Trending News
સ્થાનિક સમાચાર

પૂર્વ કચ્છમાં ફિલ્મોની જેમ થતી લાકડાની ચોરીનો એલસીબીએ કર્યો પર્દાફાશ

29 August


કંડલા પોર્ટ પર આવતા જહાજોમાંથી વિલાયતી લાકડા દરિયામાં નાખી હોડી મારફતે કાંઠા પર લાવી ટીમ્બરમાં કરાતું વેચાણ : વરસાણા પાસેથી ડમ્પર નિકળ્યું અને એલસીબીએ ૮૦ હજારના ૮૦પ૦ કિલો લાકડા કર્યા કબ્જે : વન વિભાગને કરવાની થતી કામગીરી પૂર્વ કચ્છ પોલીસે કરી બતાવી 


ગાંધીધામ : પુષ્પા સહિતની ફિલ્મોમાં દરિયામાં લાકડા નાખી ચોરી કરવામાં આવતી તેવી રીતે કચ્છમાં પણ આ પ્રમાણે લાકડા ચોરીનો પ્રયાસ કરાયો હતો. પરંતુ પૂર્વ કચ્છની બાહોશ એલસીબીએ એસપી સાગર બાગમારના માર્ગદર્શનમાં આ કિમિયાનો પર્દાફાશ કરી લાકડા કબ્જે કર્યા છે. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ પોલીસને બાતમી મળી હતી કે, કંડલા પોર્ટ પર આવતા જહાજોમાંથી વિલાયતી લાકડા દરિયામાં નાખી આ લાકડાની ચોરી કરી હોડી મારફતે કાંઠા પર લાવી તેને લાકડાના ટીમ્બરમાં વેચવા માટે સુલતાન કુંભાર લઈ જાય છે. આ લાકડા ટીમ્બરમાં વેચવા માટે ડમ્પર નંબર જી.જે. ૧ર બીવી ૬પ૭૧માં ભરવામાં આવ્યા હતા. આ ડમ્પર વરસાણા ઈસ્પાત કંપની પાછળ મીઠાના અગરિયા તરફ કાચા રસ્તા પરથી નિકળતાં એલસીબીએ વાહન રોકાવી પુછપરછ કરતાં ચોરીની કબૂલાત આપવામાં આવી હતી. પોલીસે ભચાઉના બટિયા વિસ્તારમાં રહેતા સલીમ રમજાન કુંભારની ધરપકડ કરી છે. જયારે સુલતાન હાસમ કુંભાર મળી આવ્યો નથી. ૮૦,પ૦૦ના ૮૦પ૦ કિલો લાકડા, પ લાખનું ડમ્પર કબ્જે કરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં પીઆઈ એન.એન. ચુડાસમા, પીએસઆઈ ડી.જી. પટેલ સહિતના જોડાયા હતા. 

 

Comments

COMMENT / REPLY FROM