ડીપીએના ડે.ચેરમેન શ્રી દાસગુપ્તા ગોર ફરમાવે : બોર્ડબેઠકના અમુક એજન્ડા કોને ઉલ્ટા ચશ્મા પહેરાવાશે?
શ્રી નિલાભ્ર દાસગુપ્તા વીટોનો કરે ઉપયોગ : આ મુદો કેમ ન કરાવે ડિફર?
આજે ઈસીની બેઠક તો કાલની બેઠકના એજન્ડાઓને લઈને સંકુલમાં જામી છે તરેહ તરેહની ચર્ચા
વાર્ડ નં. ૪ અને ૭ના વણ વપરાયેલા શેરની સામે અપાયેલા મોટાપ્લોટસમાં નીતિનિયમોના થયેલા હતા ભંગ : ર૦૧૭ના સ્પેશ્યલ સ્પેશ્યલ ઓડીટમાં થઈ ચૂકયા હતા ખુલાસો, જે બાદ
ડીપીએના વર્તમાન ચેરમેનશ્રી સુશીલકુમારના આદેશથી જ આ પાંચ જેટલા સંવેદનશીલ મુદાઓ પર કોઈ જ નિર્ણય ન લેવાની સુચનાઓ અપાયા બાદ પણ ફરીથી આવતીકાલની બોર્ડ બેઠકમાં આ મુદાઓનો સમાવેશ કરી અને કોને કોને હથેળીમાં ચાંદ દેખાડવાનો થઈ રહ્યો છે પ્રયાસ?
અગાઉ ડે.ચેરમેન પદે નંંદીશ શુકલા હતા, જે બધુ જ જાણી ચુકયા હતા, હવે ડે.ચેરમેન ડીપીએ અને એસઆરસીના સરકારી ડાયરેકટર બદલાઈ ચુકયા હોવાથી વર્તમાન
શ્રી નિલાભ્ર દાસગુપ્તાને અંધારામાં રાખી અને આવતીકાલે કોઈ છાનો ખેલ તો નથી પડાઈ રહ્યો ને..? : જાણકારોનો સવાલ
આ સબંધિત પ્લોટસને એજન્ડામાં મુકી મંજુર કરી દીધાનું દર્શાવી અને ર૦થી રપ કરોડનો ભાગબટાઈનો કોઈ કારસો તો નથી રચાઈ ગયો ને? : સંકુલના શેરહોલ્ડર્સમાં ઉઠતા સવાલો : ર૦૧૭ના ઓડીટમાં મળેલા નિર્દેશ અનુસાર આવતીકાલની બોર્ડ બેઠકમાં કયાંક ને કયાંક એકશન ટેકન રીપોર્ટ દેખાડવાની દીશામાં તો કોઈ રમત નથી ગોઠવાઈને?
એક બાજુ બોર્ડમાં રમતગમતનો પ્લોટ ગાંધીધામની યુવાન સંસ્થાને આપવા માટે બોર્ડમાં દરખાસ્ત આવી ત્યારે ડાયરેકટર નરેશે વિરોધ કર્યો કે સરકારમાથી પ્લોટ એલોટમેન્ટ ન કરવા સુચના અપાઈ છે, તો પછી આ ચાર પ્લોટ મેળવવા માટે કેમ દરખાસ્ત આવી રહી છે? તે દરખાસ્તનો કેમ કોઈ વિરોધ નથી કરતુ? શેર હોલ્ડર્સ જાગો, આવા અમુક બની બેઠલા ભ્રષ્ટાચારીઓને દુર કરવાની તક છે, આ મહાનસંસ્થાને બચાવો અને ભ્રષ્ટાચારીઓને દુર કરો
અમને ડીપીએ તરફથી મળેલા આદેશ અનુસાર જ અમે સબંધિત એજન્ડાનો બોર્ડ મીટીંગમાં સમાવેશ કરાયો છે, અગાઉ સુચના મળી હતી કે જયા સુધી શીપીંગ વિભાગના સરકારી પ્રતિનીધી તથા ડીપીએના સરકારી પ્રતિનિધી નીમાય નહી ત્યા સુધી આ મુદે નિર્ણય ન લઈએ, હવે બન્નેની નિયુકિત થઈ ગઈ છે, તો તે મુજબના આદેશ અનુસાર જઅ અમે બોર્ડમાં આ મુદાઓનો સમાવેશ કર્યો છે, બાકીની વાતો પાયાવિહોણી છે : શ્રીગેહાણી (મેનેજરશ્રી એસઆરસી )
ગાંધીધામ : પૂર્વ કચ્છ માત્ર જ નહી પણ ગુજરાત આખાની પ્રતિષ્ઠીત એવી મહાનસંસ્થા એસઆરસીની આજ રોજ ઈસીની બેઠક મળવાની છે તો આવતીકાલે બોર્ડ બેઠક મળવા પામી રહી હોવાનુ સામે આવવા પામી રહ્યું છે. આવતીકાલની બેઠકના યોજાઈ રહી છે તે પૈકીના અડધોઅડધ એટલે કે પાંચ જેટલા એજન્ડાઓ જે રખાયા છે તેની લઈને સંકુલના જાણકારવર્ગમાં ભારે ચર્ચાનું આવરણ સર્જી રહયો છે.
