ધ્રબમા સબસીડીવાળા યુરીયા ખાતર કૌભાંડમા ધવલ ઠકકરના લ્યો કડક રીમાન્ડ : તો મસમોટા નેટવર્કનો થશે ભાંડાફોળ
નાયબ ખેતી વાડી નિયામક દ્વારા થયેલી કાર્યવાહી સરાહનીય : એક પખવાડીયા પહેલા પાડેલા દરોડા બાદ યુરીયા ખાતરની પુષ્ટી તથા ફરીયાદ નોધાવાઈ : ચાર સામે ફરીયાદ થવા પામી છે ત્યારે ધવલ સબસીડીવાળા ખાતરને ધ્રબ ગોદામમા મુકવામા લાગી રહ્યો છે મુખ્ય કડીરૂપ
ધવલ આ સબસીડીવાળુ ખાતર લાવ્યો કયાથી? કોણે તેને ખેડુતોના હકકનુ ખાતર પધરાવી દીધુ? કઈ મંડળીમાથી આ ખાતર સપ્લાય થયુ છે? અગાઉ કેટકેટલીવાર આ રીતે ખાતર અહી ગોડાઉનમા રખાયુ? આ ગોડાઉનમાથી ખાતર સપ્લાય કયા થવાનુ હતુ? કયા ઈરાદે થવાનુ હતુ?
ગાંધીધામ : ગુજરાતમા સબસીડીવાળા યુરીયા ખાતરનો ગેરકાયદેસર ઉપયોગ મોટા પ્રમાણમા થવા પામી રહ્યો છે. કચ્છ તેના એપીસેન્ટર તરીકે ઉભરી રહ્યુ છે તેમ કહેશુ તો પણ વધારે પડતુ નહી કહેવાય. તાજેતરમા જ કેન્દ્ર સરકારના આદેશ બાદ ગુજરાત સરકાર કૃષી વિભાગ દ્વારા રાજયવ્યાપી તવાઈ બોલાવાઈ હતી તેમા ૧પ૦થી વધુ અધિકારીઓની ટીમો કચ્છમા ઉતરી પડી હતી અને ઠેર ઠેર તપાસનો દોર હાથ ધર્યો હતો. તેમા ખાસ કરીને પૂર્વ કચ્છમા પ્લાયવુડની ફેકટરીઓમા આ તપાસ કરવામા આવી હતી. પ્લાયવુડવાળા તો અમુક સરકારી સસ્તુ ખાતર આડેધડ વાપરી જ રહ્યા હોવાની વચ્ચે હવે મુંદરામાથી પણ આવા જ સબસીડીવાળા ખાતરનો તઘડો જથ્થો સત્તાવાર રીતે ઝડપાઈ ગયો છે અને તે નીમકોટેડ યુરીયા ખાતર જ હોવાનો પણ સત્તાવાર ખુલાસો થઈચુકયો છે. આ બાબતે નાયબ ખેતીવાડી નિયામક દ્વારા ફરીયાદ પણ થવા પામી ચુકી છે.
થયેલા કેસની જો ટુકમા વાત કરીએ તો મુંદરાના ધ્રબમા એક ગોડાઉનમા નીમકોટેડ યુરીયા ખાતરનો મોટો જથ્થો મળી આવવા પામ્યો હતો જેના સેમ્પલીગ લીધા બાદ તે નીમકોટેડ યુરીયા જ હોવાનુ સામે આવતા ચાર શખ્સો સામે ફરીયાદ ખેતીવાડી વિભાગ દ્વારા નોધાઈ છે જે આવકારદાયક પહેલ કહી શકાય તેમ છે. પરંતુ અહી સવાલ એ થવા પામી રહ્યો છે કે, આ ખાતરનો જથ્થો ધ્રબમા ગોડાઉન સુધી પહોચ્યો કેવી રીતે? એકતરફ આ સરકારી ખાતર માટે ખેડુતો લાંબી લાંબી લાઈનો લગાવી કલાકો સુધી ઉભા રહે છે તો પણ ખાતર તેમને મળતુ નથી, ખાતરની અછતના કારણો દર્શાવાતા હોય છે તો પછી આવા કાળા બજારીયાઓ સુધી આ સબસીડીવાળુ ખાતર આટલી મોટી માત્રામા પહોચી જાય છે કેવી રીતે? મુંદરા ધ્રબવાળા કેસમા જે ઘટના બની છે તેમા જાણકારો કહી રહ્યા છે કે ધવલ ઠકકર નામના શખ્સના કડક રીમાન્ડ લેવાની જરૂર છે. ગોડાઉન મેનેજર સહિતના ચાર શખ્સોની સામે જે ફરીયાદ થઈ છે તેમા ધવલ ઠકકરને કડકાથી પુછાશે તો મુંદરા સુધી પહોચી ચુકેલા આ મોટા સબસીડીવાળા ખાતરની ચોરીના મોટા નેટવર્કનો પર્દાફાશ થઈ શકે તેમ છે.
