માધાપરમાં તમાકુ મુક્ત સમાજ અને સ્વસ્થ ગુજરાત નિર્માણ અંતર્ગત કામગીરી કરાઈ
ભુજ : જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેષ ભંડેરીના માર્ગદર્શન હેઠળ રોગચાળા નિયંત્રણ અધિકારી ડો કેશવકુમાર સિંઘની સૂચનાથી તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. રોહીત ભીલ દ્વારા ઇન્ચાર્જ ટીએમપીએચસી અશ્વિન વણઝારા તેમજ એમટીઅસ કિંચન પટેલ, પોલીસ સ્ટાફ મધુ સુદનસિંહ ઝાલા, સિદ્ધરાજસિંહ ગોહિલની ટીમ બનાવી ભુજ તાલુકાના માધાપર ગામે આવેલ શાળાઓથી ૧૦૦ મીટરની ત્રિજ્યામાં આવેલી દુકાનો અને કેબીનોમાં વ્યસન મુક્તિ ઝુંબેશ અંતર્ગત તમાકુનું વેચાણ કરતા અને તમાકુની બનાવટોનું વેચાણ કરતા ધંધાર્થીઓ સામે કાયદાના ભંગ બદલ દંડ વસુલ કરવામાં આવ્યો હતો. શાળાઓથી ૧૦૦ મીટરની ત્રિજ્યામાં તમાકુનું વહેચાણ ન થાય તે માટે કડકાઈ કરવામાં આવી તમાકુ અને તેની બનાવટોનું વહેચાણ કરતા ધંધાર્થીઓએ સરકારી દવાખાના જેવા જાહેર સ્થળોએ તમાકુની બનાવટોનું ઉપયોગ કરતા લોકો વિરૂદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં માધાપરના આરોગ્ય કર્મચારીઓ અને પોલીસના મિત્રોએ તમાકુ નિયંત્રણ કાયદા હેઠળ દંડ જે કેસો નોંધાયા હતા તેમની પાસેથી રૂ.૧૦૦૦ દંડની વસુલાત કરવામાં આવી હતી.
------------

Comments