- તો કાસેઝમાં સમ્યક કોમ્યુટરવાળી ગેંગ જેવા કાંડો આપોઆપ અટકશે
ડીસીશ્રી દિનેશસિંગ કરે પરિપત્ર : તમામ યુનિટો વાહનોની આવન-જાવનના માસિક ફરજીયાત રાખે લીસ્ટ
કાસેઝમાં રી-એકસપોર્ટ અથવા પ્રોસેસીંગ કરવાના બદલે ડીટીએ એટલે કે ડોમેસ્ટીક લોકલ માર્કેટમાં ડમ્પ કરી દેવાના ચાલી રહ્યા છે લાંબા સમયથી આયોજનબદ્ધ કારનામાઓ, ઈન-આઉટ ગેટ, યુનિટ ધારકો, ઝોનના કસ્ટમના અમુક ભ્રષ્ટ તત્વો સહિતનાઓની મીલીભગતથી આખુ ષડયંત્ર આચરાતું હોવાની છે ચર્ચા
ડીસી ૧ પરિપત્ર તમામે તમામ યુનિટને ફટકારે, દરેક યુનિટ મહિનામાં તેમના વેરહાઉસમાં કેટલી-કયા નગરની ગાડીઓ આવી તેનુ રજીસ્ટ્ર નિભાવે, અને તે મહીનાના અંતે ઝોન પ્રશાસનને જમા કરવાનુ ફરજીયાત કરાવે, ઝોન પ્રશાસનગેટ ઈન દર્શાવેલા વાહોનોની સંખ્યા અને યુનિટે દર્શાવેલા લેખિતમાં વાહનોની સંખ્યા ટેલી કરશે, તો આપોઆપ જ દુધનું દુધ અને પાણીનું થઈ જશે પાણી, એકસેસીવ એટલે કે વધારાના વાહનો કેવી રીતે ઈન થયા, કોની ભાગબટાઈથી-મદદગારીથી ઈન થયા, કેવા હેતુસર આવ્યા, તે સહિતની વિગતો ક્રોસ કરવાથી આવી જશે સામે :
માત્ર પરિપત્ર કરવાથી જ અડઘોઅડધ આવા ગાપટાં કરનારાઓ બંધ થઈ જશે..!
ગાંધીધામ :આ બાબતે જાણકારોની જો વાત માનીએ તો કાસેઝમાં રી-એકસપોર્ટ અથવા પ્રોસેસીંગ માટે કોઈ એક વાહન જે યુનિટના નામે ઈન થાય, તે યુનિટમાં જવાના બદલે બીજા યુનિટમાં જાય, બીજા યુનિટમાં ગયુ ત્યાંથી કિમંતી-હેવી ડયુટી અથવા તો પ્રતિબંધિત વસ્તુ-માલ સામાન તે વાહનમાં ભરી અને રીએકસપોર્ટ કરવાના બદલે ડીટીએ એટલે કે ડોમેસ્ટીક લોકલ માર્કેટમાં ડમ્પ કરી દેવાના લાંબા સમયથી આયોજનબદ્ધ કારનામાઓ ચાલી રહ્યા હોવાની ચર્ચા છે. હાલમાં પણ જે રીતે સમ્યક કોમ્પ્યુટરવાળાએ કૌભાંડ આચર્યુ છે અને રંગે હાથ પકડાયો છે તે આ રીતે જ તો ચાલતુ હોવાનુ પ્રાથમીક દ્રષ્ટીએ સામે આવ્યુ છે. સમ્યક કોમ્યુટરવાળાએ અન્ય કોઈ યુનિટના નામે વાહન ઈન કરાવ્યુ, તે વાહન સમ્યક કોમ્યુપટરમાં લઈ જવાયુ, ઈન થયુ તેમાં યુજડ લેપટોક કે પાર્ટસ દર્શાવ્યા હશે જેને પ્રોસેસ કરી અને રીએકસપોર્ટ કરવાનુ જાહેર કરાયુ હશે પરંતુ હકીકતમાં તેમાં નયુબ્રાન્ડ લેપટોપ કે કોમ્યુટર આવ્યા હશે, તે અન્ય યુનિટના નામે ઈન કરાવી લીધા, બંધ બોડી ગાડી આખી લઈ જવામાં આવી, તેને સમ્યક કોમ્યુટરમાં લઈ જઈ અને બ્રાન્ડેડ લેપટોપ લોડ કરાયા હશે તેને ભરી અને બહાર લોકલ માર્કેટમાં જ ડમ્પ કરી દેવાની વેતરણ રહી હશે તેના લીધે જ ઝોન કસ્ટમે તેને પકડી અને કેસ કરી આગળની તપાસ હાથ ધરી છે. આ પ્રકારનું કારસ્તાન
ઝોનના ઈન-આઉટ ગેટ, અમુક યુનિટ ધારકો, ઝોનના કસ્ટમના અમુક ભ્રષ્ટ તત્વો સહિતનાઓની મીલીભગતથી આખુ ષડયંત્ર આચરાતું હોવાની વાતને નકારી શકાય તેમ નથી. હકીકતમાં તો અહી સવાલ એ પણ થાય છે કે સમ્યક કોમ્યુટરવાળો આ રીતે કોઈના પણ નામે બીલ ઓફ એન્ટ્રી ફાઈલ કરવાની આદત જ ધરાવી રહ્યો છે. આ પહેલા પણ તેણે આવી જ રીતે અન્ય યુનિટના નામે બીલ ઓફ એન્ટ્રી બનાવી લીધી હતી અને તે વખતે તેની સામે ફોજદારી