Trending News
સ્થાનિક સમાચાર

કચ્છના ટ્રાન્સપોર્ટર્સ માત્ર આરંભે સુરા ન બને : નેશનલ હાઈવેના  માટીપગા ભ્રષ્ટ તંત્ર માટે લાતો કે ભુત બાતો સે નહી માનતેની જ કરો

30 August

મોખા ટોલનાકાને બંધ કર્યા પછી પણ કોની સામે લેવાયા છે પગલા?


કચ્છમાં નેશનલ હાઈવે ઓથોરીટીનો આતંક બની રહ્યો છે શિરજોર : જિલ્લાવ્યાપી ઠેર-ઠેર રસ્તાઓની હાલત ખખડધજ છે છતા મોખા-સામખીયાળી-સુરજબારી-માખેલ પર તોતીંગ-તગડા ટોલની થાય છે આડેધડ વસુલી : ટ્રાન્સપોર્ટરોએ લડતનુ બ્યુગલ ફુંકયુ છે તે માત્ર અને માત્ર આરંભે હાકલા-પોકારા પાડીને પછી પાણીમાં બેસી જવાવાળુ ન બની જાય, અગાઉ મોખામાં પણ કરાયુ હતુ આંદોલન, શું મળ્યુ છે પરીણામ? મોખા ટોલ નાકાના ઠેકેદારન સામે કેટલી પેનલ્ટીની કરાઈ વસુલાત? કેટલી નોટીસો ફટકારાઈ? કેટલા રોડ-રસ્તાઓ કરાયા સારા? 

જો આ વખતે પણ માત્ર આવેદનો-રજુઆતો પુરતુ જ રાખશો તો એનએચએઆઈ વાળાઓને કોઈ જ ફર્ક પડશે નહી? આ તો લાતોના ભુત છે, 
ચમત્કારને નમસ્કાર વિના માનશે જ નહી.? : મોખાની લડત વખતે પણ ચેમ્બર ઓફ કોમર્સમા મીટીગો મોટાપાયે યોજાઈ અને નેશનલ હાઈવે વાળાઓ મોટી મોટી 
વાતોના વડા કરી ગયા, પરીણામો આજે ટ્રાન્સપોર્ટરોની સામે છે? ઠેકેદારની ર૦ કરોડની ડીપોજિટ તંત્રએ જમા રાખી છે તો કામ કેમ થીગડથાગડ? તેની પાછળનું રહસ્ય શું?



