Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ મનપાને નવા કમિશનર મળ્યા : મનીષ ગુરવાનીને સોપાઈ કમાન

30 August



• શ્રી મનીષ ગુરવાણીની ભુજ પ્રાંત તરીકેની સેવા રહી હતી કાબીલેદાદ :  એકિઝાટકે ભુજના ફરતે થયેલા દબાણકારો સામે શ્રી ગુરવાણીએ કરી હતી ધાક બેસાડતી લાલઆંખ : સંભવત એકસાથે કરોડોના દબાણોને દુર કરવાની શ્રી ગુરવાણીની કાર્યવાહી ભુજ માટે બની હતી ઐતિહાસીક
• મનીષ ગુરવાણીની કોવિદકાળ વખતની કાર્યવાહી રહી હતી સરાહનીય : આપત્તકાળ જેવી સ્થિતીમાં શ્રી ગુરવાણી લોકસેવાર્થે રહ્યા હતા સતત ખડેપગે
• પ્રજાજનોની સાથે સોહાર્દપૂર્ણ વ્યહવાર, નીતી નિયમો તોડનારની સામે કડકાઈ દાખવનાર મનીષ ગુરવાણીએ તેઓના ભુજ પ્રાંત કાળ વખતે મેળવી હતી ભરપુર લોકચાહના
• ગાંધીધામ મનપામાં રેગ્યુલર કમિશ્નર પદે શ્રી ગુરવાણીની નિયુકિતથી ગાંધીધામ સંકુલનો વિકાસ હવે વેગવાન બનશે : પ્રજાજનોમાં વિકસ્યો આશાવાદ

ભુજમાં પ્રાંત અધિકારી તરીકે યશસ્વી કામગીરી નિભાવનાર શ્રી ગુરવાણીને ગાંધીધામ મનપામાં નિયુકિત મળતા હવે ઔદ્યોગીક પાટનગરનો વિકાસ પુરઝડપે આગળ ધપવાના વર્તાયા એંધાણ : સીંધી સમાજની વધુ વસ્તી ધરાવતા ગાંધીધામ સંકુલનેે સીંધી સમુદાયમાથી જ મનપા કમિશ્નર મળતા સંકુલમાથી મળી રહ્યો છે ઉમળકાભેર આવકાર


ગાંધીધામ :મહાનગરપાલિકાના બીજા કમિશનર તરીકે મનીષ ગુરવાનીની નિમણૂક કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા બે સનદી અધિકારીઓની અરસપરસ બદલીના આદેશ બહાર પાડવામાં આવ્યા હતા, જેમાં રાજકોટ મ્યુનિસિપલ 
કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર મનીષ ગુરવાનીને ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તરીકે મુકાયા છે.મનીષ ગુરવાની ૨૦૧૭ની બેચના અધિકારી છે અને તેઓ અગાઉ ભુજમાં આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. ગાંધીધામ મહાનગરપાલિકાની રચના પછી પ્રથમ કમિશનર તરીકે મિતેશ પંડ્યાની નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ થોડા જ મહિનાઓમાં તેમની બદલી ગાંધીનગર ખાતે થઈ હતી. ત્યારથી કમિશનરની જગ્યા માત્ર ઇન્ચાર્જ પર જ ચાલી રહી હતી.રાજ્ય સરકારે તાજેતરમાં બનેલી નવ મહાનગરપાલિકાઓ માટે માર્ગદર્શક તરીકે વિવિધ કોર્પોરેશનોને જવાબદારી સોંપી છે. જેમાં ગાંધીધામ મહાનગરપાલિકા માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને મેન્ટર તરીકે નિમણૂક આપવામાં આવી છે. જનરલ બોડીની રચના ન થાય ત્યાં સુધી આ જવાબદારી રાજકોટ કોર્પોરેશન સંભાળશે.ગત જાન્યુઆરી મહિનાથી જાહેર થયેલી ગાંધીધામ મહાનગરપાલિકામાં જોડિયા શહેરો ઉપરાંત છ ગામોનો સમાવેશ થયો છે. આશરે ૧૧૦ કિલોમીટર વિસ્તાર ધરાવતી આ મહાનગરપાલિકાના નાગરિકોને સફાઈ, ગટર, રોડ, પાણી જેવી માળખાકીય સુવિધાઓ 
પૂરી પાડવી નવા કમિશનર માટે મોટો પડકાર રહેશે. ગાંધીધામ તાલુકાના વધુ પાંચ ગામોને પણ મનપામાં સામેલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. વોર્ડ સીમાંકન, વિકાસના કામો, સંશાધનો ઊભા કરવા નવા કમિશનર મનીષ ગુરવાનીને ઝડપથી પરિણામ આપવાના દિશામાં આગળ વધવું પડશે.



