બન્ની -પચ્છમમાં ગેરકાયદેસર વાડા-વાવેતરનો મુદો ફરી ગરમાયો : જંગલખાતુ-મહેસુલ વિભાગ અંધારામાં કે પછી આંખમિંચામણા..?
વનવિભાગને ખુલ્લો પડકાર - રોક શકો તો રોક લો..!
નીતીના અભાવના લીધે આ પટ્ટામાં ખેતીની મંજુરી મળતી નથી, તો પછી ફરીથી વિવીધ ગામડાઓમાં ગવાર-એરંડાનો વાવેતર કયા આધારે કરવામા આવ્યો?
ગત એક પખવાડીયામાં પડેલા વરસાદથી જંગલ ખાતાની-સરકારી જમીન પર ગેરકાયદેસર વાવેતર ધમધમી ઉઠયુ હોવાની છે ચર્ચા : થોડા સમય પહેલા જ સરકારીતંત્રોએ અહી વાડાઓ પર બોલાવી હતી ધોંષ બોલાવતી કાર્યવાહી
અમને ફરીયાદ મળેલ નથી, સ્થાનિકેથી વેળાસર જ તપાસ કરાવીશુ, જો વનવિભાગની જમીન પર દબાણ હશે તો વીના વિલંબે દુર કરાવીશું :
શ્રી પરિમલ પટેલ(બન્ની વનવિભાગ વડા)
ખાટલે મોટી ખોટ : કચ્છના પચ્છમ પટ્ટા તરીકે વિશિષ્ટ બન્ની વિસ્તારના ઘાસિયા મેદાનનુ હાલમાં રેવેન્યુ રેકર્ડમાં અસ્તિત્વ ન હોવાની છે સ્થિતી, એટલે સત્તાવાર રીતે આ વિસ્તારમાં ખેતીવાડી કરવાની મંજુરી મળતી જ નથી, તો પછી આ પટ્ટાના અમુક ગામોમાં ગુવાર-એરંડાના મોટા પ્રમાણમાં વાવેતર કયા આધારે કરવામા આવી રહ્યા છે? અગાઉ પણ આ પ્રકરણ ઘર્ષણના બની ચુકયા છે કારણો, મામલો વધુ તંગ બને તે પહેલા જ સરકાર-વનવિભાગ સ્થાનિકે ખરાઈ કરી અને વેળાસર જ આવા કૃત્યો મામલે લોકો-ખેડુતો સહિતનાઓને બેસાડી અને નિવેડો લાવે તે જરૂરી
જંગલ ખાતાની જમીન પર એરંડા-ગોવારના પાકની વાવણી, તંત્ર કેમં અજાણ? : ચાર વર્ષ પહેલાં હટાવેલા વાડાઓ પર ફરી ગેરકાયદેસર ખેતી કોની છત્રછાયાથી ધમધમી ઉઠી? : બન્ની પચ્છમમાં સરકારી જમીન પર ખેતી! કડક પગલાંની માંગ
નીતી વિષયક સમસ્યાઓના લીધે આ વિસ્તારમાં વાવેતરની મનાઈ હોવા છતા વાવેતર થતુ હોવાથી પહેલા તેને અટકાવે અને ઘર્ષણ વધારે વકરે તે પહેલા જ સરકાર યોગ્ય નીતીવિષયક નિર્ણય લે તે પણ એટલુ જ જરૂરી : જો ઉદ્યોગોને ઠેર-ઠેર કચ્છ આાખાયમાં મંજુરી અપાતી જ હોય તો ખેડુતોને કેમ નહી?
