Trending News
સ્થાનિક સમાચાર

નેશનલ હાઈવેની ટીમ દ્વારા રોડ-રસ્તા કામ સુધારણા શરૂ : લડતકારો સ્થળ પર રહ્યા હાજર

30 August

ભય વિના પ્રિત નથી..તે આનુ નામ..!



ગળપાદર પુલીયા પાસેથી કામનો કરાયો આરંભ : નેશનલ હાઈવે ઓથોરીટીના અધિકારીઓ સ્થળ પર રહ્યા હાજર


ગાંધીધામ : કચ્છના ટ્રાન્સપોર્ટર દ્વારા તંત્ર ખાસ કરીને નેશનલ હાઈવે ઓથોરીટીની સામે લડતની ચીમકી ઉચ્ચરાી અને નો રોડ નો ટોલનો બ્યુગલ ફુંકી દીધો હતો. અવેદનો આપ્યા હતા અને રસ્તાઓ ચુસ્ત દુરસ્ત કરવાની માંગ કરાઈ હતી. જો આમ નહથાય તો ઉગ્ર આંદોલન, ધરણા યોજવાની પણ વાત ઉચ્ચારાઈ હતી. આ બાબતે ગઈકાલે એનએચએઆઈ કચેરી મધ્યે પણ લંબાણપૂર્વક ટ્રાન્સપોર્ટર દ્વારા રજુઆત કરવામા આવી હતી. જે બાદ હવે આજ રોજ નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા ગળપાદર પાસેથી કામનો આરંભ કરવામા આવ્યો છે. જે વેળાએ કચ્છ ટ્રાન્સપોર્ટ એસો.ના જાગૃત હોદેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.નેશનલ હાઈવે ઓથોરીટી સાથે કચ્છના તમામ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના વેપારીઓ સાજથે રોડ બાબતે ગઈકાલે ઉગ્ર આક્રોશ સંવાદ બાદ આજે સવારથી અઠ વાગ્યાથી ગળપાદરથી મુંદરા રોડ ઉપર તાત્કાલીક યુદ્ધના ધોરણે ચારથી પાંચ પોઈન્ટ ઉપર એક સાથે કામ ચાલુ કરવામાં આવેલ ત્યાં બધા એસોસીએશન સાથે કામ ચાલુ કરવામા આવેલ ત્યાં બધા અસો.ના હોદેદારોની હાજરીમા એમની સાથે નેશનલ હાઈવેના અધિકારીઓ પણ હાજર રહેવા પામ્યા છે. 

 

Comments

COMMENT / REPLY FROM