મુંદરાના ધ્રબ યુરીયા ખાતરકૌભાંડ : બનાસકાંઠાનો ધવલને ભુર્ગભમાં : જીએસટીની પણ મસમોટીચોરીની છે ગંધ..!
જીએસટી તંત્ર પણ કેમ ન જોતરાય તપાસમાં.!
જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી પ્રકાશ પટેલની ટીમ નાયબ ખેતીવાડી નિયામકની સતર્કતા સરાહનીય : પરંતુ ધ્રબના ગોડાઉન સુધી યુરીયા ખાતર સંગ્રહવાનો મતલબ શું? મુંદરા બાજુ તો કોઈ એવા ઉદ્યોગો છે નહી કે જેમને યુરીયા ખાતરની જરૂરીયાત પડતી હોય..? : તો પછી પૂર્વ કચ્છમાં રાજયકક્ષાની ટીમો ત્રાટકી એટલે ત્યાથી મુંદરા બાજુ સસ્તા ખાતરનો જથ્થો સિફટ કર્યો હતો તેવુ તો નથી ને? આવુ કરાયુ હોય તો એ કોના મારફતે કરાયું? બોગસ જીએસટી બીલો સહિતના આધારો ઉભા કરનાર આ ટોળકી કોઈ નાની સુની નહી હોય..? સમગ્ર કેસની તપાસ પોલીસ કડકાથી કરે તે જરૂરી..!
ગાંધીધામ : કચ્છ જિલ્લા ખેતી વાડી અધિકારી પ્રકાશ પટેલની ટીમ દ્વારા મુંદરાના ધ્રબમાં એક ગોડાઉનમાં આક્રમિક ચકાસણીઓ એકાદ પખવાડીયા પહેલા કરી હતી. જેના સેમ્પલો આી જતા તે નીમકોટેડ યુરીયા જ હોવાનુ સામ આવતા ખેતીવાડી વીભાગ દ્વારા ચાર જેટલા શખ્સોની સામે પોલીસ ફરીયાદ કરવામા આવી ચૂકી છે. આ પ્રકારની સતર્કતા ભરી કાર્યવાહી જિલ્લા ખેતીવાડી વિભાગની ટીમ દ્વારા કરવામા આવી છે તે આવકારદાયક જ કહી શકાય એમ છે પરંતુ જો આ સમગ્ર પ્રકરણમાં હવે પોલીસ કાયદાનો ધોક્કો કડકાઈથી પછાડશે તો ઘણુ બધુ બહાર આવી શકે તેમ જાણકારો માની રહ્યા છે. સૌ પ્રથમ તો બનાસકાંઠાના મુળ રહેવાસી એવા ધવલ ઠકકરને વહેલાસરથી જ દબોચી લેવાની જરૂર છે. હાલમાં તે ભુર્ગભમાં ઉતરી ગયો હોવાનુ મનાય છે. તેના ફોન પણ બંધ અવસ્થામાં જ હોવાનુ મનાય છે.
અહી જાણકારો કહી રહ્યા છે કે, બનાસકાંઠાનો ધવલ ઠકકર હાલના સમયે ભુર્ગભમાં ઉતરી ગયો છે. તેના ફોન સ્વીચ ઓફ થવા પામી ગયા હોવાનુ મનાય છે. જો આ ધવલ ઠકકરને વેળાસર જ પોલીસે દબોચી લઈ અને તેના કડક રિમાન્ડ મેળવશે અને તેની કડકાઈથી તટસ્થ પુછતાછ કરશે તો આખાય પ્રકરણની એક મોટી સિન્ડીકેટનો પર્દાફાશ થવા પામી શકે છે તેમ જાણકારો માની રહ્યા છે. કારણ કે, ધવલ ઠકકર જે બનાસકાંઠાનો રહેવાસી છે તે આ સબસીડીવાળુ સસ્તુ યુરીયા ખાતરનો આટલો મોથો જથ્થો લાવયો કયાથી હતો? બનાસકાંઠા-મહેસાણા, હળવદ કે મોરબી? તેને કયાથી આ ખાતરનો જથ્થો મળ્યો હતો? આ જથ્થાને મુંદરાના ધ્રબના ગૌડાઉનમાં સગ્રહ કરવા પાછળનું પણ કારણ શું છે?