ખાસ કરીને ડીપીએ કંડલાના વર્તમાન ડે.ચેરમેન તથા જેઓ હોદાની રૂહે એસઆરસી જેવી મહાનસંસ્થામાં સરકારી ડાયરેકટર તરીકે પણ નિયુકિત થયેલા છે તેઓ માટે આવતીકાલની બેઠક સંભવત પ્રથમ બેઠક બની રહેશે. આ બેઠકમાં કયાંક ને કયાંક તેઓને અંધારામાં રાખી અને તેમની જાણ બહરા કોઈ એજન્ડાઅને ગોઠવી અને તેની પાછળનો છાનો ખેલ તો નથી ખેલાઈ ગયો ને?
આવુ એટલા માટે કહેવાય છે કે, ર૦૧૭માં આ કંપનીમાં એક ખાસ ઓડીટ કરવામા આવ્યુ હતુ અને તેમાં ઓડીટ બાદ જે કમ્લાયન્સીસ પૂર્ણ કરવાની સુચના એસઆરસીને અપાયેલી હતી તે અધુરી જ રહેલી હોવાની સ્થિતી છે. હવે આગામી ૩૦ દીવસમાં અહી ચુંટણીના પણ પડધમ વાગી રહ્યા છે ત્યારે આ અડધાઅધુરા કાર્યોને જીરો પેન્ડેન્સી દેખાડવા ઉપરાંત વોર્ડ ૪ અને ૭ના મોટાપ્લોટસને રેગ્યુલરાઇજ નીતીનિયમોને નેવુ મુકીને કરવામાં આવ્યાનો વિષય છે જેને ખુદ ડીપીએના ચેરમેનશ્રી સુશીલકુમારના આદેશથી એક નહી બબ્બે વખતે એસઆરસીને ડીફર કરવાની ફરજ પડી ચુકી છે તે મુસદો આવતીકાલની બેઠકમાં ફરીથી લેવાઈ રહ્યો હોવાનુ ચર્ચાય છે? આવુ કેમ? ડીપીએના ચેરમેનશ્રી તો બધુ જ બરાબરનુ જાણી રહ્યા છે, તે વખતના ડ.ચેરમેન નંદીશ શુકલા પણ બધુ બરાબર જ સમજતા હતા, પરંતુ હવે ડીપીએના વર્તમાન ચેરમેનશ્રી નિલાભ્ર દાસગુપ્તાજી માટે સભવત આ બધા વિષયો નવા છે, એટલે તેનો ગેરલાભ લઈ અને કયાંક ને કયાંક ડીપીએના ચેરમેનશ્રીએ જે મુદાઓ અગાઉ આદેશ આપીને ડીફર કરાવેલા છે તેને ફરીથી આવતીકાલમાં મુકાવી અને મંજુર કરી રહ્યા હોવાનો ડોળ કરવાનો તો કોઈ છાનો પ્રયાસ નથી થઈ રહ્યોને ? આ બાબતે ડીપીએ કંડલાના વર્તમાન ડે.ચેરમેને ખાસ તકેદારી રાખવી જ ઘટે. તેઓ પાસે એજન્ડાઓ આવી ગયા હશે, અને તેને જોઈ અને અગાઉ ડીપીએ-કંડલાના ચેરમેનશ્રીએ ખુદ તે પૈકીના કોઈ એજન્ડાઓને જો ખરેખર નિર્ણય ન લેવાની સુચનાઓ આપયા બાદ ડીફર કરવાની નોબત એસઆરસી માટે આવી હોય તો, આવતીકાલમાં ફરીથી તે મુદાઓ ન લેવાઈ જાય તેની પણ તકેદારી ડે.ચેરમેનશ્રી નિલાભ્ર દાસ ગુપ્તા કે જેઓ એસઅરાસીના સરકારી ડાયરેકટર પણ છે તેઓએ દાખવવી
જ રહી.

Comments