Trending News
સ્થાનિક સમાચાર

જવાહરનગર પાસે લૂંટ વીથ મર્ડરના ચકચારી બનાવમાં ત્રિપુટી પકડાઈ

28 August



નિંગાળના સિકલા અને મોટી નાગલપરના બે સાગરીતોની કરાઈ ધરપકડ : પોલીસે ૧૧૦ કિ.મી. માં ર૧પ કેમેરા તપાસી આરોપીઓની માહિતી મેળવી 


ગાંધીધામ : સપ્તાહ અગાઉ ગાંધીધામમાં જવાહરનગર પુલિયા નજીક લૂંટ વીથ મર્ડરનો બનાવ બન્યો હતો. જેમાં ત્રિપુટીની ધરપકડ કરવામાં આવી છે. 
આ બાબતે મળતી વિગતો મુજબ ગાંધીધામ-ભચાઉ હાઈવે પર જુની એઆરસી હોટલ પાસે સર્વિસ રોડ પર પડાણા  ખાતે  આ બનાવ બન્યો હતો. બે પરપ્રાંતિય મોરબીથી આવી બસમાં ઉતર્યા અને પોતાના રૂમ પર જતા હતા ત્યારે આરોપીઓ આવ્યા અને બળજબરીથી ખિસ્સામાં રહેલા રૂપિયા અને મોબાઈલની લૂંટ કરવાની કોશીશ  કરી હતી. ભોગ બનનારે પ્રતિકાર કરતા આરોપીએ છરી વડે જીવલેણ હુમલો કરતા સુનિલ નટનું ગંભીર  ઈજાઓના કારણે મોત થયું હતું. બી-ડિવિઝન પોલીસમાં આ બાબતે લૂંટ વીથ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. એસપી સાગર બાગમારે માહિતી આપતા જણાવ્યું કે, આ બનાવમાં ડીવાયએસપી મુકેશ ચૌધરીના વડપણ  હેઠળ એલસીબી પીઆઈ એન.એન. ચૂડાસમા, બી-ડિવિઝન પીઆઈ  એસ.વી.ગોજિયાની આગેવાનીમાં અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. ભચાઉ, અંજાર, ગાંધીધામ, કંડલા વગેરે તરફ ચારેય દિશામાં કુલ ૧૧૦ કિ.મી.ના રૂટ પર ર૧પ કેમેરા તપાસવામાં આવ્યા હતા. ૮પ૦ જીબી જેટલો બેકઅપ  મેળવી તપાસ કરવામાં ત્યારે હકીકત સામે આવી હતી. નિંગાળના સિકંદર ઉર્ફે સીકલો લતીફ બાફણ, મોટી નાગલપરના રમજાન અલીમામદ ચાવડા અને ઓસમાણ ઉર્ફે ઓમા હાજી સાંધાણીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી ગુના કામે વપરાયેલ બાઈક અને મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે. મુખ્ય આરોપી સિકંદર સામે અગાઉ પણ ભુજ એ-ડિવિઝન અને અંજાર પોલીસમાં ગુના દાખલ થયેલા છે. આરોપીઓ રાતના સમયે એકલ-દોકલ જતા રાહદારીઓને છરી બતાવી ઝપાઝપી કરી મારપીટ અને ધાકધમકી કરી મોબાઈલ અને રોકડ રકમની લૂંટને  અંજામ આપતા હોવાનું સામે આવ્યું છે. આ કામગીરીમાં બી-ડિવિઝનના પીએસઆઈ એલ.એન. વાઢિયા, એલસીબી પીએસઆઈ ડી.જી. પટેલ તેમજ સ્ટાફ પણ સહયોગી રહ્યો હતો. 



.................


સીસીટીવી ફુટેેજના મદદગારોનું એસપીશ્રીએ કર્યુ સન્માન



ગુનાનો ભેદ ઉકેલવામાં જેમના સીસીટીવી ફુટેજ ઉપયોગ થયા હતા તેવા ૩ લોકોનં આજ રોજ એસપીશ્રી સાગર બાગમાર દ્વારા વિશિષ્ટ સન્માન કરવામા આવ્યુ હતુ. શામજીભાઈ વીરડા, ઉમેશભાઈ આહીર, સુનીલભાઈ કુનહીકરણની ઓફીસોના સીસીટીવી ફુટેજ આ ભેદના ઉકેલમાં મહત્વપૂર્ણ બન્યા હોવાથી એસપીશ્રીએ તેમનું વિશિષ્ટ અભિવાદન આજરોજ કર્યુ હતુ.



.......................


પૂર્વ કચ્છ પોલીસ કાયદોવ્યવસ્થાને સ્થાપિત
રાખવા સદાય પ્રતિબદ્ધ : સાગર બાગમાર




બી ડીવીઝન ગાંધીધામ-પૂર્વ કચ્છ એલસીબીની ટીમને રોકડ પુરસ્કારની એસપીશ્રીએ કરીજાહેરાત




ગાંધીધામ : જવાહરનગરમાં લુંટ વીથ મર્ડરની બનેલી ઘટનાનો ભેદ પૂર્વ કચ્છ પોલીસે ઉકલી લીધો છે જે અંગેની માહીતી આજરોજ એસપી કચેરી મધ્યે એસપીશ્રીએ સાગર બાગમારએ ડીટેકશનની તમામ માહીતીઓ મીડીયાને આપી હતી અને જણાવ્યુ હતુ કે, સીસીટીવી ફુટેજ આ ભેદ ઉકેલવામાં મહત્વપૂર્ણ બન્યા છે. એસપીશ્રીએ સીસીટીવી ફટેજ ઉપલબ્ધ કરાવનારાઓનુ સન્માન કર્યુ હતે તો વળી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ મથક તથા એલસીબીની ટીમને રોકડ પુરસ્કારની પણ જાહેરાત કરી હતી.

Comments

COMMENT / REPLY FROM