કંડલા-મુંદરાનો વાયુવેગે વિકાસઃ કચ્છના રોડ-રસ્તાઓનું વિસ્તરણ કરો : ફોરલેનને બનાવો એઈટલેન : વૈકલ્પિક માર્ગો પણ વેળાસર બનાવો’
કંડલા-નવલખી કોસ્ટલ હાઈવે અંગે ગડકરીને કરો સચોટ દરખાસ્ત..!
કચ્છથી માળીયા માર્ગ ટુંકો પડે છે, કંડલા-સુરજબારીને પણ વિસ્તારો
ભુકંપ બાદના કચ્છના ઔદ્યોગીક કરણથી વિકાસ બન્યો છે ઝડપી, પાછલા અમુક સમયથી કંડલા-મુંદરા પોર્ટ આસપાસ આવી રહેલા વિશ્વપ્રસિદ્ધ મહાપ્રકલ્પો, દરીયાઈ વેપાર વાણિજય હજુય વધશે, તે જોતા હયાત રોડ-રસ્તાઓ પર વધી ગયું છે ભારણ, કંડલા-માળીયા રોડ પર નાના-સુના અકસ્માતમા કલાકોના ટ્રાફીક જામ સર્જાય છે, પુલ-રોડના સમારકામમા સિંગલ વે ચાલુ રાખે તો પણ ટેન્કરો-ટ્રકોના થપ્પાં લાગી જાય છે, જેમાં રોજીંદા વાહનો પણ અટકવાઈ જાય છે, ઘણી વખત એમ્બયુલન્સ પણ કલાકો સુધી ફસાઈ જતી હોય છે..!
જો કંડલાથી નવલખી હાઈવે કેન્દ્રીય રોડ-ટ્રાન્સપોર્ટ મંત્રી સમક્ષ ભારપુર્વક અભ્યાસ સાથેની રજુઆત થાય તો શ્રી ગડકરી તો આવા વિકાસકામોને લીલીઝંડી આપવા તત્પર જ છે, જો આ રોડ બની જશે તો સૌરાષ્ટ્રથી કચ્છનું અંતર અનેકગણું ઘટી જાય, હયાત માર્ગો પર ભારણ ઘટશે અને જો સરકાર કદાચ આ રોડ રસ્તાનું સંચાલન કરી શકે તેમ ન હોય તો મુંદરા-કંડલા પોર્ટને સોપે જવાબદારી, ટોલનાકું તેમને આપી દે, ટ્રાફિક પણ આ બંદરોનો જ વધારે છે તો આ પોર્ટસ ચોકકસથી કરી લેશે સફળતાથી સંચાલન : ટ્રાફીક જામની રોજીંદી બની ગયેલી શીરદર્દ સમાન સમસ્યાનો આવશે અંત
ગાંધીધામ : ભુકંપ બાદના કચ્છના ઔદ્યોગીક કરણથી વિકાસ બન્યો છે ઝડપી, પાછલા અમુક સમયથી કંડલા-મુંદરા પોર્ટ આસપાસ આવી રહેલા વિશ્વપ્રસિદ્ધ મહાપ્રકલ્પો, દરીયાઈ વેપાર-વાણીજયના વધતા વ્યાપને જોતા હયાત રોડ-રસ્તાઓ પર વધી ગયુ છે ભારણ, કંડલા-માળીયા રોડ પર નાના સુના અકસ્માતમાં કલાકોના ટ્રાફિક જામ સર્જાય છે, પુલ-રોડના સમારકામમાં સિંગલ વે ચાલુ રાખે તો ટેન્કરો-ટૂંકોના થપ્લે થપ્પા લાગી જાય છે, જેમા રોજીંદા વાહનો પણ અટકવાઈ જાય છે. ઘણી વખત એમ્બયુલન્સ પણ કલાકો સુધી ફસાઈ જાય છે..!