ગાંધીધામ જીઆઈડીસી પટ્ટામાંથી સોયા ચોરીના આયોજનબદ્ધ કારસ્તાનનો પર્દાફાશ : સોયાચોર ગેંગમા દોડધામ
બી ડીવીજન પોલીસ ઘટનાસ્થળે પહોચી તે પહેલા સોયાચોર ટોળકીના ફોલ્ડરીયાઓ નાશી છુટયા, મોટી માત્રામા ચોરાઉ-આધાર પુરાવાઓ સાથેનો સોયાનો જથ્થો જીઆઈડીસીના ગોડાઉનમા સિફટ થતી વેળાએ જ કરાઈ કાર્યવાહી : બે બોલેરો, એક છકડો ભરીને સાયા ઠલવાઈ ગયો, પોલીસ ૪૧-વન ડી કરીને આગળની કાર્યવાહી હાથ ધરી
ગાંધીધામ : પૂર્વ કચ્છમા દેશના મહાબંદર પૈકીના એક એવા દીનદયાલ પોર્ટ આવેલ છે અને અહી દેશ દુનીયામાથી અનેકવીધ ચીજવસ્તુઓની આયાત નિકાસ થવા પામી રહી છે ત્યારે આ મોઘીદાટ વસ્તુઓની આયોજનબદ્ધ ચોરીઓ કરનારી
ગેગો પણ સક્રીય બનેલી છે. દરમ્યાન જ મળતી વધુ વિગતો અનુસાર આજ રોજ વહેલી પરોઢે પર આવા જ ચોરાઉ સોયાના મસમોટા જથ્થાને જીઆઈડીસી વિસ્તારમા આવેલા ગોડાઉનમા સિફટ કરતી વખતે જ પોલીસને જાણ થઈ જતા અહી આ કામગીરી કરનારા સાયાચોર ગેગના ફોલ્ડરીયાઓ નાશી છુટયા હોવાનુ જાણવા મળી રહ્યુ છે. ગાંધીધામ શહેરમાં આજે વહેલી સવારે યોજાયેલ આયોજનબદ્ધ સોયા ચોરીના કેસનો પર્દાફાશ પોલીસે કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગીડીસી વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાં મોટી માત્રામાં સોયા બીન ગેરકાયદેસર રીતે રાખવામાં આવ્યું હતું.પોલીસે સ્થળ પરથી ૨ બોલેરો વાહન તથા ૧ છકડો ભરેલા થોકબંધ સોયાના જથ્થાને પકડી પાડયો છે. ?? ચોરાયેલું માલ ગોડાઉનમાં શિફ્ટ કરતી વખતે પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી જતા આરોપીઓ ફરાર થઈ ગયા. પોલીસે આખો મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.સ્થળ પરથી માત્ર સોયાનો જથ્થો હાથ લાગ્યો છે, વાહનો અને આરોપીઓ-ફોલ્ડરીયાઓ ફરાર થઈ ગયા હોવાનુ જણાય છે. પોલીસે આ બાબતે હવે આગળની કાર્યવાહી હાથ
ધરી છે.
.....................
૪૧-વન ડીના બદલે બિન જામીન પાત્ર કલમો કરવી જોઈએ દાખલ
ગાંધીધામ : જીઆઈડીસીમા એક ગોડાઉનમા ચોરાઉ સોયાનો મોટો જથ્થો પકડી પાડવામા આવ્યો છે ત્યારે આ જથ્થાને માત્ર આધાર પુરાવા વિનાનો શંકાસ્પદ જથ્થો હોવાનુ દેખાડવાના બદલે તે ચોરાઉ જ હોવાથી આયોજનબદ્ધ રીતે ચોરી કરેલ હોવાનુ માની અને આ કેસમા કડક કાર્યવાહી થવી જોઈએ. પ્રાથમિક તપાસમાં આ ચોરી આયોજનબદ્ધ રીતે કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ૈંઁઝ્ર કલમ ૩૭૯ તથા બિનજામીનપાત્ર ગુનો લગાડીને કેસ દાખલ કરવો ઘટે.
.....................
ગોડાઉન માલીકના પણ લ્યો કડક પુછાણા : સીસીટીવીની કરો ચકાસણી : કોલ ડીટેલ્સ કાઢો
ગાંધીધામ : સોયાચોરીનો પર્દાફાશ તો પોલીસે કર્યો છે પણ આરોપીઓ કોઈ હાથે લાગ્યા નથી. ત્યારે હકીકતમા આ ગોડાઉન માલીક દ્વારા બીલો રજુ કરવામા આવ્યા છે કે નહી? ગોડાઉન માલિકની કડક પુછપરછ કરવી જોઈએ. ઉપરાત સીસીટીવી ફૂટેજ કબજે કરવામાં આવે તે પણ જરૂરી છે. માલિકના કોલ ડિટેલ્સ ચકાસવામાં આવશે કે કોની સાથે વાતચીત થઈ હતી તે શોધવુ જોઈએ.ચોરાયેલો માલ ગોડાઉનમાં કોણે પહોંચાડ્યો તેની પણ તપાસ હાથ ઘરવી ઘટે.
..................
સોયાચોરીમા ખાખીના ખબરી ટાઈગરની શુ ભુમિકા?
ગાધીધામ : આજે વહેલી સવારે સોયાચોરીનો જે પર્દાફાશ થવા પામ્યો છે તે સોયાચોરીમા સીધા કે પરોક્ષ રીતે ટાઈગર નામના શખ્સની શુ ભુમિકા રહેલી છે? તેની તપાસ કરવામા આવશે કે પછી આ ટાઈગર ખાખીનો ખબરી હોવાથી અથવા તો કમાઉ દુકાન અને સાધન બની બેઠો હોવાથી તેની સામે કોઈ જ કાર્યવાહી કરવામા નહી આવે? તેવા સવાલો પણ થવા પામી રહ્યા છે. જો ઉચ્ચ અધિકારી આ કેસમા તપાસ કરશે તો ચોકકસથી ટાઈગરના પગ તળે રેલો આવશે અને ટાઈગર જો પકડાય અને તેને ધોક્કો ફટકારાય તો તે કયા કયા ખાખીધારીનો ખબરી બનીને બેઠો છે અને તેની આડમા કયા ખાખીવાળા કેટકેટલી તોડ શેના પેટે કરી રહ્યા છે તે આખો જ ચીઠ્ઠો પણ બહાર આવવા પામી શકે તેમ છે.

Comments