સરહદી કચ્છમાં સ્કુલની આસપાસ વ્યસનોના અડ્ડા કરો બંધ ! કચ્છ કલેકટર-પોલીસ-શિક્ષણતંત્રને આપે સીધા કડક આદેશો..!
અમદાવાદના ખોખરાથી ભુજની વીડીસ્કુલમાં વિદ્યાર્થીઓ વચ્ચે ઘાતક હુમલા
ગુજરાત રાજયના જાબાંઝ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ વાળી ઘટનામાં હકીકતમાં હત્યા નિપજાવનારા કિશોરને તો કડકમાં કડક સજા કરવી જોઈએ તેની સાથે તેના પરીવારજનોને પણ નશ્યત કરવા તેના ઘર પર બુલડોઝર ફેરવવુ જોઈએ : હત્યારાને કીશોર ઘણીને ત્રણ વર્ષ બાદ મુકિત ન મળી જાય તે અનુસારની કડક કલમો ઉમેરી કરવી જોઈએ કાર્યવાહી : સેવન્થ ડે સ્કુલની સામે એવી ધાક બેસાડતી કાર્યવાહી થાય કે અન્ય સ્કુલોમાં પણ સંદેશ પહોચી જાય
અમદાવાદની સેવન્થ ડે સ્કુલમાં ૧પ વર્ષના વિદ્યાર્થીનુ છરીના ઘા જીંકીને કરપીણ હત્યા કરી દેવાયાના ર૪ કલાકમાં જ ભુજની વીડી સ્કુલ બહાર વિદ્યાર્થીઓ વચ્ચે ઘાતક મારામારી ઘટના ભદ્રવર્ગ-વાલી આલમ-શિક્ષણ જગત માટે લાલબત્તીરૂપ
શાળામાં હથિયારો આવે છે કયાંથી? અમદાવાદનો હત્યારો વિદ્યાર્થી એક માસથી બોકસ કટ્ટર લઈને ફરતો હતો? કેમ કેાઈને ગંધ શુદ્ધા ન આવી? વાલીઓએ પણ પોતાની સંતાનો-ઓલાદો માટે કાઢવો જોઈશે સમય : અમુક ધનાઢય વાલીઓ પૈસાની કમાણીમાં જ આંધડી દોટ મુકી દેતા હેાય છે, નબીરાઓ કયા જાય છે, શું કરે છે, તેની કોઈ જ પરવા કરતા નથી અને આવા માલેતુજાર મા-બાપના વંઠેલા નબીરાઓ પણ ગુનાહિત કૃત્યો તરફ ધકેલાઈ જતા હોય છે..! શાળાઓની આસપાસ-બહાર મોંઘાદાટ વાહનો-ટુ વ્હીલરો ગોઠવી અને યુવતી-મહીલાઓની પજવણીઓ કરવાની પણ સતત ઉઠતી રહેતી હોય છે ફરીયાદ
શાળાઓમાં વાલી સમીતી ફરજીયાત બનાવડાવો, અત્યારે કેટલી શાળાઓમાં વાલી સમીતીઓ બનેલી છે? શિસ્ત સમીતીનું પણ થવુ જોઈએ ગઠન : કચ્છમાં કેટલી શળાઓમાં શિસ્ત સમીતી રચાયેલી છે? કચ્છ કલેકટરશ્રી ડીપીઈઓ-ડીપીઓને તરત જ આદેશ આપે અને કાર્યવાહી કરાઈ કે નહી તે એક સપ્તાહમાં જ રીવ્યુ મેળવે
કચ્છના રાજકારણીઓ પણ રાજય સરકાર સમક્ષ કરે રજુઆત : ગુજરાત બહરાના બોર્ડની શાળાઓ કચ્છમાં ધમધમી રહી છે તેઓને રાજય સરકારના સુરક્ષા-સલામતીને લગતા નિયમોની એનઓસી અચુક લેવી તે નિયમ ફરજીયાત કરાવો, મનફાવે તેમ બધાય બોર્ડ મનસ્વી રીતે વર્તી રહ્યા છે, ગુજરાત બોર્ડ સિવાયની સ્કુલમાં ઘટના બને છે ત્યારે નામ અને છબી સરકારની બગડી રહી છે?
