ભુજમાં કિસાન સંઘની બેઠકમાં ખેડૂતોના વિવિધ મુદ્દા ચર્ચાયા
ભુજ : ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લાની રૂટિંગ બેઠક ભુજ જિલ્લા કાર્યાલય જિલ્લા પ્રમુખ કર્મણભાઈ ગાગલના અધ્યક્ષ સ્થાને મળી હતી. બેઠકની શરૂઆત કિસાન ગીતથી થઈ હતી અને સૌ પ્રથમ આવતા દિવસોમાં ભાદરવા સુદ છઠના ખેડૂતોના ઇષ્ટદેવ ભગવાન બલરામજીની જયંતિ દરેક તાલુકા મથકો અને ગ્રામ સમિતિઓ દ્વારા વિશેષ ઉજવણીમા યજ્ઞ, મહાઆરતી, પ્રસાદ અને મોટી સંખ્યામાં ઉજવણી થાય એવું નક્કી થયું હતું. તેના પછી જિલ્લામાં ખેડૂતોને ઉદ્ભવતા પ્રશ્નોની ચર્ચા થઈ હતી. નર્મદાના નિયમિત તથા વધારાના પાણી માટે જે કામ ચાલુ છે તે કામ જલ્દીથી પૂર્ણ કરવા, યુરિયા અને ડીએપી જેવા ખાતરો ખરીફ પાકની વાવેતરની શરૂઆત થઈ ત્યારથી કરીને આજ દિન સુધી જે ખાતર અપૂરતું મળ્યું છે તેના માટે ચર્ચા થઈ ખેડૂતોના ખેતરમાં જે મોટી વીજ લાઈનો અને ટાવર્સ ખેડૂતોને જાણ અને વળતર નક્કી કર્યા વગર ખેડૂતોનૅ ડરાવી ધમકાવી અને પોલીસની બીક બતાવીનૅ કંપનીઓ પોતાનો કામ કરાવે છે એના માટે પણ ચર્ચા થઈ અને જે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી થાય છે તે વહેલી ખરીદી થાય એવું આયોજન કરે અને ખરીદીમાં વધારો કરે એના માટે પણ ચર્ચા થઈ હતી અને પી.જી.વી.સી.એલ અને મહેસુલ વિભાગના અનૅ બીજા અન્ય પ્રશ્નોની પણ ચર્ચા થઈ હતી. આ બેઠકમાં ઉપસ્થિત જિલ્લા મંત્રી વાલજીભાઈ લીંબાણી, જિલ્લા ઉપપ્રમુખૉ ડાયાભાઈ રૂડાણી, રામજીભાઈ છાંગા, ભચાભાઇ માતા, પરસોતમભાઈ પોકાર, જિલ્લાના વાલી શિવજીભાઈ બરાડીયા, જિલ્લા જળ આ આમના પ્રમુખ ભીમજીભાઇ કેરાસીયા, જિલ્લા સહ કોસાધ્યક્ષ પ્રેમજીભાઈ લીંબાણી, જિલ્લા સદસ્ય ડાયાભાઈ ખેંગારભાઈ ચાવડા, જિલ્લા સદસ્ય કરસનભાઈ વરચંદ, જિલ્લા સદસ્ય લખુભાઇ આહીર, તાલુકાના પ્રમુખ અને મંત્રીઆ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકનો સંચાલન જિલ્લા મંત્રી વાલજીભાઈ લીંબાણીએ કર્યું હતો અને આભાર દર્શન કરસનભાઈ વરચંદે કર્યું હતું.
---------

Comments