Trending News
સ્થાનિક સમાચાર

આદિપુર તોલાણી કોલેજના આચાર્ય પર હિચકારી હુમલાકાંડના ઘેરા પ્રત્યઘાત : સંકુલ બંધ : જનાક્રોશ...!

26 August

જિલ્લાના શિક્ષણજગતને શર્મશાર કરતી ઘટના.!



ગઈકાલે બપોરે બની ઘટના : સંકુલમાં પરિસરમાં અસામાજીક વિદ્યાર્થીએ આર્ટસ એન્ડ સાયન્સલ કોલેજના પ્રિન્સીપલને ઝીંકયો લાફો : આજે આખુય સંકુલ પ્રિન્સીપાલશ્રીના સમર્થનમાં રહ્યુ સજજડ બંધ : વિદ્યાર્થીઓએ રેલી સ્વરૂપે પોલીસ મથકે આપ્યું આવેદન : પ્રિન્સીપાલ શ્રી ધર્માણીએ નોધાવી પોલીસ ફરીયાદ : શિક્ષણમંત્રી સુધી પહોચી રાવ : પોલીસે હાથ ધરી તપાસ 


ગાંધીધામ : કચ્છના શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટના પૂર્વ કચ્છના જોડીયા શહેર પૈકીના એક એવા આદિપુરમાં બનવા પામી ગઈ છે. ગત રોજ બપોરે આદિપુર તોલાણી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના પ્રિન્સીપાલ સુશીલ ધર્માણી વિદ્યાર્થીને શિસ્ત બાબતે સુચન કરી રહ્યા હતા તે દરમ્યાન જ તે વિદ્યાર્થીએ તમામ પ્રકારની માન-મર્યાદાઓ ચુકી અને પ્રિન્સીપાલશ્રી પર હિચકારો હુમલો કરી લાફો ઝીંકી દીધો હોવાની ઘટનાથી ખળભળાટી મચી જવા પામી હતી. આ ઘટનાના સંકુલના શિક્ષણ જગતમાં ભારે ઘેરા પ્રત્યાઘાતો પડવા પામ્યા છે. આજ રોજ આદિપુર તોલાણી કેમ્પસમાં વિદ્યાર્થીઓએ ઘટનાને વખોડી અને પ્રિન્સીપાલશ્રીના સમર્થનમાં સંકુલના શિક્ષણ કેમ્પસને સજજડ બંધ જ રાખયુ  હતુ. તો વળી પ૦૦થી વધુ વિદ્યાર્થીઓ આજે પરિસરમાં એકત્રીત થઈ, હિચકારો હુમલો કરનાર વિદ્યાર્થીની સામે કડક રાહે કાર્યવાહી થવા ધરણા યોજી અને રેલી સ્વરૂપે પોલીસતંત્રને આવેદન પત્ર આપ્યુ હતુ. આ આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર તોલાણી કોલેજ ઓફ આટ્‌ર્સ એન્ડ સાયન્સ ,આદિપુરના આચાર્યશ્રી ઉપર તા.૨૫.૦૮.૨૦૨૫ના સોમવારના બપોરે બે વાગ્યાની આસપાસ કોલેજ કેમ્પસમાં જ અસામાજિક વિદ્યાર્થી દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. કારણ માત્ર એટલું જ કે કોલેજ સમય પૂર્ણ થયો હોવાથી કેમ્પસમાંથી નિકળી જવાની સુચના આપી હતી. જે કારણે વિદ્યાર્થીએ સામાન્ય બાબતમાં આચાર્ય પર હુમલો કર્યો છે.આ બાબત અતિ નિંદનીય અને શિક્ષણની સંસ્થા માટે શરમજનક ઘટના છે. જેને સમગ્ર કોલેજ 
પરિવાર સખત શબ્દોમાં વખોડી કાઢયો હતો.સાથે આ કૃત્ય કરનાર વિદ્યાર્થીને કડકમાં કડક સજા થાય તેમજ કોલેજમાંથી એમને બરતરફ કરવામાં આવે એવી અમો માંગણી પણ કરવામાં આવી છે. કેમ્પસમાં આવતા એવા અસામાજિક તત્ત્વો પર પણ રોક લગાવવામાં આવે એવી માંગણી પણ કરવામા આવી છે. આજરોજ તારીખ ૨૬.૦૮.૨૦૨૫ ના રોજ સમગ્ર વિદ્યાર્થીઓના સાથ સહકારથી આજથી શૈક્ષણિક કાર્ય બંધ રખાયું છેફ.સાથે બહોળી સંખ્યામાં કોલેજ માં ધરણાં કરી રેલી સ્વરૂપે 
આદિપુર પોલિસ સ્ટેશન તરફ કુચ કરી હતી. તો વળી પ્રિન્સીપાલશ્રી દ્વારા આદીપુર પોલીસ મથકે આ બાબતે ફરીયાદ નોધાવવામા આવી છે અને તેની પોલીસ દ્વાર આગળની તપાસ શરૂ કરવામા આવી છે.