શાળાઓની આસપાસમાં તમ્બાકુ, ઈ સિગારેટ-વિદેશી પ્રતિબંધીત સિગારેટ, થીનરની બાટલીઓ, મેડીકલ સ્ટોર્સમાં એનર સહિતના ગંભીર
વ્યસનોના હાટડાઓ બેફામ ધમધમી રહ્યા છે, નિયમો પણ છે ૧૦૦ મીટરની ત્રિજયામાં હોવા જ ન જોઈએ, આ ઉપરાંત કેટલાક વિસ્તારમાં તો સ્કુલોની આજુબાજુમાં દારૂના દુષણ તથા નશાની પડીકીઓના પણ થાય છે વેંચાણ : કલેકટરશ્રી પોલીસ સાથે સંકલન સાધી કચ્છભરમાં આવા દુષણોને શાળાની આસપાસમાથી દુર કરાવે તે જરૂરી
ખાટલે મોટી ખોટ : વાલીઓ જાગૃત બને, આવી શાળાઓમાંથી બાળકોના પ્રવેશ જ કઢાવી લ્યો, વિદ્યાર્થીઓ જ નહી જાય તો શાળા શું કરી લેવાની છે? જો માત્ર રોડ રસ્તા પર બે-ચાર દીવસ બેઠા રહ્ય તો તેનાથી શાળા સામે કોઈ જ પગલા નહી લેવાય, માત્ર પાંચ-સાત દીવસ સ્કુલ બંધ રહેશે અને તે ફરીથી ચાલુ થવા પામી જશે..! : અનેકવખત રજુઆતો છતા પણ માત્ર એકાદ-બે દીવસ માટે આવા વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરીને ફરીથી પાછા લઈ લેનાર શાળાના પ્રિન્સીપલની સામે પણ કેમ ન થાય ફોજદારી રાહે જ કાયવાહી?
ગાંધીધામ : ગુજરાત અને કચ્છની શાળા-કોલેજોમાં અણછાજતી થતા કાયદો વ્યવસ્થા અને સુરક્ષાને પડકાર ફેકતી ઘટનાઓ અવાર નવાર બનવા પામી રહી છે. દરમ્યાન જ અમદાવાદના ખોખરા વિસ્તારની સેવન્થ ડે સ્કુલ તથા ભુજની વીડી સ્કુલ બહાર વિદ્યાર્થીઓ વચ્ચે હુમલાની ઘટનાઓ બનવા પામી છે. શાળા પરીસર બહાર આ ઘટના બની હેાવાનુ દર્શાવાયા છે તેમ છતા પણ આ ઘટનાને લાલબત્તીરૂપ સમજવુ જોઈએ. સૌ પ્રથમ તો હુમલા અને મારામારી તીક્ષ્ણ હથિયારો સાથે કરાઈ છે તે કરનારા ટાબરીયાઓ છે. આ ટાબરીયાઓમાં આટઆટલી ક્રુરતાઓ આવે છે કેવી રીતે? તેને સમજવાની જરૂર છે અને તે અસામાજીક દુષણોને જળમુળથી નાબુદ કરવાની તાતી જરૂરીયાત છે. અહી સૌથી મોટેા સવાલ એ થાય છે કે નાની ઉમરના ૧પ વર્ષની ઉમરના છોકરાઓમાં આટઆટલી ક્રુરતા સાથેનો ઝનુન આવે છે કયાંથી? કારણ કે અમદાવાદવાળી ઘટનાની જો વાત કરીએ તો અહીની સ્કુલમાં જે રીતે વિદ્યાર્થીને અનેક છરીના ચાક્કુ જીંકીને મારી દેવાયો છે તે ક્રુશ માનસીકતા સાથે જ ઘટનાને અંજામ અપાયો છે. સ્કુલની અહી બેદરકારી ચોકકસથી સામે આવી જ રહી છે કારણ કે, એકાદ માસથી આ છોકરાઓ વચ્ચે ધર્ષણ અને ડખ્ખાઓ થતા જ હતા. છતા શાળા ગંભીર ન બની? ઉપરાંત ઘટના બન્યા બાદ પણ શાળાની બહાર મૃતક વિદ્યાર્થી ૩૦ મીનીટ સુધી તરફડીયા ખાતો રહ્યો પણ તેને કોઈ જ સારવાર ન મળી અને તેણે અંતિમ શ્વાસ લઈ લીધા? આવામાં શાળા પરીવાર, અને સિકયુરીટી સહિતનાઓ કોઈ જ ત્યા પહેચ્યા નહી? હકીકતમાં શાળાએ એમ્યુલન્સ, ૧૦૮ ઈમરજન્સી તથા પોલીસને ફોન કરવાની જરૂર હતી જે પણ થયુ નહી? તગડી ફી વસુલાત કરવી હોય તો વ્યાજવટાઉના ધંધાદારીઓની જેમ શાળાઓ વાલી પર દાદાગીરી કરતી હોય છે, તો પછી મૃતક બાળક તરફડીયા મારતો હતો ત્યારે તેની મદદે આવવા કે શાળાના બાળકોની સુરક્ષા અને સલામતી માટે કેમ કયાંય આગળ ન આવ્યા? શાળામાં આવી ઘટનાઓ બનતી જ રહેતી હતી અને તેનાથી પ્રિન્સીપલ અવગત હતા, વિદ્યાર્થીઓને એકા-દ બે દીવસ માટે સસ્પેન્ડ કરી પરત લઈ લેતા હોવાથી આવા ક્રુર તત્વોનુ મનોબળ પણ ઉચકાઈ જતુ રહ્યુ હોય તેવી રીતે હત્યાની ઘટનાને અંજામ આી દીધો છે? અહી પ્રિન્સીપલની પણ પુરી બેદરકારી દર્શાય જ છે.
