કંડલામાં જાફરાવાડી ઉગમણી બાજુમાં ખડકાયેલ બંધ મહાકાય જહાજમાંથી ખાખીના જોરે તસ્કરીનો ખેલ!’
પૂર્વ કચ્છ એસપીશ્રી બાગમાર ખુદ જાત તપાસ કરાવે
ઈમરાન કરે છે કટીંગ, કંડલાના કયા ખાખીધારીની છે ભાગબટાઈ? એલસીબી પણ કેમ આંખ મિંચામણા કરીને બેઠી છે, કોના ગજવા થાય છે ગરમ? ભચાઉનો કયો અકબર ચોરાઉ માલની કરે છે ખરીદી? ભચાઉવાળાથી આ ચોરાઉ માલ ખરીદનાર ગાંધીધામનો મહેન્દ્ર-કંડલાનો મહેલ્લો કોણ? કટીંગ કરી અને ભચાઉ સુધી કોના વાહનોમાં ચોરાઉ માલની થાય છે હેરફેર?
ગેસ કટર કે ગેસના બાટલા સહિતનાઓ લઈને ચોરી કરવા જાય છે, તે છતા પોલીસ અજાણ..?
ગાંધીધામ : દેશના મહાબંદર પૈકીના દીનદયાલ પોર્ટ કંડલામાં પાછલા અમુક વરસથી એક મહાકાય જહાજ દરીયાઈ ખાડીમાં બંધ અવસ્થામાં પડયું છે. હવે અહીની અુમક કુખ્યાત ચોર-તસ્કર ટોળકી આવા બંધ પડેલા મહાકાય જહાજને પણ છોડતા ન હોય તેવી રીતે તેમાંથી ખાખીની છત્રછાયા કહો કે રહેમનજરે મોટપાયે કીમંતી લાકડા સહિતની ચીજવસ્તુઓની બિનધાસ્ત ચોરીઓ કરી રહ્યા હોવાની વાત સપાટી પર આવવા પામી રહી છે. આ બાબતે જાણકારોની વાત માનીએ તો પાછલ લાંબા સમયથી વિવાદમાં અટવાઈ પડેલ વિશાળ કાય જહાજ કંડલાના દરીયાઈ વિસ્તારમાં લાંબા સમયથી બંધ હાલતમાં ખડકાયેલુ પડયું છે. જાણકારો આ જહાજ જયા પડયુ છે તેને સ્થાનિક ઓળખી શકાય તે ભાષામાં જાફરાવાડી ઉપરના ભાગમાં ઉગમણી બાજુની જગ્યા તરીકે ઓળખે છે. લાંબા સમયથી આ જહાજ અહી બંધ અવસ્થામાં વિવાદમાં અટવાયલુ છે તે વચ્ચે જ ખારીરોહરથી લઈ અને ભચાઉ પટ્ટા સુધીની તસ્કરી ટોળકીને મોકળુ મેદાન જ મળી જવા પામ્યુ હોય તેમ આ જહાજમાંથી રોજ-બરોજ આયોજનબદ્ધ રીતે ખાખીની છત્રછાયા તળે જ મોટાપાયે કીમંતી ચીજવસ્તુઓ, લાકડાઓની બિનધાસ્ત અને ખુલ્લેઆમ તસ્કરીઓ કરવામાં આવી રહી હોવાનુ મનાય છે.
પૂર્વ કચ્છ પોલીસના તટસ્થ-કડક અને જાબાંજ એસપીશ્રી સાગર બાગમારે ખુદ આ બાબતેની જાત તપાસ કરાવી ઘટે. જાણકારો કહી રહયા છે કે, આ મહાકાય જહાજમાંથી લાકડા સહિતની વસ્તુઓના કટીંગ કોણ કરી રહ્યા છે? કિમંતી ચીજવસ્તુઓની અહી બેખોફીપૂર્વક ચોરી કઈ ગેગ દ્વારા કરવામા આવી રહી છે? આ શખ્સોના કારનામા અંગે કંડલા મરીન પોલીસ મથક કેમ અંધારામાં રહી જવા પામી છે? કહેવાય છે કે, પાછલા થોડા સમયથી આ તસ્કરીનો ખેલ ખાખીના જ અમુક ભ્રષટ્ તત્વોની ભાગબટાઈ અથવા તો મીલીભગત કે હપ્તાવસુલીના જ જોરે ધમધમી રહ્યો છે. અહી સવાલ તો એ પણ થવા પામી રહ્યો છે કે, કંડલા પોલીસના જવાબદારો દ્વારા અહી આંચમિચામણા એક યા બીજા કારણોસર કરવામા આવતા હેાઈ શકે છે પરંતુ પૂર્વ કચ્છ એલસીબી પણ કેમ અંધારામાં રહી ગઈ છે? શું તેમાથી પણ કોઈ ભ્રષ્ટ વહીવટદાર આ તસ્કરીવાળાઓ પાસેથી મોટી રકમ ગજવામાં લઈ અને ખુદ માથે રહીને જ આ ચોરીને છુટ સીધી કે પરોક્ષ રીતે અપાવી રહ્યો છે? તપાસ થવી જોઈએ કે આ જહાજને થોડો થોડા કાપી કાપીને ચોરીઓ કરે અને મને એ પ્રમાણેના પૈસા આપો, આવી છુટ કયા ખાખીધારી દ્વારા આપવામાં આવી છે? જાણકારો દ્વારા એમ પણ કહેવાય છે કે આ તસ્કરીમાં ખારીરોહરની જ કોઈ ચોર ગેગ સંડોવાયેલી છે. ચોરીનુ કામ કરનારાઓ મામલે જો તપાસ કરવામા આવશે તો ખારીરોહરના જ કુખ્યાત તસ્કારે સુધી રેલા લંબાઈ શકશે છે. તે ઉપરાંત આ ચોરીનો માલ ખરીદનારો ભચાઉનો શખ્સ હોવાનુ મનાય છે. એટલે ખારીરાહેરથી લઈ અને ભચાઉ સુધી આ મહાકાય જહાજમાથી ચોરીના ચાલતા ખેલની કડીઓ અને તાણાવાણા સર્જાયેલા હોવાનુ મનાય છે. આ ઉપરાંત ગાંધીધામના અને કંડલાના શખ્સો પણ તેમાં ચોરાઉ મુદામાલની ખરીદી-હેરફેર અને સંગ્રહમાં સંકળાયેલા હોવાનુ મનાઈ રહ્યુ છે. જો એસપીશ્રી ખુદ આ બાબતે ક્રોસ ચકાણસી કરાવશે તો આ રીતે બધ પડેલા મહાકાય જહાજની ઘણી કિમંતી વસ્તુઓ ગુમ મળશે અને તેની પાછળ આ આખીય ચોર ટોળકીનો જ હાથ હોવાનો પણ ખુલાસો થવા પામી શકશે. એટલુ માત્ર જ નહી પણ આ ટોળકી કયા ભ્રષટ્ ખાખીધારીઓની રહેમનજરે આ મુજબની ચોરીઓ કરી રહ્યા છે તેના નામો પણ સામે આવવા પામી શકે તેવી સંભાવનાઓ જાણકારો દર્શાવી રહ્યા છે.

Comments