...................



શિક્ષણસંકુલ-પ્રાધ્યપકો-વિદ્યાર્થીઓની સુરક્ષા માટે
પોલીસ ફરીયાદનું મે મારૂ કર્તવ્ય નિભાવ્યું : પ્રિન્સીપાલ

પોલીસ ફરીયાદ નોધાવ્યા બાદ શ્રી ધર્માણીએ મીડીયા સાથે કરી વાતચીત : તમારા પ્રોફેસરનો કહો સખણાં રહે, તમે કોલેજની બહાર નીકળો જોઈ લંઉ છુ.! : રાજવીરે આચાર્યશ્રીને જાનથી મારી નાખવાની આપી ધમકી


ગઈકાલે બપોરે પોણા બે વાગ્યે રોજની જેમ હું કોલેજથી અમારી કાર પાર્કમાં પહોચ્યો, ત્યાં અમારી જ કોલેજના પાંચ-છ વિદ્યાર્થીઓ યુનીફોર્મ વગર બેઠા હતા, કોલેજ પુરી થઈ ગયા બાદઅમે તેમને ઘરે જાવનુ કહ્યુ હતુ, આ ઉપરાંત આ વિદ્યાર્થીઓને અગાઉ પણ યુનિફોર્મ વગર પ્રવેશ બદલ અમે ટકોર કરી હતી. તે વખતે તેઓએ અમને કહયુ કે, તમારા પ્રોફેસરને કહી દેજો કે તે સખણા રહે, અમને સુચનો ન આપે. એક વિદ્યાર્થી રાજવિરસિંહ, તેણે કહ્યુ કે સાહેબ તમે મારો ઈગો હર્ટ કર્યો છે. અમારી કોલેજના બગીચાની બેંચ ઉપર બેસેલો હતો, ત્યારે જેટલા પણ વિદ્યાર્થીઓ બેઠા હતા તેમને મે સુચના આપી કે બેન્ચ પર વ્યવસ્થિત બેઠો. આ વિદ્યાર્થીએ કહ્યુ કે, મને તમે આવુ કહી મારો ઈગો હર્ટ થયો છે, મારી માફી માંગો. મારી ઈમેજન ઠેસ પહોચી છે, એટલે તમે મારી માફી માંગો. આ વિદ્યાર્થીએ પ્રિન્સીપાલને કહ્યુ કે, હુ ફરીથી કાલે આવીશ અને બેંચ પર આ રીતે જ બેસવાનો છુ. એટલે તમે મારી માફી માંગો. જે માંગ માન્ય ન રાખતા આ રાજવીરે પ્રિન્સીપાલશ્રીને જોરથી તમારો મારી દીધો અને તેનાથી વરિષ્ઠ પ્રીન્સીપાલશ્રીને તમર પણ ચડી ગયા હોવાનુ તેઓએ ઈન્ટરવ્યુમાં જણાવ્યુ છે. એટલુ માત્ર જ નહી પણ રાજવીરસીહે પ્રિન્સપાલને જાનમાથી મારી નાખવાની આપી ધમકી. એટલે શ્રી ધર્માણીએ મુલાકાતમાં કહ્યુ કે, મારૂ અને હું અમારા પ્રાધ્યાપકોનું વિચારીને પહેલીવાર હું પોલીસ ફરીયાદ એટલે કરૂ છુ કે, આવા વિદ્યાર્થીઓને હુ નહી રોકુ તો તે બીજા વિદ્યાર્થીઓ પર પણ આક્રમણ કરી શકે છે. મારા અન્ય પ્રાધ્યાપકો પણ સુરક્ષિત નથી દેખાતા.મારી કોલેજની સુરક્ષાને વિચારતા પોલીસના ધ્યાન પર આ આખોય કિસ્સો મારા કર્તવ્યના ભાગરૂપે મે લાવ્યો છે. આગળ જે પગલા લેવાય. આવા કૃત્યો અન્ય કોઈપણ કોલેજમાં ન થાય તે માટે અમારી માંગ છે. અગાઉ કેાલેજમાં અન્ય વિદ્યાર્થીઓ સાથે આ વિદ્યાર્થીનું બબાલ થયેલી હતી પણ અગાઉ ભોગગ્રસ્ત વિદ્યાર્થીને ધાક ધમકીઓ કરી અને ફરીયાદ પાછી ખેંચાવી લીધી હતી.