આ ઉપરાંત હત્યારાએ જે ઘટનાને અંજામ આપ્યો છે તે શાળામાં બોકસ કટર લઈને આવતો હતો. એક માસ પહેલા શાળાએ બન્ને વચ્ચે પરીવારોની હાજરીમાં સમાધાન અને સમજુતી કરાવી દીધી હતી છતા પણ તેને એક માસ બાદ જેની સાથે ડખ્ખો થયો તેને મોતને ઘાટ ઉતારી દેવાના આયોજનથી જ આ નિર્દયી ઘટનાને અંજામ અપાયો છે. હત્યા નિપજાવી દીધા બાદ પણ હત્યારાની ચેટ સામે આવી છે જેમાં તેણે લખ્યુ હતુ કે, મારી નાખ્યો છે. વિચાર તો કરો કે આ ટાબરીયાઓ કેટલા ક્રુરતા સાથે પૂર્વ નિયોજીત ષડયંત્ર હત્યાનુ ઘડી બેઠા હશે? કચ્છને માટે ચિંતાનો વિષય એ છે કે અમદાવાદના ખોખરાની સેવન્થ ડે સ્કુલમાં જે ઘટના બનવા પામી તેના ર૪ જ કલાકની અંદર કચ્છના જિલ્લા વડામથક ભુજમાં વીડી સ્કુલ બહાર વિદ્યાર્થીઓ વચ્ચે આવી જ ડખ્ખાની ઘટના બનવા પામી ગઈ છે. હાથના પંચ અને કળા વડે ભુજની વીડી હાઈસ્કુલમાં બબાલ થવા પામી છે. ધો. દસ અને ૧૧ના વિદ્યાર્થીઓ વચ્ચે માથાકુટ બાદ આ હુમલો થવા પામ્યો છે. વિદ્યાર્થીઓને માથાના માગે ઈજાઓ પહોચવા પામી છે. આ બન્ને ઘટનાઓ ભદ્રવર્ગ, શિક્ષણ આલમ, તથા વાલીઓને માટે પણ લાલબત્તીરૂપ જ કહી શકાય તેવી છે. હકીકતમાં આટઆટલી ક્રુરતાઓ આવા નાના નાના ટાબરીયાઓમાં આવી જાય છે કયાંથી? વાલીઓ તો ચોકકસથી અભ્યાસ કરવો જોઈએ પરંતુ શાળાઓની આસપાસમાં વ્યસનનોના દુષણો, માદક પદાર્થેાના વેંચાણ, ઈ-સીગારેટ, સહિતનાઓ મામલે તવાઈ બોલાવી જોઈએ. જિલ્લાની કેટલીક શાળાઓમાં જાણતા અજાણતા તથા શાળાઓની આસપાસમાં આવા દુષણો મોટા પાયે વકરેલા છે અને વિદ્યાર્થીઓને જ આવા નશાના કારોબારીઓ તાર્ગેટ કરતા હોય છે. શાળા-કોલેજો આસપાસમાં વ્યસનની પડીકીઓ અને ઈ સિગારેટ જેવા દુષણો મોટા પાયે વકરી જવા પામ્યા છે. જેના સેવન બાદ વિદ્યાર્થીઓની માનસીકતા વીકૃતીની હદો પાર કરી જતી હોય છે તેમ માનવુ વધારે પડતુ નહી કહેવાય.કચ્છમાં પણ જિલ્લાભરમા આવેલી શાળાઓ અને કોલેજોની આસપાસ આ રીતે પણ મેગા ડ્રાઈવ હાથ ધરવી જોઈએ. આ ઉપરાંત શાળાઓએ પણ શિસ્તસમીતીના ગઠન કરવા શિક્ષણ વિભાગે ફરજ પાડવી જોઈએ. , વર્ગખંડમાં, રમતના મેદાનમાં , શાળા પરીસરમાં શિસ્ત જળવાય તેની તકેદારી શિક્ષકોેએ રાખવી જોઈએ. નાની મોટી અણસમજ બાળકો વચ્ચે થતી હોય તેમની વચ્ચે સમાધાન કરાવવુ જોઈએ, ઉપરાંત