ખેડોઈ પાસે ગંભીર અકસ્માત : ત્રણના મોત થતાં અરેરાટી ફેલાઈ
ખાટલે મોટી ખોટ : માતેલા સાંઢની માફક આડેધડ દોડતા ડમ્પર-ટ્રેઈલરોના અકસ્માતોની બની રહી છે સીલસિલાવાર ઘટના, તંત્ર કેમ છે તદન ઘુંટણીયે.! : પોલીસ-આરટીઓ સહિતનાઓના પેટનું કેમ નથી હાલતું પાણી? : ઝુંબેશરૂપ તવાઈ કેમ બોલાવાવમાં નથી આવતી? સામખીયાળી પાસે પણ આ જ રીતે ટ્રેઈલરમાથી કન્ટેઈનર એક ફોર વ્હીલર પર ખાબકયુ અને માંડવીની મહીલાનુ થઈ ગયુ હતુ કરૂણ મોત, જો તે ઘટના બાદ તંત્રએ કડકાઈ આદરી હોત તો કદાચ ફરીથી આવી કરૂણ ઘટના બનવા પામી ન હોત..!
ટ્રેઈલરમાંથી કન્ટેનર છુટુ પડી એક્ટિવા પર પડતાં બન્યો બનાવ
અંજારથી મુંદરા તરફ જતા રોડ પર મહાકાય કન્ટેઈનર બાઈક ચાલક પર પડતા અંજારના જ રહેવાસી ૩ લોકોના પ્રાણ પંખેરૂ ઉડી ગયા, બાઈકના બોલી ગયા કચ્ચરઘાણ : અંજાર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ, હાથ ધરી આગળની કાર્યવાહી
કલેકટરશ્રી તમામ પ્રાંત અધિકારીઓને સોપે જવાબદારી : આરટીઓ-ટ્રાફીક પોલીસના જવાબદારોને હાજર રાખી યોજે સંયુકત બેઠક : ઓવરલોડ મતેલાસાંઢ માફક દોડતા આવા બેફામ વાહનો અને તેના આવડત-લાયસન્સ વિનાના નશાની લ્હાય-લત્તવાળા ડ્રાયવરો સહિતનાઓની સામે ધાક બેસાડતી ઝુંબેશ ઉપાડી સખ્ત કાર્યવાહી કરાવે તે જરૂરી : ખેડોઈ વાળી ઘટનામાં ડ્રાયવર સામખીયાળીથી ગાંજો પીને વાહન ચલાવતો હોવાનુ ખુદ એકરાર કરી ચૂકોય હોવાની છે ચર્ચા વીચાર કરો, સામેથી કોઈ મોટુ ટોળું લોકોનું આવતુ હોત, અને આ ડ્રાયવરનું કન્ટેઈનર તે લોકોના ટોળા પર પડયુ હોત તો જાન-માલની ખાના ખરાબીનો આંક કયાં જઈને પહોચત? કોણ આવી ઘટનાઓની લેશે જવાબદારી? : જાણકારોમાથી ઉઠતો આક્રોશપૂર્વકનો મત
ભુજ : જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવો વધી રહ્યા છે આ વચ્ચે અંજાર - મુંદરા હાઈવે રોડ પર અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો. આ હાઈવે પર ખેડોઈ પાસે પસાર થતા ટ્રેઈલરમાંથી કન્ટેનર છુટુ પડી રોડ પર પડતાં આ દરમિયાન પસાર થતા એક્ટિવા પર મહાકાય કન્ટેનર પડતાં એક્ટિવાનો બુકડો બોલી ગયો અને ત્રણના મોત થયાનું સામે આવી રહ્યું છે. અકસ્માત એટલો ભયંકર હતો કે, એક વ્યક્તિ કન્ટેનર નીચે દબાઈ ગયો હોવાનું પણ જાણવા મળ્યું છે. બનાવને પગલે લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એક્ત્ર થઈ ગયા હતા. પોલીસ પણ પહોંચી આવી હતી. કન્ટેનરને ખસેડી રસ્તો ખુલ્લો કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ લખાય છે ત્યારે દોઢ વાગ્યા સુધી અંજાર પોલીસ સ્ટેશનમાં કોઈ નોધ ન હોવાથી સત્તાવાર વિગતો જાણી શકાઈ નથી.
અત્રે મહત્ત્વનું છે કે, આ બનાવમાં કન્ટેઈનર ચાલકની બેજવાબદારી જણાઈ આવે છે. આવડા મોટા ટ્રેઈલરમાં મહાકાય કન્ટેઈનરને મજબૂત રીતે બાંધવામાં આવ્યું નહીં હોય જેના કારણે આખેઆખું કન્ટેઈનર એકબાજુ પડતા આ ઘટના બની હતી. થોડા સમય પહેલા સામખિયાળી પાસે પવનચક્કીનું મહાકાય મશીનરી કાર પર પડતા મહિલાનું દબાઈ જવાથી મોત થયું હતું. ભુજમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસે આ પ્રમાણે કન્ટેઈનર ટ્રેલરમાંથી રોડ પર પટકાતા જાનહાનિ ટળી હતી. જિલ્લામાં આ પ્રમાણેના બનાવો એક બાદ એક સામે આવી રહ્યા છે. નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે અકસ્માત ઝોનમાં ફેરવાઈ ગયા છે. નાના વાહન ચાલકો માટે સતત મોત ઝળુંબતું હોય છે. હાઈવે પર સર્વિસ રોડ પર ઠેકઠેકાણે દબાણ થઈ ગયા છે. કમસેકમ સર્વિસ રોડ ખૂલ્લો કરાવાય તો નાના વાહનો ત્યાંથી પસાર થાય અને આ પ્રમાણેેની ઘટનાઓ અટકી શકે તેમ છે. આ બનાવમાં ટ્રેઈલર ચાલકની સાથે જવાબદાર એવા પોલીસ, આરટીઓ સહિતના તંત્રની પણ બેદરકારી જણાઈ આવે છે.

Comments