુ.૨.નં. ૧૬૬૨/૨૪ પ્રોહી.ક.૬૫એ,એ,૧૧૬બી,૮૧ (૩) ગાંધીધામ બી ડીવી. પો.સ્ટે. ગુ.૨.નં. ૦૦૬૪/ ૨૫પ્રોહી.ક.૬૫એ,ઇ,૧૧૬બી,૮૧ (૪) ગાંધીધામ બી ડીવી.
પો.સ્ટે. ગુ.૨.નં. ૦૫૧૫/૨૫ પ્રોહી.ક.૬૫એ,ઇ,૧૧૬બી,૮૧ (૫) ગાંધીધામ બી ડીવી. પો.સ્ટે.ગુ.૨.નં. ૦૯૮૮/૨૫ પ્રોહી..૬૫એ,ઇ,૧૧૬બી,૯૮(૨),૮૧ (૬) ભચાઉ પો.સ્ટે. ગુ.૨.નં. ૫૩૩૩/૧૫પ્રોહી.ક.૬૫એ,ઇ,૧૧૬બી,૮૧,૯૮,૬૬(૧)બી (૭) અંજાર પો.સ્ટે. ગુ.૨.નં. ૦૨૪૧/૨૧પ્રોહી.ક.૬૫એ,ઇ,૧૧૬બી,૮૧,૯૮(૨) (૮) અંજાર પો.સ્ટે. ગુ.૨.નં. ૦૬૧૩/૨૨ પ્રોહી.ક.૬૫એ,ઇ,૧૧૬બી,૮૧,૯૮(૨) (૯) પધ્ધર પો.સ્ટે. ગુ.ર.નં. ૦૦૩૩/૨૩ પ્રોહી.ક.૬૫એ,ઇ,૮૧,૯૮(૨)


...................


અટકાયતીનું નામ

મહેન્દ્રસિંહ ઉર્ફે મનુભા વિઠુભા વાઘેલા ઉ.વ. ૩૬ રહે. પ્લોટ નં. ૮૩,હરીઓમનગર,
 પડાણા સીમતા.ગાંધીધામ
 

Comments

COMMENT / REPLY FROM