ગાંધીધામ : કચ્છમાં માળખાગત રોડ-રસ્તાના વિકાસને વેગવાન બનાવવા કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર, રોડ ટ્રાન્સપોર્ટ મંત્રી નીતીન ગડકરી સહિતનાઓ ભગીરથ ચિંતા સેવી રહ્યા છે, માતબર રકમોની ગ્રાન્ટ રોડ-રસ્તાઓ માટે ઠાલવાઈ રહી છે, પરંતુ જાણે કે આ જ સરકારની નેશનલ હાઈવે ઓથોરીટી જેવી એજન્સી અને તેના ભાટીપગા બની બેઠેલા અધિકારીઓના ભ્રષ્ટ વહીવટના લુણાને લીધે ઠેકેદારો સાથે સેટીંગ કરી અને આવી ગ્રાન્ટ ગેરીરીતીની ભાગબટાઈઓમં વહેચી લેવામા આવે છે, રોડ રસ્તાઓના કામો ઉબડખાબડ જ થતા હોય છે, અને તે રસ્તાઓની કોઈ જ મરમત્ત થતી ન હોવા ઉપરાંત પણ વાહનચાલકો પાસેથી તગડા ટોલ ટેક્ષ પણ ઉઘરાવવામા આવતા હોવાની ઘટનાને લઈને કચ્છનો ટ્રાન્સપોર્ટ જગત ફરીથી રોડ-રસ્તા પર આવી રહ્યો છે અને જો આ બાબતે ઘટતું નહી થાય તો આંદોલન હાથ ધરવાની પણ ચીમકી ઉચ્ચારી ચૂકયુ છે. નો રોડ-નો ટોલના નેજા સાથે આ લડત છેડાઈ ચુકી છે.
 ભોગગ્રસ્ત ટ્રાન્સપોર્ટસ દ્વારા વિવિધ સબંધીત કચેરીઓએ ઉધડો લીધો છે અને આગામી ૧૦મી સુધીની અલ્ટીમેટમ પણ આપવામા આવ્યુ છે. આ દરમ્યાન કચ્છનો તજજ્ઞ અને પ્રબુદ્ધવર્ગ કહી રહ્યો છે કે, સામખીયાળી, મોખા, માખેલ, સુરજબારી સહિતના વિસ્તાોરમાં ટોલ ઉઘરાવાઈ રહ્યા છે, પરંતુ રોડ-રસ્તાઓ સહિતની જે સેવાઓ આપવાની થાય છે તેનો સદંતર અભાવ જ હોવાની રાવ ઠેર ઠરથી ઉઠવા પામી રહી છે એટલે હવે તો ટ્રાન્સપોર્ટરોએ નેશનલ હાઈવે ઓથોરીટીની સામે આક્રમકતા સાથે જયા સુધી રોડ રસ્તાઓ દુરસ્ત ન થાય ત્યાં સુધી લડી લેવાનું જ મન બનાવી લેવુ જોઈએ. માત્ર અને માત્ર આરંભે સુરા થયા અને કોઈ પણ પ્રકારના સીધા કે પરોક્ષ દબાણ વશ થઈ અને આ આંદોલનને હળવુ કરી નાખ્યુ તો જે રીતે મોખા આંદોલન વખતે થયુ તેવો જ ઘાટ નેશનલ હાઈવે વાળા સહિતનાઓ રચી જશે અને ટ્રાન્સપોર્ટને વધુ એક વખત ઉલ્ટા ચશ્મા પહેરાવી અને મુૃખ જ બનાવી જશે. યાદ કરી લ્યો મોખા ટોલનાકે કેવી લડત ટ્રાન્સપોર્ટર દ્વાર આપવામા આવી હતી? આ સંગઠને કેવી શકિતનો પરચો દેખાડી દીધો હતો? પરંતુ યેન કેન પ્રકારે ઠાલા ઠાલા આશ્વાસનો માત્ર આપી અને તે આંદોલનને હળવુ કરાવી દેવાયુ અને તે વખતે અપાયેલા વચનો આજે તદન નઠરા જ સાબિત થવા પામી રહ્યા છે. 
તમે જ જોઈ લ્યો, મોખા ટોલનાકા સામેની લડતમાં જે મુદાઓ હતા તેમાથી કેટલાની અમલવારી થવા પામી છે? કેટલા વિષયો ટ્રાન્સપોર્ટરના માન્ય રખાયા છે? વર્ષ માથેનો સમય વીતી ગયો છે? નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા મોખા ટોલ નાકાવાળા ઠેકેદારની સામે કેટલીધાક બેસાડતી કાર્યવાહી કરવામા આવી છે? કેટલી પેનલ્ટી આપવામાં આવી છે? નામ પુરતી અને માત્ર સમ ખાવા પુરતું જ નોટીસ રહી રહીને એ પણ હાલના ઓગષ્ટ માસમાં અપાઈ છે? ટ્રાન્સપોર્ટરો તો હતાત્યાના ત્યાં જ રહી જવા પામયા છે?દિવસે દિવસે લાખો રૂપિયાની ટોલ વસુલાત છતાં નેશનઈ હાઈવે  પાસે પૂરતી સુવિધાઓ જ નથી.અકસ્માતગ્રસ્ત વાહનો ઉઠાવવા માટે આ ક્રેનનો ક્યારેય ઉપયોગ કરવામાં આવતો નથી.એમ્બ્યુલન્સની સુવિધા પણ ઉપલબ્ધ નથી. હવે જરૂરી છે કે દ્ગૐછૈં તાત્કાલિક ખાડાઓ પુરવાની કામગીરી કરે, રોડ-રસ્તાોને પેચીંગના થીગડા નહી વ્યવસ્થિત રીતે બનાવી આપે, લાપરવાહ ઠેકેદારોની સામે કડકાઈ કરી દેખાડે,  એમ્બ્યુલન્સ અને ક્રેન જેવી સુવિધાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરે અને જવાબદાર અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. જયા સુધી આવી કોઈ જ કાર્યવાહી ન થાય ત્યા સુધી હવે કચ્છના ટ્રાન્સપોર્ટરોએ લડત પાછી ખેંચવી જોઈએ નહી તે જ સમયનો તકાજો બની રહ્યો છે. 



