Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામમાં ૭.૭૦ લાખના દારૂ સાથે ચાર શખ્સો પકડાયા

25 August



એલસીબીએ બી ડીવીઝન પોલીસની હદમાં કરી કાર્યવાહી : મચ્છુનગર પુલીયા અને હરીઓમ નગરમાં દરોડા દરમ્યાન ર૪ લાખનો મુદ્દામાલ કબજે કરાયો

ગાંધીધામ : પચરંગી સંકુલમાં દારૂની બદી અટકાવવા માટે વોચમાં રહેલી એલસીબીએ ગાંધીધામ બી ડીવીઝન પોલીસની હદમાં બે દરોડા પાડી ૭.૭૦ લાખના દારૂ સાથે ચાર શખ્સોને ઝડપી પાડી ર૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. 
આ બાબતે મળતી વિગતો મુજબ એલસીબીને બાતમી મળી હતી કે, મચ્છુનગર પુલીયા નીચે સફેદ કલરની ક્રેટા કાર અંગ્રેજી દારૂ ભરીને આવી રહી છે અને આ દારૂ લેવા માટે બલેનો કાર આવે છે. જે બાતમી આધારે દરોડો પાડી એલસીબીએ રાજસ્થાના વિકાસ, ભંવરલાલ બિશ્નોઈ, રામનિવાસ સોહનલાલ બિશ્નોઈ, મહેશ્વરીનગરના વિનોદ ઉર્ફે વિનુ બુધાભાઈ ફફલને ઝડપી લીધો હતો. જયારે રાજસ્થાનનો નરેશ ઉર્ફે નરેન્દ્ર કાલુરામ બિશ્નોઈ મળી આવ્યો ન હતો. દારૂના ૧પ૦૦ કવાટરીયા તેમજ ૧૯ર બીયરના ટીન મળી કુલ્લ ૬,૬પ,૭૬૦ નો શરાબ તેમજ જીજે. ૩૬ આર. ૯૮૦ર નંબરની ૧૦ લાખની ક્રેટા, નંંબર પ્લેટ વગરની છ લાખની બલેનો, પાંચ મોબાઈલ મળી કુલ્લ ર૩,૦ર,૦૧૦ નું મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. 
આ તરફ બીજી કાર્યવાહી પડાણાના હરીઓમ નગરમાં બુટલેગર મનુભા વીઠુભા વાઘેલાના ઘરે કરવામાં આવી હતી. અહીં ઘરમાં છુપાવેલો દારૂ પકડાયો હતો. જેમાં દારૂની પ૮ બોટલ તેમજ ૭૩ બીયરના ટીન મળી કુલ્લ ૧,૦પ,૦૬૦ નો મુદ્દામાલ કબજે કરવામં આવ્યો હતો.  આ કામગીરીમાં એલસીબીના પીઆઈ એન.એન. ચુડાસમા, પીએસઆઈ ડી.જી.પટેલ સહિતના જોડાયા હતા. 



...........................................


શું મનુભા પૂર્વ કચ્છની ખાખી માટે કમાઉ દીકરો
બની ગયો છે? કેમ તડીપાર-હદપાર નથી કરતા?


મનુભા પર કેટકેટલા પ્રોહીબીશનના કેસો નોધાયેલા છે? લીસ્ટ કાઢો તો ખરા? આટઆટલો છુટથી-બિનધાસ્ત રીતે દારૂની ખેપ મારી રહ્યો છે, તો હિમંત આટલી બધી તેનામા આવી છે કયાથી?



ગાંધીધામ : પૂર્વ કચ્છમાં એસપી પદે સાગર બાગમાર બિરાજમાન છે અને તેમની ધાક  અને કડકાઈથી કઈક માથાભારે ગુનેગારોમાં ફફડાટ છે. પરંતુ મનુભા પડાણા પટ્ટાનોબુટલેગર તેને કોઈ જ ફર્ક ન પડયો હોય તેમ તે બિનધાસ્ત રીતે દારૂ મંગાવતો ફરી રહ્ય છે. તેના પર કેસો પણ થાય છે પરંતુ ફરી ફરીને દારૂની ખેપ પછી પણ મનુભા મારતો પકડાઈ રહ્યો છે? જાણકારો કહી રહ્યા છે કે, મનુભા કોના જોરે આવુ કરી રહ્યો છે? શુ પૂર્વ કચ્છના અમુક બની બેઠેલા ખાખીધારીઓ માટે મનુભા કમાઉ દીકરો બની બેઠો છે એટલે તેની સામે કોઈ કડક કાર્યવાહી કરાતી નથી? મનુભા સામે થયેલા કેસોનો આંક તો કાઢો, તેની સામે તો હદપાર અને તડીપાર જેવા કડક પગલા લેવા જોઈએ? પરંતુ આવી કોઈ જ કડક કાર્યવાહી ન થવાથી તરેહ તરેહના સવાલો ઉભા થવા પામી રહ્યા છે.

Comments

COMMENT / REPLY FROM