કચ્છમાં આવેલા બે બંદરગાહ મુન્દ્રા અને કંડલાના લીધે રસ્તા ઉપરનું ભારણ વધી ગયું છે અને તેના કારણે કચ્છના પ્રવેશદ્વાર સમો સૂરજબારીનો નેશનલ હાઇવે ટૂંકો પડી રહયો છે. કંડલાથી નવલખી સુધીનો કોસ્ટલ હાઇવે તૈયાર કરવામાં આવે તો ભારે વાહનોનું ભારણ સૂરજબારીના ધોરીમાર્ગ ઉપર ઘટી જાય તથા સાથોસાથ જ ટ્રાફિક જામની સમસ્યા, ડિઝલનો થાય છે ધુમાડો તેનાથી પણ બચી શકાય તેમ છે.કચ્છના પ્રવેશહાર ઉપર ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે કંડલા નવલખી કોસ્ટલ હાઈ-વે બનાવવા માટે હકીકતમાં ઝડપથી અમલવારી કરવાનો વિચાર કરવો જોઈએ. આ માટે કચ્છમાંથી વિવિધ જાગૃત આગેવાનો, ટ્રાન્સપોર્ટ સંગઠનો સહિતનાઓએ એક મંચ પર આવી અને સ્થાનિક રાજકીય જગતને સાથે રાખી કેન્દ્ર કક્ષાએ સચોટ અને અભ્યાસપૂર્વકની દરખાસ્ત તથા ચિત્ર રજુ કરવું ઘટે. કચ્છ જિલ્લામાં ઔદ્યોગિક તેમજ પ્રવાસનના વિકાસની જે પ્રગતિ થઈ છે તેના કારણેે ટ્રાન્સ્પોર્ટેશનની કામગીરીમાં છેલ્લાં ૨૫ વર્ષમાં અનેકગણો વિસ્તાર થયો છે. કચ્છના પ્રવેશદ્વાર સામખિયાળી પાસેના સૂરજબારી બ્રિજ ઉપર અનેક વખત ટ્રાફિકજામ થતાં પરીવહનની સમસ્યાઓ થઈ છે, કલાકો વાહનો ચાલુ રાખવાં પડતા હોવાથી ડીઝલનો ધૂમાડો થતા આર્થિક નુકસાની થાય છે. આ ઉપરાત સમયસર માલ સામાન પહોંચાડવાની કામગીરીને અસર પડી રહી છે. ટ્રાન્સપોર્ટશનનો લાભ અને સૌરાષ્ટ નજીક થાયજો કંડલા-નવલખી કોસ્ટલ હાઈવે બનાવાય, તો કચ્છના પ્રવેશદ્વાર ઉપર ટાફિકનું ભારણ ઘટવાની સાથોસાથ કંડલા પોર્ટથી માળિયાનું અંતર અનેકઘણું ઘટી જાય તેમ છે. ભુકંપ બાદની ઐદ્યોગીક ક્રાંતી પછી હવે પાછલા અમુક સમયમાં મુંદરા-કંડલા પોર્ટનો થયેલો બેનમુન વિકાસ અને દેશ-વિદેશના મોટા મોટા મહાપ્રકલ્પો સમાન ઉદ્યોગો પણ આ બંદરોની આસપાસ આવી રહ્યા છે, એટલે આગામી સમયમાં અહીં ચોકકસથી ઔદ્યોગીક ધમધમાટમાં હજુય અનેકગણો વધારો થવા પામી જશે. અહીં રોજગાર સર્જન વધશે, ટ્રાન્સપોર્ટેશન વધશે, અને તે માટે રોડ-રસ્તાઓની વિશેષ જરૂરીયાતો ઉભી થશે જ. જો તે વખતે મોટી મુસીબતોનો