મોદીની મુલાકાત પૂર્વે કાંઠાળ કચ્છ કાંઠે વકરતી નાપાક ભેદી હિલચાલ ચિંતાજનક
કચ્છ કલેટકરશ્રી એજન્સીઓનું વધારે સંકલન
નાપાક મુલકને અડીને આવેલ કચ્છની દરીયાઈ સરહદે બિનવારર્સુ લીકવીડ કન્ટેઈનરના સિલસિલા, માદક પદાર્થોના ચરસના પેકેડસ મળવા બાદ હવે કોરીક્રીક વિસ્તાર સુધીમા એક નહી બે નહી એક સાથે પંદર જેટલા શંકાસ્પદ પાકીસ્તાની શખ્સો ઘુસપેઠ કઈ શકાય વોર્િ નગબેલ
બીએસએફની બટાલીયન દ્વારા દાખવાયેલી જાગૃતી સરાહનીય પરંતુ કોરીક્રીક વિસ્તાર સુધીમા ઘુસી આવેલા પાકીસ્તાનીની હરકતને હળવાશથી તો ન જ લેવાય : કચ્છમા ધામા નાખી બેઠેલી દેશભરની એજન્સીઓ ગાફેલ ન રહે
દરીયામા કરંટ છે, રફ દરીયો હોય ત્યારે તેની આડમા માછીમારોના સ્વાંગમા કયાક નેકયાક કોઈ મોટી હરકતને અંજામ આપવાનો ઈરાદો તો નાપાક શખ્સોનો ન હોતો ને? મોદીના ગુજરાત પ્રવાસ સમયે જ થયેલી આ ઘુસણખોરીને ગંભીરથી લેવી જ ઘટે
બીએસએફની ટીમને ઓપરેશનમાં મળી સફળતા : સંદિગ્ધ વસ્તુ ન મળી : કોટેશ્વર ખાતે પુછપરછ હાથ ધરાઈ
ભુજ : નાપાક મુલકને અડીને આવેલા કચ્છ જિલ્લાની સરહદ પર પાછલા અમુક દીવસથી ખાસ કરીને દરીયાઈ પટ્ટામા સંવેદનશીલ હલચલ વધતી જોવાઈ રહી છે. એક પછી એક અલગ અલગ રીતે આ હલચલને કડબદ્ધ રીતે જોઈ અને એજન્સીઓએ તપાસ આદરવાની જરૂરીયાત દર્શાવવા પામી રહી છે. હજુ તો અહીથી કન્ટેનરો મળવાનો સિલસિલો થમ્યો જ ન હતો કે ફરીથી કચ્છ કાઠે ચરસના પેકેટસ મળવાની ઘટનાઓ તાજી થવા પામી ગઈ હતી તો વળી આ બન્નેના મુળીયા ઉલેચાયા જનથી ત્યા તો ગત રોજ ૧પ જેટલા પાકીસ્તાનીઓ બીએસએફ દ્વારા ઘુસપેઠ કરતી અવસ્થામા પકડી પાડવામા આવ્યા છે.
ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવવાના છે. આ પૂર્વે સરહદી કચ્છના સંવેદનશીલ ગણાતા કોરીક્રિક વિસ્તારમાં એક બે નહીં પણ ૧પ પાકિસ્તાની માછીમાર પકડાયા હતા. બીએસએફની ટીમે બોટ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. જો કે સંદિગ્ધ વસ્તુ મળી આવી નથી.
આ અંગેની વિગતો મુજબ શનિવારે બપોરે ૧૨ વાગ્યે કોટેશ્વર સામેના કોરીક્રીકના ઉત્તર છેવાડે બીબી કા કૂવા વિસ્તાર પાસે બીએસએફના જવાનોને એક શંકાસ્પદ બોટ દેખાઈ હતી. તરત જ બીએસએફની ૬૮ બટાલિયન, ૧૭૬ બટાલિયન તથા જી.બ્રાંચના જવાનો સંયુક્ત ઓપરેશનમાં જોડાયા હતા. આ બોટને ઘેરીને તેમાં સવાર પાકિસ્તાની માછીમારોને કાબૂમાં લીધા હતા. બોટની તલાશી દરમ્યાન માછલી પકડવાની જાળ, બરફ તથા માછલીઓનો જથ્થો મળી આવ્યો છે. ઝડપાયેલ માછીમારોને મોડી રાત્રે કોટેશ્વર બીએસએફ ચોકી પર લવાયા હતા અને તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ ઓપરેશન બાદ બીએસએફના આઈજી તથા ડીઆઈજી પણ કોટેશ્વર પહોંચ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ આ પાકિસ્તાની બોટ લખપતથી પાંચ કિલોમીટર અંદર સુધી ઘૂસી આવી હતી. બીબી કા કૂવા વિસ્તારના છેડેથી બોટને આંતરી લેવામાં આવી હતી. શનિવારે અમાસના કારણે દરિયામાં ભરતી હતી, ત્યારે દરિયો તોફાની હોવા વચ્ચે બીએસએફના જવાનોએ પડકારજનક સ્થિતિમાં મોટી સંખ્યામાં પાકિસ્તાની માછીમારોને ઝડપી લીધા હતા. પુછપરછ કરતા જાણવા મળ્યું કે, તેઓ પાકિસ્તાનના સિંધ પ્રાંતના સુજાવલ જિલ્લાના જાટી ગામના છે. તેઓના નામ પર નજર કરીએ તો ફીયાઝ હસન, ગફુર આચાર, છદમ યાસીન, અહમદ ખમીશા, જબ્બાર ઉસ્માન, અંસાર રામઝન, મુસ્તાક આચર, રન્નેલ મીરમહમદ, ઉર્ષ યાકુબ, અસરફ ગની, સલીમ ઈબ્રાહીમ, બચલ ગુલામ અહેમદ, ઈશાક ભીયણુ, કરીમ ઓઢા, હમઝા અબ્દુલ્લા પકડાયા છે. તમામની ઉમર ર૦ થી ૩૦ વર્ષની અંદર છે. હાલ બીએસએફની ટુકડીએ પુછપરછ હાથ ધરી છે. જે બાદ પોલીસ સ્ટેશનમાં નોંધ દાખલ કરાવી તમામને ભુજ જેઆઈસીને હવાલે કરવામાં આવશે.

Comments