ફરીયાદ થવા પામતા ભુલથી થઈ ગયાને દર્શાવી અને વાતને બહાર આવતી દબાવી દેવાઈ હતી. જો ડીસીશ્રી કાસેઝ અને કસ્ટમ ડીસી આ પ્રકરણને અહીથી જ નહી અટકાવે તો લાંબા સમયથી ચાલી આવતુ આ કાંડ સતત ધમધમતુ જ રહેશે. જાણકારો કહે છે કે, જો આ કૌભાંડના નેટવર્ક અને નેકસેસ તથા સિન્ડીકેટને તોડવી હોય તો ડીસીશ્રીએ બીજુ કઈ જ કરવાની જરૂર નથી. જો આ કૌભાંડોને અટકાવવુ હોય તો ડીસીશ્રી માત્ર આટલુ કરે, સૌ પ્રથમ તો ૧ પરિપત્ર તમામે તમામ યુનિટને ફટકારે,જેમાં સીધો સ્પ્ષટ આદેશ આપી ઉલ્લેખ કરે કે કાસેઝના દરેક યુનિટ મહિનામાં તેમના વેરહાઉસમાં કેટલી-કયા નબરની ગાડીઓ આવી તેનુ રજીસ્ટર ફરજીયાત નિભાવે, અને તે રજીસ્ટ્રર અથવા તો યુનિટમાં તેયાર થયેલી યાદી મહીનાના અંતે ઝોન પ્રશાસનને જમા કરવાનુ ફરજીયાત કરાવે, બસ એ યાદી આવી જાય બાદમાં કાસેઝ પ્રશાસન ગેટ ઈન દર્શાવેલા વાહેનોની સંખ્યા અને યુનિટે દર્શાવેલા લેખિતમાં વાહનોની સંખ્યા ટેલી કરશે, હાલમાં સમ્યક કોમ્યુટરે કેમ કૌભાંડ આચર્યુ, ઈન કરી અન્ય યુનિટના નામે અને ગાડી લઈ ગયો સમ્યકમાં, હવે જયારે જોન પ્રશાસનના મહીનાના અંતે આંકડાઓ ગાડીના ટેલી કરશે તો ઈન ગેટ પર ગાડીઓ વધુ બોલતી હશે, જયારે કે સમ્યકવાળાએ જે નામે ગાડી ઈનકરાવી તે યુનિટમાં ગાડીનો આંક ઓછો આવશે, એટલે આપોઆપ જ દુધનું દુધ અને પાણીનું થઈ જશે પાણી, એકસેસીવ એટલે કે વધારાના વાહનો કેવી રીતે ઈન થયા, કોની ભાગબટાઈથી-મદદગારીથી ઈન થયા, કેવા હેતુસર આવ્યા, તે સહિતની વિગતો ક્રોસ કરવાથી આવી જશે બધેબધુ સામે.એટલુ જ નહી પરંતુ ઝોન ડીસીના માત્ર પરિપત્ર કરવાથી જ અડઘોઅડધ આવા ગાપટાં કરનારાઆ આપોઆપ જ બંધ થઈ જશે..!
...........
નીતીન શૈની સાહેબ દુધનું દુધ અને પાણીનું કરશે પાણી
ઝોનનું કૌભાંડ છે, હકીકતમાં આ કેસની તપાસ કંડલા એસઆઈઆઈબીને સોંપો
કાસેઝના કસ્ટમના પલળેલા અમુક તત્વો વિના આ પ્રકારનું કૌભાંડ આચરી શકાય નહી : ઝોનના જ અમુક ભ્રષ્ટ કસ્ટમના લાપરવાહોના નાક નીચે કૌભાંડ આચરાય અને જો જોન કેસ્ટમને જ તપાસ અપાશે તો તેમાં કેટલી ભલીવારી થશે? તટસ્થ તપાસ થવા માટે એસઆઈઆઈબી જેવી સ્વતંત્ર બ્રાન્ચને જ સોપો તપાસ
ગાંધીધામ : કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોનમાં સમ્યુક કોમ્પ્યુટર દ્વારા એક કંપનીના નામે ગાડી ઈન કરી અને પોતાન વેરહાઉસમાં લઈ અને ગાડી આઉટ થાય તે પહેલા મને-કમને ઝોન કમસ્ટને પકડવાની ફરજ પડી છે. પરંતુ આ કેસમાં ઝોનના અમુક કસ્ટમના પલળેલા તત્વોના હાથ પણ કાળા થયા જ હશે. આ કેસની તપાસ હકીકતમાં કાસેઝ કસ્ટમ પાસે રાખવના બદલે કંડલા કસ્ટમ એસઆઈઆઈબીને સોપી દેવી જોઈએ. અને હાલમાં કંડલા કસ્ટમ કમિશ્નરનો ચાર્જ શ્રી નીતીન સૈની પાસે જ રહેલો છે જેઓએ આવતા વેંત જ મુંદરામાં આઠ આઠ કૌભાંડીઓના પરવાનાઓ ધડાધડ રદ કરી દીધા છે. આ કેસ પણ તેમના જ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ તપાસ થશે તો કાસેઝમાં પણ ભ્રષ્ટ અને પલળેલા અમુક કસ્ટમના અધિકારીઓનો સફાયો થવા પામી જશે.

Comments