Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામમાં કે.એન.કે. હોટલમાં રમાતા જુગારનો પર્દાફાશ

25 August



એ ડીવીઝન પોલીસે દરોડો પાડી રોકડ અને મોબાઈલ સહિત દોઢ લાખનો મુદ્દામાલ કબજે કર્યો


ગાંધીધામ : શહેરમાં સેકટર-૧ એ માં નવનીત ગેસ એજન્સીની પાછળ આવેલ કે.એન.કે. હોટલના બીજા માળે રૂમ નંબર ર૦૧ માં રમાતા જુગારનો પર્દાફાશ થયો હતો. એ ડીવીઝન પોલીસે દરોડો પાડી આઠ ખેલીને ઝડપી લીધા હતા. જેમાં લલિતભાઈ ઉર્ફે કાળુ ઈશ્વરભાઈ ગંગારામાણી, પરસોત્તમભાઈ વેલજીભાઈ, બળવંતભાઈ વસરામભાઈ ઠાકોર, ગૌરવભાઈ ઈશ્વરભાઈ ઠક્કર, અબ્દુલ આરબભાઈ નોડે, રવિ વર્ધીલાલ ઠક્કર, અમીન બાબુલાલ ઠક્કર, કરણ રામભાઈ મારવાડીને પકડી લેવાયા હતા. હોટલમાં રૂમ ભાડે રાખી જુગાર રમાતો હતો. રોકડા રૂા. પ૦૮૦૦ અને એક લાખના આઠ મોબાઈલ કબજે કરવામાં આવ્યા હતા. એ ડીવીઝન પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

 

Comments

COMMENT / REPLY FROM