મોટા લાયજામાં લોખંડનો સળીયો મહિલાના હાથની આરપાર નિકળી ગયો
કપડા સુકાવવા ગયા ત્યારે પગ સ્લીપ થતા બનેલી ગંભીર પ્રકારની ઘટનામાં સ્થળ પર ડોકટર બોલાવી મહિલાને બચાવાઈ
માંડવી : તાલુકાના મોટા લાયજા ગામે ગંભીર પ્રકારનો બનાવ સામે આવ્યો છે. આજે સવારે એક મહિલા કપડા સુકાવવા ગયા ત્યારે તેમનો પગ સ્લીપ થતા મહિલાનો હાથ લોખંડની ગ્રીલમાં આરપાર ઘુસી ગયો હતો. ગ્રીલનો સળીયો આરપાર થતા લોહી લુહાણ હાલતમાં બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. ગંભીર પ્રકારની ઘટના અંગે લોકો પણ એક તબકકે કેવી રીતે હાથ બહાર કાઢવો તેની વીમાસણમાં હતા. મહિલાએ હિંમત રાખી અને બાદમાં લોખંડની ગ્રીલમાં ઉપરની ધાર કાપ્યા બાદ ડોકટરને બોલાવી તેઓ દ્વારા ગ્રીલમાંથી હાથ બહાર કાઢી સ્થળ પર સારવાર આપવામાં આવી જેના કારણે સૌએ રાહતનો દમ લીધો હતો. હાલમાં આપણે ઘણી વખત તસ્કરોથી બચવા માટે ઘરની ફરતે અણીદાર ખીલાવાડી લોખંડની ગ્રીલ લગાવતા હોઈએ પરંતુ આવી ગ્રીલ જોખમી સાબિત થઈ શકે તેમ છે તેવું આ ઘટના પરથી સામે
આવ્યું છે.

Comments