સામનો ન કરવો હોય તો તેનો વિચાર અત્યારે જ કરી અને કચ્છના વર્તમાન રસ્તાઓ છે તેનો વ્યાપ વધારવાનો સમય પાકી ગયો છે. જે ફોરલેન રોડ છે તેને એઈટ લેન બનાવવા ઘટે અને જે કચ્છ માળીયા-તથા આડેસર વાળો રોડ છે તેના વૈકલ્પીમક માર્ગોનો પણ અહીં વિચાર કરવો જ ઘટે. કંડલા નવલખી રોડ જો ઝડપી બની જશે તો ટ્રાન્સપોર્ટેશન-કંડલા-મુંદરા બંદર તરફ આવતા ટ્રાન્સપોર્ટેશનનું ભારણું ઘણું ઓછુ થઈ શકે તેમ છે. જો સરકાર તબક્કે આ રોડ બની શકે તો વધારે સારૂ પરંતુ સરકારને માટે કોઈ જ સમસ્યાઓ હોય તો મુંદરા-અથવા તો કંડલા પોર્ટને આ રોડની જવાબદારી આપી દેવી જોઈએ, ટ્રાફિક પણ આ બન્ને બંદરને લગતો જ વધાર છે, તેઓ ચોકકસથી આ જવાબદારીનું વહન કરી લેશે, ઉપરાંત ટોલનાકુ રોડમાં બને તે આ પોર્ટને સંચાલન માટે આપી શકાય. તો એમનો ખર્ચ પણ નીકળી જશે, સરકાર પર ભારણ નહી આવે, અને કચ્છના ટ્રાફીક જામની માથાફાડ સમસ્યાનો પણ અંત આવી શકે તેમ છે. નહી તો કંડલા આસપાસ તુણા પાસે ડીપી વલ્ડ જેવા મોટા પ્રોજેકટ, કંડલાને દેશનુ હાઈડ્રોજન હબ બનાવવાની દીશામાં પણ કામ ચાલી રહ્યું છે, તો વળી મુંદરાની આસપાસ પણ આવા જ મહાપ્રકલ્પો વિકસી રહ્યા છે, પણ જો આ બધાયની વચ્ચે રોડ-રસ્તાઓ જ જરૂરીયાતની સ્થિતીએ હયાત નહી હોય તો મુસીબત કેવી થશે? એટલું જ નહી પણ કંડલા-નવલખી વિકલ્પીરસ્તો કચ્છને સમગ્ર સૌરાષ્ટ સાથે જોડતો હોઈ સૌરાષ્ટથી કચ્છ વચ્ચેનું અંતર ઘટી જાય તેમ છે. કન્ટેઈનર અને ટર્મિનલ્સના મેગા પ્રકલ્પથી અનેક સાંભવનાઓતાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા તુણા-ટેકરા ખાતે શરૂ કરેલાં મલ્ટિ કાર્ગો કન્ટેઈનર અને ટર્મિનલ્સના મેગા પ્રકલ્પથી અનેક સાંભવનાઓ ઊભી થઈ છે. આગામી સમયમાં કચ્છને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર વાહન વ્યવહાર વધતા માલપરિવહન અને નાગરિક પરિવહનમાં અનેકગણો વધારો થવાની સંભાવનક છે, જેથી કંડલાથી નવલખીને જોડતો નવો કોસ્ટલ હાઈ-વે સત્વરે બનાવવા માટે કાર્યવાહી થાય તે સમયનો તકાજો બની
રહ્યો છે.
.......................
