Trending News
સ્થાનિક સમાચાર

ગણેશ મહોત્સવમાં ઓપરેશન સિંદુરની થીમ પર યોજાશે સ્પર્ધા

22 August


ગણેશ પંડાલો સામાજીક સંદેશા અને દેશભક્તિની થીમ પર સજાવાતા હોય છે ત્યારે રાજય સરકાર દ્વારા આ વર્ષે સ્પર્ધાનું કરાયું આયોજન : કલેકટરે આપી માહિતી


ભુજ : આગામી ર૭ ઓગસ્ટથી ગણેશ મહોત્સવનો આરંભ થઈ રહ્યો છે, ત્યારે આ વખતે રાજય સરકાર દ્વારા ઓપરેશન સિંદુરની થીમ પર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.  ભુજ ખાતે જિલ્લા કલેકટર આનંદ પટેલે માહિતી આપતા જણાવ્યું કે, દર વર્ષે વિવિધ સામાજીક સંદેશાઓ અને દેશ ભક્તિની થીમ પર ગણેશ મહોત્સવ ઉજવવામાં આવે છે અને ગણેશ પંડાલો સજાવવામાં આવતા હોય છે. આ વર્ષે ઓપરેશન સિંદુર કરવામાં આવ્યું જેનું કચ્છના લોકો સાક્ષી રહ્યા છે. સેનાના શોર્યને બીરદાવવા માટે રાજય સરકાર દ્વારા આ વર્ષે સ્પર્ધા યોજવામાં આવી છે. જેમાં સમગ્ર રાજ્યમાંથી ઓપરેશન સિંદુરની થીમ પર સજાવેલા ગણેશ પંડાલોના નોમીનેશન થશે જેમાં પ્રથમ ક્રમે આવનારને પાંચ લાખ, દ્વીતીય ત્રણ લાખ અને તૃંતીયમાં દોઢ લાખનો પુરસ્કાર ઉપરાંત અન્ય પાંચ પંડાલને પુરસ્કાર ઈનામ આપવામાં આવશે. કચ્છમાં આ નોમીનેશન માટે જિલ્લા કમીટી બનાવી દેવાઈ છે. ભાગ લેવા માટેનું ફોર્મેટ નીયત કરાયું છે. જે એક બે દિવસમાં પંડાલો સુધી પહોચતું કરવામાં આવશે. ભાગ લેનાર પંડાલની કમીટી દ્વારા મુલાકાત લઈ શ્રેષ્ઠ કૃતિઓને રાજય કક્ષાએ મોકલવામાં આવશે. કચ્છમાં પણ ઉત્સાહ સાથે ગણેશ મંડળો જોડાય અને ભાગ લઈ રાજય કક્ષાએ વિજેતા બને તેવી શુભેચ્છા પાઠવી હતી. ખાસ કરીને ગણેશ મહોત્સવ અને વિસર્જન દરમ્યાન કોઈ બનાવ ન બને તે માટે પોલીસ સહિતના વિભાગોને સુચના આપી આગામી દિવસોમાં પોલીસ સ્ટેશન વિસ્તાર વાઈઝ ગણેશ પંડાલોના આયોજકો સાથે બેઠક યોજવા સુચના આપવામં આવી છે.



...................


કચ્છમાં ત્રિ-દિવસીય રમતોત્સવનું આયોજન : કલેકટર

રાષ્ટ્રીય રમત ગમત દિવસની ઉપલક્ષમાં શૈક્ષણિક સંસ્થાઓ ઉપરાંત 
ભુજ અને ગાંધીધામમાં વિશેષ આયોજનો હાથ ધરાયા


ભુજ : મેજર ધ્યાનચંદના જન્મ દિવસને રાષ્ટ્રીય રમત ગમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ખાસ આ વખતે રાજય સરકાર દ્વારા ઓલમ્પિકની તૈયારીઓને ધ્યાને રાખી તમામ જિલ્લાઓમાં ખેલકુદના આયોજનો કરવા સુચના આપવામાં આવી છે. જે અંતર્ગત કચ્છમાં ત્રિ-દિવસય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
આ બાબતે જિલ્લા કલેકટર આનંદ પટેલે માહિતી આપતા જણાવ્યું કે રાષ્ટ્રીય રમત ગમત દિવસના ઉપલક્ષમાં આગામી ર૯, ૩૦ અને ૩૧ તારીખે રમત ગમતના કાર્યક્રમો યોજવામાં આવશે. જેમાં ર૯ તારીખે કચ્છની તમામ સરકારી, ખાનગી, ગ્રાન્ટેડ શાળાઓ અને કોલેજો સહિત શૈક્ષણિક સંસ્થાાઓમાં એક કલાક સ્પોર્ટસ એકટીવીટી કરવામાં આવશે. આ સિવાય ૩૦ તારીખે ભુજ પોલીસ હેડ કવાર્ટર ખાતે રમત ગમતનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ રમતો રમાડવામાં આવશે. આ સિવાય ૩૧ તારીખે ગાંધીધામ મહાનગર પાલિકા ખાતે સાયકલોથોન અને તમામ નગરપાલિકા વિસ્તાર અને ગ્રામ પંચાયતમાં વોર્ડ વાઈઝ સ્પોર્ટસ એકટીવીટી કરવામાં આવશેે. તમામ ખેલાડીઓ અને નાગરીકો ઉત્સાહભેર ભાગ લે તેવી અપીલ કરવામાં આવી હતી.

Comments

COMMENT / REPLY FROM