ગાંધીધામ : કચ્છમાં પચ્છમ તરીકે ઓળખાતા બન્ની વિસ્તારના મહેસુલી દરજજાને લઈને હજુય અસમંજતાઓ રહેલી છે અને તેને લઈને
જાગૃત વર્ગ દ્વારા રજુઆતો પણ કરવામા આવી રહી છે. તે વચ્ચે જ અહી વિવિધ સરકારી જમીનો પર અતિક્રમણનો મુદો પણ ચર્ચામાં આવતો રહેતો હોય છે. થોડા સમય પહેલા જ જંગલખાતા તથા રેવેન્યુ વિભાગ દ્વારા સરકારી જમીન પર વાડાઓ બાંધી વાવેતર કરનારાઓની સામે કડક કાર્યવાહી કરી હતી. તે પછી ફરીથી હવે પાછલા એક પખવાડીયામાં વરસેલા સારા વરસાદના પગલે આ જ પટ્ટાના અમુક ગામોમાં વાવેતરનો પુનઃ ધમધમાટ થઈ રહ્યો છે અને તે સરકારી અથવા તો વનવિભાગની જમીનો પર આ વાવેતર તેરી ભી ચુપ મેરી ભી ચુપના તાલે અથવા તો પછી રીતસરની તંત્રને પડકાર ફેકીને રોક શકો તો રોકલોના તાલે ખુલ્લેઆમ કરવામાં આવી રહયુ હોવાની સ્થિતી સામે આવવા પામી રહી છે. આ બાબતે જાણકાોની વાત માનીએ તો છેલ્લા ૧૫ દિવસથી સારો વરસાદ થતા બન્ની પચ્છમ વિસ્તારમાં ફરીથી જંગલ ખાતાની તેમજ સરકારી મનાતી જમીન પર ગેરકાયદેસર વાવેતર થતું હોવાનું નજરે જોનારા લોકોએ દાવો કર્યો છે.માહિતી મુજબ બન્ની પચ્છમ તરીકેના અમુક ગામોમાં એરંડા અને ગોવારનું વાવેતર જંગલ ખાતાની જમીન પર શરૂ થઈ ગયું છે. ચાર વર્ષ પહેલાં જંગલ ખાતા અને મામલતદાર તંત્ર દ્વારા ગેરકાયદેસર વાડાઓ દૂર કરવામાં આવ્યા હતા, છતાં ફરીથી આ જ જમીનો પર ખેતી શરૂ થતી હોવાનું સામે આવ્યું છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ, મોટા પાયે ઝાડઝાંખરા કાપવા માટે જેસીબી જેવા મશીનનો ઉપયોગ કરીને જમીનને ખેતીયોગ્ય બનાવાઈ રહી છે. તેમ છતાં, વાવેતર કરવામાં આવી રહેલી જમીન ખરેખર વ્યક્તિગત માલિકીની છે કે સરકારી તે અંગે કોઈ ચોક્કસ આધાર ન હોવાનુ પણ ચર્ચાય છે.
સરકારી તંત્રની નજર પડશે તો ફરી કાર્યવાહી થવાની પૂરી શક્યતા છે. અહી કેટલાક જાગૃત લોકોએ તો દબાણકર્તાઓને ધ્યાન પણ દોર્યુ હતુ અને કહ્યુ હતુ કે પોતાની માલિકીની જમીન હોવાનો પુરાવો વિના ખેતી કરવી કે સરકારી જમીન પર ગેરકાયદેસર વાવેતર કરવું કાયદેસર ગુનો ગણાશે.અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં ફક્ત વાડાઓ હટાવાયા હતા, પરંતુ જો જિલ્લા કલેક્ટર સહિતનું તંત્ર વધુ કડક પગલાં ભરે તો કાયદાકીય કાર્યવાહીથી સ્થાનિકોને નુકસાન સહન કરવું પડી શકે છે.આવી પણ આલબેલ જાગૃત લોકોએ ઉચ્ચારી દીધી છે. તેથી સમગ્ર બન્ની પચ્છમ વિસ્તારના લોકોએ વાવેતર કે કોઈપણ કામગીરી કરતા પહેલાં જમીન
પોતાની માલિકીની છે કે જંગલ ખાતાની, તેની સંપૂર્ણ ખાતરી કરી લેવી અનિવાર્ય જ બની રહી છે. બીજીતરફ આ બાબતે બન્ની ગ્રાસ લેન્ડ વિભાગના વડ શ્રી પરિમલ પટેલની સાથે વાતચીત કરવામા આવતા તેઓએ કહ્યુ હતુ કે, આવી ફરીયાદ કોઈ અમારા તબક્કે આવી નથી, આરએફઓ કક્ષાએ ચોકકસથી સ્થળ નિરિક્ષણ કરાવી વિના વિલબે તપાસ કરાવીશુ અને જો વનવિભાગની જમીન પર ખેતી કરવામા આવતી હશે તો તેની સામે ચોકકસથી કાયદાકીય ધોરણસર પગલા લેવામા આવશે તેવી ખાત્રી શ્રી પટેલે આ તબક્કે આપી હતી.

Comments