Trending News
સ્થાનિક સમાચાર

ઠગાઈના ઈરાદે ફેસબુકમાં ફોટા-વીડિયો મુકનારો ઈસમ ઝડપાયો

25 August




સસ્તા સોનાના બિસ્કીટના ફોટા અને પ૦૦ની ચલણી નોટોના બંડલના વીડિયો પોસ્ટ કર્યા હતા


ભુજ : સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં ફેક આઈડી બનાવી તેના આધારે ઠગાઈ કરવામાં આવે છે. સસ્તામાં સોનુ અને એક લાખના બે લાખની જાહેરાત આપી લાલચુ લોકોને શીશામાં ઉતારી પૈસા પડાવવામાં આવે છે ત્યારે મુળ લુડીયાના હાલે ભુજમાં લખુરાઈ ચાર રસ્તા પાસે રહેતા સાલક ઉર્ફે સલીમ મીઠા નોડે નામના શખ્સને એલસીબીએ ઝડપી લીધો હતો. આરોપીએ પોતાના બે મોબાઈલમાં કોમલ સોના નામની ફેક આઈડી બનાવી તેમાં સોનાના બિસ્કીટ અને ચલણી નોટની ગડીના વીડીયો મુકી વિશ્વાસઘાત કરી ઠગાઈ કરવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીના બન્ને મોબાઈલમાં કોમલ સોના નામની ફેસબુક આઈડી ચાલુ હતી. જેમાં ડીપીમાં સોનાના બિસ્કીટના ફોટા, સ્ટેટસમાં સોનાના બિસ્કીટના ફોટા મુકેલા હતા. વોટસઅપ ચેક કરતા અલગ અલગ મોબાઈલ નંબર પર સોનાના બિસ્કીટ અંગે ચેટ કરવામાં આવી હતી. ઉપરાંત ભારતીય ચલણી નોટો પ૦૦ના બંડલના વીડીયો પણ શેર કર્યા હતા. પુછપરછમાં જણાવ્યું કે, છેતરપીંડીના ઈરાદે વોટસઅપ અને ફેસબુકમાં આ કૃત્ય કર્યું હતું. ફેક આઈડી બનાવી ઠગાઈ કરવાની કોશિષ કરતા બી ડીવીઝન પોલીસમાં તેની સામે ગુનો દાખલ કરાવી એલસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Comments

COMMENT / REPLY FROM