માળીયાથી અમદાવાદ એલ એન્ડ ટીને અપાયો, તેમ કંડલા-નવલખી રોડની જવબાદારી મુંદરા-કંડલા પર નાખો
કંડલા તો અન્યોને કરોડોની લોન આપી રહ્યુ છે, તો પોતાને લગતા પ્રશ્નોના સુખદ ઉકેલ માટે નહી તિજોરી ખોલે : આ પોર્ટસ પાસે રૂપીયા પણ છે, અને ટોલનાકા તેમને સંચાલનમાં અપાય તો તેમાંથી રકમ રીકવર પણ કરી શકે તેમ છે
ગાંધીધામ : વરસો પહેલા માળીયાથી અમદાવાદ માટેના રસ્તાનું સંચાલન એલ એન્ડ ટી જેવી સરકારી સાહસ કંપનીને અપાયુ હતુ. એ રસ્તો આજે ટ્રાન્સપોર્ટેશન તથા વાહનચાલકો માટે રાહતરૂપ બની રહ્યો છે. ત્યાં એલ એન્ટી હસ્તકના ટોલનાકાઓ પણ સંચાલનમાં છે એટલે તેઓએ કરેલા ખર્ચની રકમ તેમાથી તેમને મળી રહી છે. તો પછી કંડલા-મુંદરા પોર્ટ પર આવી કોઈ જવાબદારી કેમ ન નાખી શકાય? જાણકારો કહે છે કે, કંડલાથી નવલખીના માર્ગ વિકસાવવાની જવાબદારી આ બન્ને બંદરો પર નાખી દો. અને અહી ટોલનાકાનું સંચાલન તેમના હસ્તક આપો એટલે તેઓએ રોકાણ કરેલી રકમ પરત મેળવી પણ શકે. સરકાર પર પણ આર્થિક ભારણ ન આવે અને સમસ્યાનો પણ મોટો અંત આવી શકે તેમ છે.
..............
ભારતમાલા પ્રોજેકટમાં કંડલા-નવલખીનો કેમ સમાવેશ નહી?
ગાંધીધામ : દેશ માત્ર જ નહી પણ એશીયાના સૌથી મોટા બંદરો કહી શકાય તેવા કંડલા-મુંદરા પોર્ટ કચ્છમાં કાર્યરત છે. અહી ટ્રાફીકનુ ભારત ઉત્તરોત્તર વધવા પામી રહ્યું છે. આવામાં જે રીતે સાંતલપુર રોડનો સમાવેશ દેશના મહત્વકાંક્ષી એવા ભારતમાલા પ્રોજેકટમાં જે કરાયો છે તેવી જ રીતે ભારતમાલા-દરીયાઈ-કોસ્ટલ હાઈવેની કડીમાં કંડલા-નવલખી રોડ નિર્માણને પણ કેમ જોડવામાં નથી આવતો? હકીકતમાં સાંતલપુરના પ્રમાણમાં તો કંડલા-મુંદરાને લઈને ટ્રાફીક વધારે પ્રમાણમાં રહે છે. ભારતમાલા પ્રોજેકટ તળે કંડલા-નવલખી માર્ગને વીકસાવવાની તાતી જરૂરીયાત છે.
........................
તમારો બહુ વિકાસ થઈ ગયો...!
રાજકારણીઓ, હવે કચ્છનું પણ
કઈક ભલુ કરવાનો વિચાર કરો?
ગાંધીધામ : કચ્છની રાજકીય ઈચ્છાશકિતનો અભાવ વિવિધ મહત્વપૂર્ણ મુદ્દે લોકરોષનો સતત ભોગ બનતી જ રહે છે. હવે જયારે કંડલા-મુંદરા જેવા બંદરોના ટ્રાફિકની સમસ્યાઓ અન્યોને પણ પીડાદાયક બની છે ત્યારે કચ્છને માટે વૈકલ્પીક માર્ગ નિર્માણની દીશામાં પણ આવો જ ભોગગ્રસ્ત વર્ગ કચવાટ સાથે કહી રહ્યો છે કે, રાજકારણીઓ, હવે ખમૈયા કરો, તમારો વિકાસ બહુ થઈ ગયો, હવે કચ્છનું કઈક ભલુ કરવાનો પણ કરો વિચાર. કંડલા-નવલખી માર્ગ નિર્માણની દીશામાં કચ્છનું રાજકીય જગત પણ આગળ આવે, જરૂરી દરખાસ્ત તૈયાર કરાવે, સ્થાનીક સંગઠનો, ટ્રાન્સપોર્ટ એસો.ના પ્રતિનીધીઓને સાથે રાખે અને કેન્દ્રીય કક્ષાએ અથવા તો જયાં પણ જરૂરી જણાય ત્યાં સચોટ રજુઆત કરી અને આ માર્ગ નિર્માણ થાય તે દીશામં અસરકારક અને પરીણામલક્ષી રજુઆત કરી દેખાડે તેવી લોકમાંગ ઉઠવા પામી રહી છે. ’
.........................