................




શ્રી ગુરવાનીની નિમણુકથી વહેતો મત : સંકુલમાં હા...શ.!
મોટાપેટવાળા અધિકારીની પનોતીમાંથી હવે મળ્યો છુટકારો 



ભ્રષ્ટ ઠેકેદારોને છાવરનાર, થર્ડ પાર્ટી કે ખુદ ઈન્સપેકશન કર્યા વિના જ બારોબાર બીલો મંજુર કરી દેનાર એન્જીનીયરનું પણ હવે આવી બન્યું : શહેરમાં દબાણકારો, રોડ-રસ્તાઓમાં ભ્રષ્ટાચારનો ભોરીંગ આચરનારાઓ માટે પણ કપરા દીવસોની થઈ જશે શરૂઆત : 
શ્રી ગુરૂવાની કાર્યદક્ષ કડક પ્રજાભિમુખ અધિકારીની ધરાવી રહ્યા છે છબી


ગાંધીધામ : ગાંધીધામને મનપા મળ્યા બાદ પ્રથમ કમિશ્નર તરીકે મિતેશ પંડયાની નિમણુક થવાપામી હતી અને તેઓ મિલનસાર સ્વભાવાળા અને સરકાર તથા પ્રજાની વચ્ચે સારી રીતે સેતુરૂપ ભુમિકા ભજવવાની છબી ધરાવતા અધિકાર હોવાથી શરૂઆતમાં મનપાનું કાર્ય સારીરીતે ચાલતુ હતુ પરંતુ તેઓની બદલી થયા બાદ કમિશ્નર પદ ઈન્ચાર્જના ભરોસે જ ગબડાવતુ રહ્યુ હોવાથી સંકુલને જાણે કે રીતસરના મોટાપેટવાળા અધિકારીના મનમાની ભર્યા વહીવટ અને પનોતી તળે જ રહેવાની સ્થિતી બની ગઈ હતી. અહી સરકારની સારી ઈચ્છા છતા પણ આ મોટાપેટવાળા અધિકારીઓ એસી ચેમ્બરો છોડતા જ ન હાવેાથી ભ્રષ્ટાચાર આચરી અને લીંપાપોતી યુકત કામ કરનારાઓને મોકળુ મેદાન જ મળી ગયુ હતુ. શહેરમાં રોડ રસ્તાના કામો હોય, વરસાદી રોડ રસ્તાઓ માટેની ખાસ ગ્રાન્ટની વપરાશની વાત હોય કે છી, વરસાદી નાળા સફાઈમાં કરાડેોના કૌભાંડ, પ્રિમોનસુન પ્લાનની લીંપાપોત્તી જ કેમ ન હોય, કે પછી દબાણ હટાવાવમાં વ્હલાદવલાની રીતીનીતીઓ સહિતના મામલે આ મોટાપેટવાળાઓની નીતીઓના લીધે પ્રજા ત્રાહીમામ થવા પામી ગઈ હતી. વખતોવખતની રજુઆતો છતા પણ સમસ્યાનો કોઈ જ નિકાલ થવા પામતો જ ન હતો. આવો જ તાલ કઈક મનપાના એન્જીનીયરને લઈને પણ થવા પામી ગયો હતો. રોડ રસ્તાઓ હોય કે અન્ય કોઈ કામો ખુદ ઈન્સપેકશન કર્યા વિના જ આડેધડ બીલો મંજુર કરવામા આવતા હોવાની બૂમરાડ ઉઠતી રહેતી હતી. છતા તેની સામે કોઈ પગલા લેવામાં આવતા જ ન હતા. પરંતુ હવે મનીષ ગુરવાણી જેવા કાર્યદક્ષ અધિકારીની અહી નિમણુક થવા પામી ગઈ છે ત્યારે ચોકકસથી મનપાના ભ્રષ્ટતત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે અને સંકુલમાં પણ ભારે હાશ થવા પામી છે કે, હવે આ મોટપેટવાળા અધિકારીઓની બલિહારમાથી સંકુલને છુટકારો મળવા પામશે.

 

Comments

COMMENT / REPLY FROM