જે નિયંત્રણમા ન આવતો હોય તેવા વિદ્યાર્થીના વાલીને બોલાવી અને લેખિતમાં સપ્ષ્ટ કડક સુચના આપવી જોઈએ, આવી શિસ્ત શાળામાં જળવાય તે જરૂરી છે. શાળાઓમાં પ્રાથમિક કલીનીક હોવી પણ જરૂરી છે. તે અત્યાર સુધીમાં કેટલી શાળાઓ હયાત છે કચ્છમાં? તેનું પણ ઈન્સપેકશન કરવુ જોઈએ. આ ઉપરાંત અમદાવાદની જેમ જ ભુજની વીડી સ્કુલમાં પણ ઘટના બનવા પામી છે ત્યારે કચ્છના રાજકારણીઓએ આગળ આવી અને સરકાર તબક્કે રજુઆત કરવી જોઈએ અને ગુજરાત બહારના બોર્ડની જેટલી પણ શાળાઓ કચ્છ-ગુજરાતમાં ચાલી રહી છે તેઓએ સુરક્ષા-સલામતીનાના રાજયના ધારાધોરણો મામલે રાજય સરકારની એનઓસી લેવી ફરજીયાત કરવા રજુઆત કરી દેખાડવી જોઈએ. ગુજરાત બહારના બોર્ડને મન ફાવે તે રીતે વર્તી રહ્યા છે અને અમદાવાદની ઘટના તેનો દાખલો કહી શકાય તેમ છે. શિક્ષણતંત્રની બેદરકારી પણ અહી એટલી જ સામે આી રહી છે, શાળાઓમા નીતી નિયમોની અમલવારી થાય છે કે નહી તેની ચેકીંગક રવાની હોય છે, રીપોર્ટ સીટ પણ તૈયાર કરવાની થતી હોય છે, પરંતુ કચ્છમાં આવુ કેટલી શાળાઓમાં થાય છે? શિક્ષણ વિભાગના લાપરવાહો માત્ર અને માત્ર પોતાનો ચહેરો દેખાડી અને શાળા ઈચ્છે તેવા અહેવાલો આપી અને પરત આવી જતા હોવાથી શાળાઓ મનફાવે તેમ બેદરકારી દાખવતા હોય છે અને ઘટનાઓ બની જતી હોય છે. અને સૌથી વધારે તો વાલીઓએ જાગૃત દાખવી પડશે. વાલીઓએ જે શાળામાં આવી ઘટનાઓ બની છે તેવી શાળાઓમાં સામુહીક રીતે જ બાળકોના પ્રવેશ કઢાવી લેવા જોઈએ, જો વિદ્યાર્થીઓ જ શાળામાં નહી જાય તો શાળા અને તેના ટ્રસ્ટીઓ તથા શિક્ષકો શું કરવાના છે? માત્ર અને માત્ર બે-ચાર દીવસ શાળાની બહાર ભેગા થઈ આક્રોશ-બળાપો દેખાડાશે તો તેનાથી શાળાનુ કઈ જ નહી બગડી જાય. સાત દીવસ સુધી શાળા બંધ રહ્યા બાદ, સૌ કોઈ તપાસ અને રીપોર્ટ તથા સમીતીના નામે ડોળ કરી અને બેસી જશે હાથ ખંખેરીને.. અને સાત દીવસ પછી શાળા ફરીથી શરૂ થવા પામી જશે. અમદાવાદ ખોખરાની સેવન્થ ડે સ્કુલથી લઈ અને ભુજની વીડી સ્કુલ બહાર વિદ્યાર્થીઓ વચ્ચે થયેલ ઝઘડા-બબાલ-હુમલાની ઘટનામાં વાલીવર્ગ, શિક્ષણવિભાગ, રાજકીય આગેવાનો-પ્રજાકીય પ્રતિનિધીઓ, પોલીસતંત્ર, રાજય સરકાર સહિત સૌનાઓએ કડકાઈથી બરાબરની ધાક બેસાડતી કાર્યવાહી કરી દેખાડવી જ ઘટે.

Comments