Trending News
સ્થાનિક સમાચાર

ભોરારા નજીક આવેલી હોટલ પાછળ મસમોટી ચોરીનો પર્દાફાશ

22 August



અલગ અલગ ટ્રેઈલરમાંથી ૬૧.૪પ લાખની  મગફળી, ઈસબગુલ અને તલની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ

ભુજ : જિલ્લામાં ઔદ્યોગીક કંપનીઓ અને પોર્ટના કારણે ભારે વાહનોની સતત અવરજવર હોય છે ત્યારે ઘણી વખત ડ્રાઈવરોને ફોડી લઈ તેમાંથી ચોરી કરવામાં આવતી હોય છે. ગાંધીધામ, માંડવી હાઈવે પર આવેલા ભોરારા ગામની સીમમાં મોમાય હોટલની પાછળ આવી જ લાખોની ચોરીનો પર્દાફાશ થયો છે. ફરિયાદી ગાંધીધામમાં રહેતા અને મુળ માથકના ખેતાભાઈ સામજીભાઈ ડાંગરના જણાવ્યા પ્રમાણે ટ્રેઈલર નંબર જી.જે. ૧ર બીડબલ્યુ ૪૦પ૯ ના ચાલક રાજબહાદુરસિંહ ઉર્ફે રણજીત રામસિંહ અને ટ્રેઈલર નંબર જી જે ૧ર બીઝેડ ૩૮૧પ ના ચાલક અર્જુનસિંહ ઉર્ફે દીપક માલસિંહે મુખ્ય આરોપી રાજસ્થાનના યોગેન્દ્રસિંહ ભગવાનસિંહ સાથે મળી ટ્રેઈલરમાંથી કુલ્લ ૧પ.૦૭પ ટન મગફળી કિંમત રૂા. ૧પ,૯૩,૭૯૦ ની ચોરી કરાવી હતી. હોટલની પાછળ કન્ટેનર ખોલી તેમાંથી ચોરી કરાવાઈ હતી. બીજી ફરિયાદ અંતરજાળમાં રહેતા અને મુળ ભીમાસર ચકાસરના જયેશભાઈ પરસોતમભાઈ ગામોટે નોધાવી હતી. જેમાં જીજે ૧ર બીવાય ૦૧૧૦ ના ચાલક રાજબહાદુરસિંહ ઉર્ફે રણજીત રામસિંહના ટ્રેઈલરમાંથી ૪.૩૭પ ટન ઈસબગુલ કિંમત રૂા. ૩ર લાખ તથા આરોપી તિકમસિંહ તીલોકસિંહના કબજાના ટ્રેઈલર નબર જી.જે. ૧ર બીવી ૭પ૬૧ માંથી ૭.પપર ટન તલ કિંમત રૂા. ૧૩,પ૧,૧૭૮ ની આ પ્રમાણે ચોરી કરાવી હતી. જેમાં અર્જુનસિંહ ઉર્ફે દીપક, યોગેશ ઉદાવત, ગફુર હાલેપોત્રા, વીકી વાળંદ, ધ્રુવરાજ જેઠવા મદદગારીમાં રહ્યા હતા. બન્ને ઘટનાઓ અંગે મુંદરા પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ પી. આઈ. આર. જે. ઠુમ્મરે હાથ ધરી છે.
આ ચોરી પ્રકરણની તપાસમાં આગળ ધપેલી કાર્યવાહી બાબતે મુંદરાના શ્રી ઠુમ્મરનો સંપર્ક સાધવાનો પ્રયાસ તેઓ વીડીયો કોન્ફરન્સીગથી અન્ય કોઈ અગત્યની બેઠકમાં રોકાયેલા હોવાથી તેમની પ્રતિક્રયીા જાણી શકાઈ ન હતી.



...................


અંદાજીત ૧ કરોડની ચોરીમાં તસ્કરોને કાનો છુટોદૌર? પશ્ચીમ
કચ્છ એસપી કરાવે કડક તપાસ : સેટીંગથી ચોરો રજુ થયા કે શું?



મુંદરામાં અગાઉ તેલચોરીમાં કુખ્યાતી પામેલા નટીયા-ગફુર ટોળકીને સામેથી રજુ કરાવી અને જામીન પર મુકત કરાવવાની વેતરણો તો નથી આદરાઈને? આવી જ રીતે જો સેટીંગથી કરોડોની ચોરીવાળાઓને મેાકળા માર્ગ આપી દેવાશે તો જે પેઢીઓનો કરોડનો માલ ગયો છે તેને તો ઠેંગો જ મળવાનો છે?


ગાંધીધામ : મુંદરામાં તાજેતરમાં જ અલગ અલગ વસ્તુઓની મળીને અંદાજીત એકાદ કરોડની ચોરી થઈ હોવાની ફરીયાદ નોધાઈ છે. આ પ્રકરણમાં જાણકારો કહી રહ્યા છે કે તેલચોરીમાં મુંદરામાં અગાઉ કુખ્યાતી પામેલ નટીયો તથા ગફુરીયાની ગેંગનો જ હાથ છે. આવી કુખ્યાત ટોળકીએ આ ઘટનાને અંજામ આપી દીધો છે ત્યારે આવા તત્વોની સામે કડકમાં કડક રાહે કામ કરવાના બદલે સેટીંગ કરી તેમને રજુ કરાવી દઈ અને બેથી ત્રણ દીવસમાં તેમના જામીન પણ મળી જાય તેવી સગવડો તો નથી કરાતી ને? અને જો આ સગવડો કરવામા આવી રહી છે તો તે કોણ કરાવી રહ્યુ છે? આ પ્રકારના સેટીગબાજોને ઉઘાડા પાડવા જોઈએ. પશ્ચીમ કચ્છ એસપીશ્રી વિકાસ સુંડાએ ખુદ આ કેસમાં તપાસ કરાવી ઘટે. સેટીગથી તસ્કરોને રજુ કરવામાં આવ્યા હશે તો પછી જે પેઢીઓનો કરોડની કિમંતનો અંદાજીત મુદામાલ ગયો છે, ચોરાયો છે, તેનું શુ? રીકવરી કેવી રીતે કરવામા આવશે? હાલમાં પણ આ ચોર-તસ્કરની આખી ટોળકી સેટીંગથી રજુ થવાની ફિરાકમાં હોવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.

Comments

COMMENT / REPLY FROM