ટ્રાન્સપોર્ટની રીતે કચ્છ ગુજરાતમાં રેવેન્યુની દ્ર્ષ્ટીએ મોખરાનું સ્થાન ધરાવે છે, મહાકાય બંદરો, મોટી મોટી સિમેન્ટ ફેકટરીઓ, એશીયાના વિશાળ પ્લાન્ટ-ફેકટરીઓ-ઉદ્યોગો અહી ધમધમી રહ્યા છે, છતા પણ ટ્રાન્સપોર્ટરોને રોડ-રસ્તાઓની પણ સુવિધાઓ મળતી નથી : રોડ-રસ્તાઓ ખખડધજ અને ટોલના પણ પઠાણી અને તગડા ઉઘરાણાઓ થઈ રહ્યા છે..ખરેખર કચ્છના તમામે તમામ ટ્રાન્સપોર્ટર સંગઠનોએ એકત્ર થઈ અને નો રોડ-નો ટોલની જ ઝુંબેશ છેડવી જોઈએ : નેશનલ હાઈવે ઓથોરીટી અને ટોલ ઉઘરાણા કરનારા ઠેકેદારો ચમત્કારને જ નમસ્કારમાં માને છે..!
ટોલ ઉઘરાણા કરનારાઓની સામે જ ટ્રાન્સપોર્ટસ સાથેની સૌ મોટરીંગ પબ્લીકે કરવો જોઈએ હલ્લાબોલ : હાઈવે પર ટ્રાફીક જામનો નિકાલ કરવો, ટ્રાફિક જામ ન સર્જાય, તથા રોડ રસ્તા ખખડધજ ન રહે, સર્વિસ રોડની સેવાઓ બધુ જ તેને જોવાનું છે, આવુ કંઈ જ ટોલનાકાવાળાઓ કરતા નથી અને માત્ર બેઠા બેઠા તગડા ટોલના કરતા રહે છે ઉઘરાણા..!
..........................
સામખિયારીથી ગાગોદર જતા માર્ગ પર ફરી મોટો ટ્રાફિક જામ
ગાંધીધામ : સામખિયારીથી ગાગોદર તરફ જતા હાઇવે પર લોખંડના ઇંગલ ભરેલી એક ટ્રક રસ્તાની સાઈડમાં નમી જતા વાહનવ્યવહાર અટકી ગયો હતો. ટ્રક એક બાજુ ઝૂકી જતા હાઇવે પર લાંબો સમય ટ્રાફિક જામ સર્જાયો હતો. અચાનક બનેલી આ ઘટનાથી હાઇવે પર પસાર થતા નાના-મોટા વાહનોની લાઇન લાગી ગઈ હતી. મુસાફરોને ભારે અસુવિધાનો સામનો કરવો પડ્યો હતો. ઘટના અંગે જાણ થતાં પોલીસ તંત્ર તથા હાઇવે પેટ્રોલ ટીમે સ્થળ પર પહોંચી ટ્રાફિક નિયંત્રિત કરવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો. સ્થળ પર ક્રેન મંગાવી ટ્રકને સાઈડમાં હટાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા બાદ ધીમે ધીમે ટ્રાફિક વ્યવસ્થા સામાન્ય થવા લાગી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની કે મોટી નુકસાન થયું નથી.

Comments