Trending News
સ્થાનિક સમાચાર

પશુપાલન મંત્રી રાઘવજીભાઈની ધાક બેસાડતી કાર્યવાહી : કચ્છના  નિષ્ક્રીય અધિકારી ડો.નાથાણી પાસેથી મહત્વપૂર્ણ ચાર્જ છીનવાયો

23 August




ચાર માસમાં ઈન્ચાર્જ અધિકારીએ જિલ્લાના પશુપાલન વીભાગને કરી નાખ્યો હતો ભગવાન ભરોસે : રાઘવજીભાઈની કડકાઈથી પશુપાલન ક્ષેત્રમાં ઢીલાશ દાખવનારાઓને ગયો કડક સંદેશ



લખપતમાં સીએમ ગૌમાતા પોષણ યોજનાનો ગેરવહીવટ હવે ખુલશે ખરો? એકસપાયરી ડેટવાળી દવાઓનો વેપલો અટકશે : પૂર્વ કચ્છના આઉટ ફોલ્ડરીયા ગોવિંદ જેવાઓની દુકાનો થશે બંધ? : જાણકારોમાથી ફેલાતો આશાવાદ



ગાંધીધામ : ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના ખેડુપુત્ર પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલની અબોલજીવો પ્રત્યેની કરૂણાના વધુ એકવાર દર્શન થવા પામ્યા છે. રાજયભરમાં પશુઓના સરંક્ષણ અને સંવર્ધનને માટે સદાય ચિંતિત રાઘવજીભાઈ પટેલે કચ્છમાં પણ પછલા ત્રણ ચાર માસથી જે રીતે પશુપાલન વિભાગ ઈન્ચાર્જના ભરોસે ગબડાવાઈ રહ્યુ હતુ અને ઈન્ચાર્જ અધીકારી દ્વારા કચ્છમાં બનતી એક પછી એક પુનરાવર્તિત ઘટનાઓમાં નિષ્ક્રીયતાઓ દાખવાઈ તેને લઈને પશુપાલન વિભાગ રાજય સરકાર તરફથી સત્તાવાર આદેશ વછુટી ગયો છે અને તેમાં ડો. નાથાણી પાસેથી જિલ્લાના નાયબ પશુપાલન વિભાગનો ચાર્જ તાત્કાલીક અસરથી લઈ લેવાના નિર્દેશો અપાઈ ગયા છે. રાઘવજીભાઈ દ્વારા આ મુજબની ધાક બેસાડતી કાર્યવાહી કરવાથી પશુપાલન ક્ષેત્રે કચ્છમાં કામગીરીમાં ઢીલાશ દાખવનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે તો વળી જયા જયા અન્યાયની લાગણી અનુભવનારાઓ હતા તેમને હાશકારો થવાપામી ગયો છે. 
નોધનીય છે કે પાછલા ચાર-પાંચ માસમાં કચ્છમાં  વાગડમાં ૪૭ પશુઓના શંકાસ્પદ મોત થયા તેમાં કોઈ જ ઠોસ તારણ સામે તંત્ર લાવી શકયુ ન હતુ, સેમ્પલો મોકલ્યા, રીપોર્ટ આવશે તેવી જ વાતો કરી રાખવામાં આવી હતી, તે બાદ લખપતમાં સીએમ ગૌમાતા પોષણ સબસીડીમાં ગેરવહીવટમાં પણ જિલ્લા સ્તરેથી કાર્યવાહી ન થઈ શકે અને ગાંધીનગરની ટીમને દોડીને આવવુ પડયુ અને તેઓને પણ નેગેટીવ રીપોર્ટ જ ભરવાનીસ્થિતી સ્થળ પર દેખાઈ જવા પામી હતી, જે જિલ્લા સ્તરના અધિકારીને ન દેખાઈ હતી,  એટલુ માત્ર જ નહી પણ આવા કિસ્સામાં કાર્યવાહી કરવામાંમાં પણ ઉદાશીનતા, લમ્પીનો કચ્છમાં કહેર વધી ગયો, અબડાસામાં ૭૦૦ બગલાનામોત, પદ્વર જેવા કેમ્પોમાં એકસપાયરી ડેટની દવાઓ પકડાવવા સહિતના મામલે ડો.નાથાણીના કાર્યકાળમાં જિલ્લા પશુપાલનની છબી સતત ખરડતી જ રહેતી જોવાઈ હતી, જે બાબતે પશુપાલન વિભાગ સુધી માહીતીઓ પહોચતા કચ્છમાં કથળતી સ્થિતી નિયંત્રણ ન કરી શકનારા અધિકારી પાસેથી જિલ્લા પશુપાલન નાયબ નિયામકનો ચાર્જ ત્વરિત ધોરણે જ લેવાઈ ગયો છે અને આ ઓર્ડર રાજયના પશુપાલન નિયામક ડો. ફાલ્ગુની ઠાકર દ્વારા જિલ્લાકક્ષાએ પણ બજવાઈ ગયો છે.


 

Comments

COMMENT / REPLY FROM