અહી સવાલ થાય છે કે, ધવલ ખાતર લાવ્યો હતો તો તે ખાતર કયાથી મળ્યુ? આ ખાતર તે અગાઉ કેટકેટલી વાર લઈ આવ્યો? સસ્તુ ખાતર આ ગોડાઉનમા રાખી અને કોને આપવામા આવતુ હતુ? આખીય સિન્ડીકેટમા કોણ કોણ સામેલ છે? કોની કોની ભાગબટાઈ થતી હતી? તે સહિતની માહીતીઓના મુળીયા ઉલેચવા ખુબજ જરૂરી બની રહ્યા છે.
............
મુંદરા જીઆઈડીસીમાં નીમ કોટેડ યુરિયાનો ઔદ્યોગીક વપરાશનો પર્દાફાશ
ખેતીવાડી વિભાગે દરોડો પાડયા બાદ નોંધાવી ફોજદારી : લોજીસ્ટીકના માલિક, ગોડાઉન મેનેજર સહિતના સામે ગુનો નોંધાયો
રંવારની ફરિયાદો વચ્ચે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં મુંદરામાં આવેલા ઉદ્યોગમાં ખેતીના ખાતરનો વપરાશ કરવામાં આવતો હતો. આ બાબતે મળતી વિગતો મુજબ ગત પ તારીખે ખેતી વાડી વિભાગે ધ્રબ જીઆઈડીસીમાં આવેલા રેહા લોજીસ્ટીકના ગોડાઉનમાં તપાસ કરી હતી. જેમાં યુરીયા જેવા મટેરીયલની ઘણી બધી બોરીઓ મળી આવી હતી. ગોડાઉન મેનેજર દીપક યાદવની પુછપરછ કરતા આર.જે.૩૯ જીએ ૬૯પ૮ ના ડ્રાઈવર પ્રવીણકુમારની ગાડીમાં લેબર કોન્ટ્રાકટર સંજીત યાદવની ભલામણથી આ માલ ગોડાઉનમાં રાખવામાં આવ્યો હતો. સંજીતની પુછપરછ કરતા આ મટેરીયલના માલિક ધવલ પ્રવીણભાઈ ઠકકર હોવાનું જણાવ્યું હતું. ગોડાઉનના માલિક અજયસિંહ બટુકસિંહ વાઘેલા તથા મેનેજર આધાર પુરાવા રજુ કરી શકયા ન હતા. જેથી પ૦ કીલોની એક એવી પપ૯ થેલી સીઝ કરી નમુના તપાસ માટે જુનાગઢ મોકલવામાં આવ્યા હતા. જેના અહેવાલમાં નીમ કોટેડ યુરીયા ખાતર હોવાનું સામે આવ્યું હતું. જેથી નાયબ ખેતી નિયામક ભરતભાઈ કરશનભાઈ પટેલે મુંદરા પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો. સબસીડીવાળું સરકારી ખાતર ગેરકાયદે રીતે ઔદ્યોગીક વપરાશમાં લેવામાં આવ્યું હતું. ખાતરની કિંમત ૧.૬પ લાખ આંકવામાં આવી છે.
.........

Comments