મેઘપર બોરીચીમાં આવેલા ધ લક્ષ સ્પામાં પોલીસનો દરોડો : દેહ વ્યાપારનો ધંધો ઝડપાયો
અંજાર : અંજાર - ગાંધીધામ હાઈવે પર મેઘપર બોરીચીમાં કષ્ટભંજન ગેસ્ટ હાઉસની ઉપર આવેલા ધ લક્ષ સ્પામાં અંજાર પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં દેહ વ્યાપારનો ધંધો ઝડપાયો હતો. અહીં સ્પાની આડમાં ચાર મહિલાઓ રાખી દેહ વ્યાપારનો ધંધો કરાવાતો હતો. ગ્રાહકોને સ્પાના નામે શરીર સુખની સવલત અપાતી હતી. પોલીસે સંચાલક મેઘપર બોરીચીના કિરણબેન ઉર્ફે માયાબેન જયંતીભાઈ રાજગોર, મેનેજર ધીરૂભાઈ ભોજાભાઈ ડાંગર, મહાદેવનગરના રવી નીતિનભાઈ ઠક્કર, શેખટીંબોના જાવેદ હુસેન મહેમુદશા શેખ સામે ગુનો દાખલ કરી અટકાયતી પગલાં ભર્યા છે. અંજાર પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Comments