..........................

જયારે પોલીસ પુરેપુરો સહકાર આપે છે તો પછી 
શા માટે ઘટનાને લઈને સામાન્ય પ્રજા હેરાન થાય તેવા પગલા લેવામાં આવી રહ્યા છે..?


તોલાણી કોલેજના પ્રિન્સીપાલ પર છાત્રનો હુમલો :
પોલીસ મથકે આચાર્યએ નોધાવી ફરીયાદ


જો પ્રિન્સીપાલ સુરક્ષિત ન હોય તો અમારી સુરક્ષાનું શું ? વિદ્યાર્થીઓનો સણસણતો સવાલર્ ં : સમગ્ર જિલ્લાની કોલેજોના અધ્યાપકોએ વિરોધ વ્યકત કરતા ભુજ સહિતના વિસ્તારોમાં કોલેજોમાં બે લેકચર બાદ શૈક્ષણિક કાર્ય બંધ રહ્યું



ગાંધીધામ : સમગ્ર જિલ્લામાં જેને શિક્ષણ નગરી તરીકે ઓળખવામાં આવે છે તે આદીપુર તોલાણી કેમ્પસમાં વિદ્યાર્થીએ પ્રિન્સીપાલ પર હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. આજે સવારે એક હજારથી વધુ વિદ્યાર્થીઓએ બે કિલોમીટર લાંબી પદયાત્રા કરીને પોલીસ પાસે કડક પગલાની માંગ કરી છે. 
પ્રિન્સીપાલ દ્વારા આદીપુર પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ દાખલ કરાવાઈ હતી. દરમ્યાન આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડતા સમગ્ર કચ્છ જિલ્લાની કોલેજોમાં બે લેકચર બાદ શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું હતું. સમગ્ર કચ્છની કોલેજોના પ્રિન્સીપાલ, પ્રોફેસરો સહિતના સ્ટાફ પ્રિન્સીપાલની તરફેણમાં આવ્યા છે અને શૈક્ષણિક ધામમાં આવા હુમલા કરનારા અસામાજીક તત્વો સામે ધાક બેસાડતી કાર્યવાહીની માંગ કરવામં આવી છે.વિદ્યાર્થીઓનું કહેવું છે કે જો પ્રિન્સીપાલ જ સલામત ન હોય તો અમારી સુરક્ષાનું શુ ? જેથી કડક પગલા ભરવા માટે માંગ કરવામાં આવી હતી. 




...........




 

Comments

COMMENT / REPLY FROM