આ ઉપરાંત પોલીસ ઝડપાયેલા તત્વોની પણ કડક પુછતાછ કરશે અને આધારો જોશે તો જીએસટી બીલો સહિતનું બધુ બોગસ અને ડમી બનાવાયેલુ હોવાનુ ખુલવા પામશે. એટલે આ પ્રકારની યુરીયા ચોરી કરવામાં આ ટોળકી અઠંગ લાગી રહી છે. તેઓએ કોઈ ભુલથી કે પ્રથમ વખત જ આ કાંડને અંજામ આપ્યો હોય તેવુ નથી લાગી રહ્યુ પરંતુ આયોજનબદ્ર રીતે લાંબા સમયથી યુરીયા ખાતરની કાળા બજારી કરવામ આવી જ રહી છે? ખેતીવાડી વિભાગ અને પોલીસતંત્રની સાથે હકીકતમાં જીએસટી વિભાગે પણ એકશનમાં આવવુ જોઈએ તો મોટી જીએસટી ચોરી પણ અહીથી પકડાવવા પામી શકે તેમ છે. કારણ કે બોગસ જીએસટી બીલો બનાવ્યા છે, જેટલા આધાર-પુરાવા વિનાના આ સસ્તા યુરીયા ખાતરની કાળા બજારીકરી છે તેમાં આ ટોળકીને જીએસટી ચોરી પણ મોટી કરી છે. મુંદરામાં ધ્રબમાં તેને સંગ્રહવામાં આવ્યો છે તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે કારણ કે મુંદરામાં તો આવા કોઈ ઉદ્યોગો ધમધમતા નથી, કેજેમને યુરીયા ખાતરની જરૂર પડે ખરી? તો પછી શું પૂર્વ કચ્છમાં રાજય કક્ષાની ટીમો ત્રાટકી એટલે ત્યાં પડી રહલો યુરીયા ખાતરનો સબસીડીવાળો જથ્થો પકડાઈ જવાની બીકે કોઈ જુની અને જાણીતી ટોળકીએ અહી ટ્રાન્સફર-સિફટ કરાવી દીધો છે કે કેમ? આ તમામ તપાસ થાય તો યુરીયા સબસીડીખાતરની ગેરકાયદેસર હેરફેર કરતી એક મોટી ગેંગ-ટોળકી હાથે લાગી શકે તેમ છે. અને જો એમ થશે તો ખેડુતોના હિતનુ સબસીડીવાળુ ખાતર તેમને સરળતાથી મળતુ થવા પામી શકે તેમ છે.
..............
ભચાઉ-ગાંધીધામની પ્લાયવુડ ફેકટરીમાંથી લેવાયેલા
સેમ્પલોના નમુના કયારે આવશે? કયારે લાલઆંખ.?
ગાંધીધામ : તાજેતરમાં જ કેન્દ્ર સરકારના આદેશ બાદ ગુજરાતની કૃષી વિભાગની થોકબંધ ટીમો રાજયભરમાં તપાસ માટે ઉતરી હતી. યુરીયા ખાતરની કાળા બજારીને લઈને આ તપાસ હાથ ધરાઈ હતી. કચ્છમાં પણ ૧પ૦ જેટલા અધિકારીઓની અલગ અલગ ટીમો અનેકવિધ પ્લાયવુડવાળાઓને ત્યાં તપાસ કરી હતી. યુરીયા ખાતરના સેમ્પલો લેવાયા હતા, તે બેગ્સને પણ સેમ્પલ ન આવે ત્યા સુધી સિઝ કરાયા હતા, પરંતુ હજુ સુધી તેનો કોઈ જ આંક કે કાર્યવાહી થયાનુ જાહેર થવા પામ્યુ હોવાનુ સામે આવતુ નથી? અહીથી જે સેમ્પલો લીધા હતા તેમાથી કેટલા નીમકોટેડ યુરીયા આવ્યા અને કેટલા યોગ્ય સેમ્પલ ઠર્યા છે? જે નીમકોટેડ યુરીયા મળી આવ્યા હોય તેવા યુનિટની સામે શું કાર્યવાહી કરવામા આવી? તે મામલે કેમ કાર્યવાહી હજુ સુધી કરવામા આવી નથી?

Comments