Trending News
સ્થાનિક સમાચાર

ભુજ પટ્ટામાં ભારાપર-પાલારાના સીમાડાઓમાં મસમોટી હાઈપ્રોફાઈલ જુગાર કલબો પુનઃ ધમધમી..!

31 August

સી.સસસ..કોઈને કહેતા નહીં..!


જુગાર કલબોના સંચાલકોની કયા ખાખીધારીઓની સાથે છે ભાગબટાઈ? : દૈનિક લાખોની હાર-જીતના મંડાય છે પડ  : સંચાલકોમા ઝભ્ભાલેંગાધારીઓનો દોરીસંચાર?

કચ્છમા જુગાર કલબો કે ખેલની લેતી-દેતીના પેસા માટે હત્યાઓ નિપજાવી દેવાની ઘટનાઓ બની ચુકી છે, હજુ પણ કાયદાના રક્ષકોને કેવી કેવી મોટી ઘટનાઓ આ અસામાજીક બદીઓ થકી બનવાની છે ઈંતેજારી..! 

એસએમસી પીપરી કલબ પર તવાઈ બોલાવી ગઈ છે, શુ હવે ભુજ આસપાસમા પણ જુગાર કલબો પર દરોડા પાડવા અમદાવાદ-ગાંધીનગરથી એસએમસીને જ ત્રાટકવુ પડશે? સ્થાનિક ખાખીધારીઓ માત્ર સમ ખાવા પુરતા નાના-સુના જુગારના પડ અને જુગારીઓને જ પકડીને સંતોષ માનતી રહેશે..?


ભુજ : પશ્ચિમ કચ્છ જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા શ્રાવણીયો જુગાર રમતા ખેલીઓને પકડી અને પોતાનો ટાર્ગેટ પૂરો કરી નખો છે એન અમુકની પ્રેસનોટો ફોટા સાથે પ્રસિદ્ધ કરાવે છે. જ્યારે થોડો સમય પહેલા એસએમસી રેડ થયા બાદ અમુક દિવસો બંધ રહ્યા બાદ ફરી જુગારની ક્લબો ધમધમી રહી છે તેના માટે જવાબદાર કોણ ? અને કોની મંજૂરીથી આ ક્લબો ચાલુ થઈ છે તેની તપાસ કરવી આવશ્યક બની ગઈ હોવાનું કહેવામાં આવી 
રહ્યું છે. જોકે, હાલમાં થોડો સમય શાંત રહ્યા બાદ હવે ફરી પાછી ભારાપર, સેડાતા સીમમાં જુગારનો ખેલ ખેલાઈ રહ્યો હોવાનુ ચર્ચાય છે. જેમાં ભુજના જાણીતા માનીતા વ્યક્તિઓ સંચાલક છે, તો પાલારા જેલ નજીકની સીમમાં પણ એક જુગાર ક્લબને લીલીઝંડી મળી ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે.જોકે, આ જુગારની ક્લબમાં પણ કહેવાતા જાણીતા અને રાજકીય સભ્યોની હોવાની ચર્ચા વહેતી થઈ છે ત્યારે હવે પોલીસ આ જુગાર ક્લબમાં મગનું નામ મરી પાડી શકે તેવી શક્યતાઓ નકારી શકાતી નથી. જોકે, ભુજના જાણીતા અને અમુક માનીતાઓની આ જુગારની ક્લબથી પોલીસ અજાણ હોય તેવું માની શકાય નહીં. કેમકે જો પ્રજાજનોમાં આ જુગારની બબ્બે ક્લબો વિશે જોરશોરથી ચર્ચાઓ થતી હોય તો અને તેમને જાણ હોય તો પોલીસને કેમ ન હોય ? ત્યારે આ જુગાર ક્લબ જો પોલીસ બંધ નહીં કરાવે તો એસએમસી ક્યાંક ‘રોન’ ન કાઢે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. આવી કલબો પીપરીથી કોડાય નજીક ચાલતી હતી ત્યાં હત્યા બાદ બંધ કરાઈ. જુગારના કારણે હત્યા થઈ ત્યાં સુધી તંત્રની આંખ ન ખુલી. હાલ પશ્ચિમ કચ્છમાં પાંચથી વધુ આવી જુગારની કલબો ચાલી રહી હોવાની ચર્ચા જગ જાહેર ફરી રહી છે.

 

Comments

COMMENT / REPLY FROM