માંડવી બસ ડેપોમાં આડેધડ ટુ-વ્હીલર પાર્કીંગનો અધમ : તંત્ર ધુંટણીયે કે પછી આંખમિચામણાં?
શું કોઈ મોટી દુર્ઘટનાની છે ઈંતજારી.! : ડ્રાયવર-કન્ડકટર સહિતનાઓ ત્રાહીમામ..!
અમે સક્ષમ અધીકારી સમક્ષ રજુઆત કરી દીધી છે, સુરક્ષાકર્મી કે વોચમેન ફાળવાય તો આ સમસ્યા અટકી શકે, સમસ્યા વિકરાળ બની ચૂકી છે, તે વાત સાચી છે : ડેપો મેનેજર(માંડવી)
ખાટલે મોટી ખોટ : કચ્છ એસટીના વિભાગીય નિયામક, ડીટીઓ ઉપરાંત સુરક્ષા વિભાગ સંભાળનારાઓ કેમ આ બાબતે જરા સહેજ પણ સક્રીય નથી દેખાતા? સુરક્ષા વિભાગે કોઈને ઠેકો આપયો છે કે નહી? જો ઠેકો અપાયેલો છે તો તેઓ વોચમેન અથવા તો અહી સુરક્ષા કર્મીઓની ફાળવણી કયા ઈરાદે નથી કરતા? શા માટે કોઈ પુછાણા જ નથી લેવાતા?
સરકારી એસટી બસ સ્ટેશનની જમીન પર ઈન-આઉટ ગેટ, બસો માટેની ગોદી, પ્લેટફોર્મ સહિતમાં ઠેર-ઠેર આડેધડ ટુ વ્હીલર પાર્ક કરનારાઓની સામે સરકારી જમીન પર જ અડીંગોના કાયદા તળે કેમ ન થાય કાર્યવાહી? બસ મથકમાં સીસીટીવી કેમેરા હોય તો તેમાથી પાર્કીંગ કરનારાઓને ઓળખીને કરવી જોઈએ કડક ધાક બેસાડતી કાર્યવાહી? : કયારેક કોઈ ઘટના બની તો જવાબદાર કોણ રહેશે?
ગાંધીધામ : કચ્છના બંદરીય શહેર માંડવીના પોઝ વિસ્તાર એસટી બસ સ્ટેશનને વર્તમાન અમુક પાછલા સમયથી ખાનગી પાર્કીંંગ પ્લોટનો અડ્ડો બનાવી દેવાયો હોય તે સમાન ગંભીર સ્થિતી બની જવા પામી રહી છે. માંડવી બસ મથકના ઈન-આઉટ ગેટ માત્ર જ નહી પરંતુ જયા બેસો નાના મોટા કામો માટે ગોદી પર લાવવાની જરૂર પડતી હોય છે તેને પણ આડશરૂપ થાય તે રીતે ટુ વ્હીલર્સ પાર્ક કરી દેવામા આવે છે. એટલુ માત્ર જ નહી પણ જે પ્લેટફોર્મ
પરથી બસો પેસેન્જરને લેવા-મુકવા માટે લાગતી હોય છે તેને પણ આવા અમુક ટુ વ્હીલર્સવાળાઓએ ઘેરો જ ઘાલી દીધો હોવાની સ્થિતી સર્જાયેલી જોવાઈ રહી છે. પાછલા લાંબા સમયથી આ મુજબની પરીસ્થીતી બનેલી હોવા ઉપરાંત પણ જાણે કે, આ સમસ્યાનો અંત લાવવામાં કોઈને રસ જ ન હોય અથવા તો કોઈની ફરજ બનતી જ ન હોય તેવી સ્થિતી બનેલી છે અને સરકારી જમીન સમાન આ સરકારી બસ સ્ટેશનને ખાનગી પાર્કીંગ પ્લોટની સ્થિતીમાં અમુક દાદાગીરી કરનારાઓએ બનાવી દીધાની સ્થિતી બની જવા પામી ગઈ છે. આવામાં અહી નિયમિત આવતા વાહનો, ડ્રાયવરા-કંકડટર સહિતનાઓને માટે આ સમસ્યા રોજીંદી અને શિરદર્દ સમાન બની જવા પામી હોવાથી તેઓ ત્રાહીમામ પોકારી ઉઠયા હોવાની પણ સ્થિતી સર્જાઈ જવા પામી છે. આ માટે વેળાસર જ ડેપો મેજનરશ્રી, ડીટીઓશ્રી, ટ્રાફીક અથવા તો સુરક્ષા વિભાગ, જે કોઈ સાથે સંકલન સાધવુ પડે તેઓની સાથે સંકલન કરાવી અને એસટી વિભાગના કચ્છના વિભાગીય નિયામક શ્રી પટેલે વેળાસર જ પગલા ન માત્ર લેવડાવવા જોઈએ બલ્કે કડક રાહે પગલા લેવા ઘટે. હાલમાં ટ્રાફિક સંચાલનના કોઈ ઠેકા અપાયેલા છે કે કેમ? જો નથી અપાયેલા તો સુરક્ષા વિભાગ દ્વારા અહી વોચમેન અથવા તો સુરક્ષાકર્મીઓ માત્ર ઈન અને આઉટ ગેટ પર તૈનાત કરી દેવામા આવે તો પણ અડધોઅડધ આ સમસ્યામાથી છુટકારો મળી શકે તેમ જાણકારો માની રહ્યા છે. બીજીતરફ આ બાબતે માંડવીના ડેપોમેનેજર શ્રીમતી ચૌધરીની સાથે વાતચીત કરવામા આવતા તેઓએ કહ્યુ હતુ કે, બસ સ્ટેશનની અંદરના ભાગમાં ટુ વ્હીલરવાળાઓના પાર્કીંગની સમસ્યા વિકરાળ બની ગઈ છે તે વાત સાચી છે, આ બાબતે અમોએ વખતોવખત સક્ષમ વિભાગ અને અધિકારીઓને રજુઆત કરી છે, સુરક્ષા વિભાગને પણ જણાવ્યુ છે, જો અહી વોચમેન કે સુરક્ષા કર્મીઓ ફાળવવામ આવે તો આ સમસ્યાનો નિકાલ ઝડપથી આવી શકે તેવી પ્રતિક્રીયા તેઓએ આપી હતી.

Comments