Trending News
સ્થાનિક સમાચાર

અદાણી પોર્ટફોલિયોનું વિક્રમી પ્રદર્શનઃ TTM   EBITDA  રૂા. ૯૦,૦૦૦ કરોડના સિમાચિહ્નનને પાર

29 August


નાણા વર્ષ-૨૬ના પ્રથમ ત્રિમાસિકમાં એબીટા  રુ. ૨૩,૭૯૩ કરોડના સર્વકાલીન ઉચ્ચ સ્તરે

અમદાવાદ : માળખાકીય સુવિધાઓના નિર્માણ ક્ષેત્રના ભારતના સૌથી મોટા અદાણી સમૂહે આજે ટ્રેલિંગ-ટ્‌વેલ્વ-મહિના (ટીટીએમ) અને નાણાકીય વર્ષ-૨૬ના ત્રિમાસિક સમયગાળા દરમિયાન  અદાણી પોર્ટફોલિયોએ તેના ક્રેડિટ પ્રદર્શન સહિતના નાણાકીય પ્રદર્શનની જાહેરાત છે.તદૃનુસાર અદાણી પોર્ટફોલિયોએ પ્રથમ વખત છેલ્લા બાર મહિનાના ધોરણે રુ. ૯૦,૦૦૦ કરોડનો એબીટા ના સીમાચિહ્નન આંકને વટાવ્યો કર્યો છે, ત્રિમાસિક સમયગાળામાં પણ એબીટા (ચોખ્ખો નફો) પણ રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે. આ મજબૂત પ્રદર્શન ખાસ કરીને તેના ઇન્ક્યુબેટિંગ વ્યવસાયો અદાણી એન્ટરપ્રાઇઝીસ લિ હેઠળના એરપોર્ટ્‌સ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી એનર્જી સોલ્યુશન્સ, અદાણી પોર્ટ્‌સ અને સેઝ તેમજ અંબુજા સિમેન્ટ્‌સમાં સતત વૃદ્ધિને આભારી છે. આ વ્યવસાયોના મજબૂત યોગદાનથી અદાણી એન્ટરપ્રાઇઝીસ લિ.ના વર્તમાન ઘટાડાને સરભર કરવામાં આવ્યો છે. અદાણી એન્ટરપ્રાઈઝ લિ.ના વર્તમાન વ્યવસાયમાં નકારાત્મક વૃદ્ધિ મુખ્યત્વે ઇન્ટિગ્રેટેડ રિસોર્સ મેનેજમેન્ટના વેપાર વોલ્યુમમાં ઘટાડો અને સૂચકાંકના ભાવમાં અસ્થિરતાને કારણે છે. એબીટામાં સતત વૃધ્ધિ રુ. ૧.૫- રુ. ૧.૬ લાખ કરોડના આયોજિત વાર્ષિક મૂડી ખર્ચ માટે મજબૂત ટેકો પૂરો પાડે છે. ક્રેડિટ તરફે પોર્ટફોલિયો-લેવલ લિવરેજ એબીટાના ચોખ્ખા દેવાના ૨.૬ ગણા સાથે વૈશ્વિક સ્તરે સૌથી નીચા સ્તરે રહ્યું છે, જ્યારે રોકડમાં રુ. ૫૩,૮૪૩ કરોડની ઊંચી લિક્વીડીટી જળવાઇ રહી છે.
નાણાકીય પ્રદર્શનની વિગતો અનુસાર વાર્ષિક ધોરણે ૧૦% વૃધ્ધિ સાથે અત્યાર સુધીનો સૌથી વધુ ટ્રેઇલિંગ-ટ્‌વેલ્વ-માસ (ટીટીએમ) એબીટા રુ. ૯૦,૫૭૨ કરોડે પહોંચ્યો છે. જયારે નાણાકીય વર્ષ-૨૬ના પ્રથમ ક્વાર્ટરમાં એબીટા રુ. ૨૩,૭૯૩ કરોડ રહ્યો છે જે આજ સુધીનો સૌથી વધુ છે. અદાણી એન્ટરપ્રાઇઝિસ હેઠળના ઇન્ક્યુબેટિંગ એવા ઉપયોગીતા, પરિવહન જેવા મુખ્ય માળખાકીય વ્યવસાયોનો આ સમયગાળામાં એબીટાનો હિસ્સો ૮૭% છે ઇન્ક્યુબેટિંગ માળખાકીય વ્યવસાયો એરપોર્ટ, સોલાર અને વિન્ડ મેન્યુફેક્ચરિંગ તથા રોડની અસ્ક્યામતો પહેલીવાર રૂ.૧૦,૦૦૦ કરોડ એબીટાને વટાવી ગઇ છે.

Comments

COMMENT / REPLY FROM