Trending News
સ્થાનિક સમાચાર

અંજારમાં એક લાખના બે લાખ કરવાનું કહી બોટાદના યુવક પાસેથી અઢી લાખ પડાવાયા

25 August


યુવકને અંજાર બોલાવી સ્વીફટ કારમાં આવેલા શખ્સોએ રૂપિયા પડાવી મારી નાખવાની ધમકી આપી

અંજાર : જિલ્લામાં સસ્તા સોના બાદ હવે એક લાખના બે લાખ કરી આપતી ગેંગ સક્રિય બની છે. જેને ડામવામાં નિષ્ફળ સાબિત થયેલી પોલીસ સામે હવે પડકારો વધી રહ્યા છે. બોટાદના યુવાનને અંજાર બોલાવી તેની પાસેથી અઢી લાખ પડાવી લેવાયા હતા. 
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ બોટાદમાં રહેતા અશ્વિનભાઈ રાજુભાઈ બાવડીયા નામના મધ્યમ પરિવારના યુવકને ફસાવી લેવામાં આવ્યો હતો. વોટસઅપના માધ્યમથી આરોપીએ સંપર્ક કર્યો અને ઈન્સ્ટાગ્રામમાં મિત્રતા કેળવી એક લાખના બે લાખ કરી આપવાની લાલચ આપી હતી. ફરિયાદીને અંજાર બોલાવી રૂપિયા આપવાના બદલે તેની પાસે રહેલા અઢી લાખ બળજબરીથી પડાવી લઈ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. અંજાર સ્વામિનારાયણ મંદિરના ગેટ બહાર આ બનાવ બન્યો હતો. જે અંગે તેણે સાગરભાઈ, જયેશભાઈ, સ્વીફટ કારમાં આવેલ બે ઈસમ અને એક મોબાઈલ ધારક સામેે અંજાર પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે. બળજબરીથી પૈસા પડાવી લેતા યુવક ખુબ ડરી ગયો હતો. પરંતુ પરિવારે હિંમત આપતા ફરિયાદ લખાવી હતી. હવે જોવાનું એ છે કે બેફામ બનેલી આ ગેંગ સામે પોલીસ કેવા પ્રકારના પગલા ભરે છે. ?

Comments

COMMENT / REPLY FROM