Trending News
સ્થાનિક સમાચાર

કચ્છના ટ્રાન્સપોર્ટર ખખડધજ રોડ મુદ્દે લડાયક મુડમાં : એસપી કચેરી-નેશનલ હાઈવે ઓથોરીટીને આવેદન

29 August



નો રોડ -નો ટોલ અંતગર્ત અપાયેલ અલ્ટીમેટમના ભાગરૂપે આજ રાજ કચ્છ જિલ્લાના તમામ ટ્રાન્સપેાર્ટસના હોેદેદારો દ્વારા પૂર્વ કચ્છ એસપીશ્રીની કચેરી તથા નેશનલ હાઈવે ઓથોરીટીને રૂબરૂમાં આપ્યું આવેદન : રસ્તાઓ દુરસ્ત કરો, નહી તો ટોલ નહી ભરાય, ધરણા-હડતાલ-આંદોલન પણ કરવાની ઉચ્ચારાઈ ચીમકી


નેશનલ હાઈવે ઓથોરીટી કચેરીએ ભોગગ્રસ્ત ટ્રાન્સપોર્ટરે અધિકારીનો બરાબરનો લીધો ઉધડો : પ્રોજેકટ ડાયરેકટરે રોડ-રસ્તાની બદદુરસ્ત સ્થિતીને તદન હળવાશથી જ લેતા ટ્રાન્સપોર્ટરે વધારે વિફર્યા :  નેશનલ હાઈવે ઓથોરીટી ગાંધીનગરસ્થિત અધિકારી સુનીલ યાદવ સાથે પણ સ્થાનિકે ટ્રાન્સપોર્ટરના હેાદેદારોએ કરી ટેલીફોનીક આક્રમક ધારદાર રજુઆત



ગાંધીધામ : કચ્છમાં રોડ-રસ્તાઓની સ્થિતી અતિ દારૂણ બનેલી છે, તદન ખખડધજ રોડ-રસ્તાઓ ઉપરાંત પણ તગડા ટોલ આડેધડ ઉઘરાવાઈ રહ્યા છે, છાશવારે અહી ટ્રાફિક જામની સમસ્યાઓ પણ થવા પામતી જ રહેતી હોય છે, ત્યારે હવે કચ્છના તમામ ટ્રાન્સપોર્ટરો આ બાબતે જરા સહેજ પણ ચલાવી લેવાના મુડમાં ન હોય તેવી રીતે એકસુત્રતા સાથે લડી લેવાના મુડમાં દર્શાય છે. ગત રોજ મીટીગમાં નકકી કરાયેલ હતુ તે અનુસાર જ આજ રોજ કચ્છ જિલ્લાના ટ્રાન્સપોર્ટસ દ્વારા પૂર્વ કચ્છ એસપી કચેરીએ આ બાબતે આવેદન પત્ર આપ્યુ હતુ. એસપી કચેરીએ આવેદન આપ્યા બાદ ટ્રાન્સપોર્ટર હોદેદારો દ્વારા નેશનલ હાઈવે ઓથોરીટીની કચેરીએ પણ રૂબરૂમાં આવેદન આપી અને આગામી ૧૦મી તારીખ સુધીને અલ્ટીમેટમ અપાયુ હોવાનુ જણાવ્યુ હતુ. જો રોડ રસ્તાઓ દુરસ્ત નહી થાય તો ટોલટેક્ષ નહી ભરવામાં આવે અને હડતાલ તથા ધરણા સહિતની ચીમકીઓ ઉચ્ચાવરામાં આવી હતી.



..............

કચ્છ જિલ્લા ડમ્પર ઓનર્સ વેલ્ફેર એસો-ગાંધીધામ, કંડલા-મુંદરા કન્ટેનર ટ્રાન્સપોૃટ વેલ્ફેર એસો, રતનાલ ટ્રક ઓનર વેલ્ફેર ફાઉન્ડેશન, 
ન્યુ જી જી ટી એ વેલ્ફેર અસોના પ્રમુખોએ હાજર રહીઅને કરી રજુઆત


નેશનલ હાઈવે ઓથોરીટી સામે કચ્છના ટ્રાન્સપોટર્સ આક્રમક મિજાજમાં



ગાંધીધામઃ છેલ્લા બે વર્ષથી નેશનલ હાઇવે ઓથોરોટી ઇન્ડિયા ને કચ્છ ના તમામ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દવારા વારંવાર રજૂઆતો કરવા છતાં પણ એક પણ ટોલ રોડ ઉપર સુધારો થયેલ નથી . અને હાઇવેની હાલત હાલ ની પરિસ્થિતિ પ્રમાણે રોડ કરતા ખાડાઓ ઘણા છે જેના થી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ને જાનમાલ અને આર્થિક રીતે ભયકંર નુકશાની ભોગવવી પડે છે અને રોડ માં પડેલ ખાડા ઓ ને કારણે રોડ ઉપર વાંરવાર રોજબરોજ ભયકંર અકસ્માત થાય છે , તાજેતર માં સુરજબારી ટોલ ની પાસે અને ખેડોઇ પાસે ભયંકર અકસ્માત થયેલ અને એમાં લોકોએ જાન ગુમાવેલ છે આવા અકસ્માતો નું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય જાય છે જેનું જવાબદાર માત્ર ને માત્ર દ્ગૐછૈં  છે અને અકસ્માતો ખાડા ને કારણે થતા હોય છે અને કેસ  ડ્રાયવર અને ગાડી માલિકો ઉપર થતા હોય છે જેથી ટ્રક ડ્રાયવર અને માલિક આર્થિક રીતે પાયમાલ થતા હોય છે ,જેના અનુસન્ધાને તારીખ ૨૮/૦૮/૨૦૨૫ ના કચ્છ જિલ્લા ના તમામ એસોસીએસન ની જનરલ બેઠક મળી હતી અને તેમાં સર્વનું મતે એક સુર માં નિર્યણ લેવા માં આવ્યો કે તારીખ ૦૯ /૦૯/૨૦૨૫ સુધી જો હાઇવે રોડ રસ્તા નું નવનીકરણ અને ખાડા મુક્ત નહીં કરવા માં આવે તો અને એ પણ ૧૦૦% ખાડા મુક્ત નહીતો આગામી તારીખ ૧૦/૦૯/૨૦૨૫ થી તમામ એસોસીએસન નિર્ણય પ્રમાણે સ્વેષિક રીતે ર્દ્ગં  ર્ઇંછડ્ઢ ર્દ્ગં  ર્‌ંન્ન્ ની મુહીમ સાથે અભિયાન સાથે જે પણ ટોલ રોડ હાઇવે ની હાલત ખરાબ છે તેનો ટોલ નહીં ચૂકવે  અને હડતાલ ઉપર જવાનો નિર્ણય કરવા માં આવ્યો છે. તાજેતર માં સુપ્રીમ કોર્ટ દ્વારા પણ જણાવવા માં આવ્યું હતું કે જો રોડ રસ્તા ની હાલત ખરાબ હોય તો ટોલ વસુલ કરવાનો કોઈ અધિકાર નથી આ બાબત ની જાણ  કચ્છ જિલ્લા ના તમામ ટ્રાન્સપોર્ટ એસોસિએશન  સંગઠનો દવારા નેશનલ હાઈવે ઓથોરીટીને રજુઆત કરવામા આવી છે.

 

Comments

COMMENT / REPLY FROM