..................



નેશનલ હાઈવે આથોરીટી સુવીધાના નામે
સદંતર રહ્યુ છે મીડું :ઉઘરાણાઓમાં પાવરધું


ગાંધીધામ : કચ્છમા નેશનલ હાઈવેની સામે ભોગગ્રસ્તોનો રોષ ફાટયો જ છે ત્યારે જાણકારો પુછી રહ્યા છે કે, છેલ્લા એક વર્ષમાં કચ્છમાં કેટલી ક્રેન મોકલાઈ અને ક્યાં ઉપયોગમાં લેવાઈ તેની દ્ગૐછૈં પાસે કોઈ નોંધ નથી. તાજેતરમાં રક્ષાબંધન પૂર્વે માળીયામાં થયેલા અકસ્માતમાં ૪ લોકોનાં મોત થયા, ત્યારે પણ દ્ગૐછૈંની ટીમ ઘટના સ્થળે પહોંચી નહોતી. તાજેતરમા ખેડોઈ પાસે થયેલા અકસ્માત બાદ પણ દ્ગૐછૈં દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી. ન તો ક્રેન મોકલાઈ, ન એમ્બ્યુલન્સ, ન અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી, ન જ ખાડા 
પુરાયા. કેટલી નિર્ભર છે આ નેશનલ હાઈવે ઓથોરીટી એજન્સી.


......................


કચ્છના લોકો -ટ્રાન્સપોટરો પ્રશ્ન કરે છેઃ

•  જ્યારે ટોલ વસૂલવામાં આવે છે, ત્યારે જનસુરક્ષા માટેની મુખ્ય સુવિધાઓ કેમ ઉપલબ્ધ નથી?
• કોન્ટ્રાક્ટરો સામે અ-સમાન, વ્હલાદવલાની કાર્યવાહી કેમ કરવામાં આવે છે?
• અકસ્માત સમયે દ્ગૐછૈંની ટીમો ક્યારેય સ્થળ પર કેમ દેખાતી નથી?


.................



નેશનઈલ હાઈવેની કેટકેટલી છે બલીહારી! જુઓ તો ખરા


૬૦ ટનના માપથી ટોલનીવસુલાત, ક્રેઈન ૧પટનની ક્ષમતાવાળી છે, જે પણ અકસ્માતમાં કયારે સ્થળ પર કામ જ નથી આવતી?


ગાંધીધામ : ટોલ નાકે દરરોજ લાખો રૂપિયા વસુલવામાં આવે છે - એક ટોલ પરથી ૬૦ ટન સમર્થન મુજબ વસુલાત થાય છે, છતાંય દ્ગૐછૈં પાસે માત્ર ૧૫ ટનની ક્ષમતા ધરાવતી એક ક્રેન છે અને તે પણ હંમેશાં ગેરહાજર રહે છે. હકીકત એ છે કે દ્ગૐછૈૈંંની ક્રેન ક્યારેય અકસ્માતગ્રસ્ત વાહનો ઉઠાવવા ઉપયોગમાં લેવામાં આવતી નથી.છેલ્લા એક વર્ષમાં કચ્છ જિલ્લામાં કેટલી ક્રેન મોકલવામાં આવી અને ક્યાં ઉપયોગમાં લેવામાં આવી તેનો દ્ગૐછૈં પાસે કોઈ જ રેકોર્ડ નથી.




 

Comments

COMMENT / REPLY FROM