Trending News
સ્થાનિક સમાચાર

રાપર - ભુજને નવી મીની મેટ્રો બસ ફાળવાઈ 

22 August



રાપર : ઘણા સમયથી રાપરથી બપોરના દોઢ વાગ્યે ઉપડતી રાપર-  દુધઇ-  ભુજ મેટ્રો લીંક બસ રૂટમા એસટી નિગમ દ્વારા નવી મીની બસનુ વાહન ફાળવવામા આવ્યું છે. રાપર એસટી બસ સ્ટેન્ડ ખાતે રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઇ ભીંડે, ડોલરભાઇ ગોર, ડેપો મેનેજર જે.બી. જોશી, કેશુભા વાઘેલા, મહેન્દ્રસિંહ વાઘેલા, ગુમાનસિંહ સોઢા, ભાવેશ ગારીયા, ભગવાનદાન ગઢવી, હસુમતિબેન સોની, બળવંત ઠક્કર વિગેરેની ઉપસ્થિતમાં લીલીઝંડી દ્વારા રવાના કકરવામાં આવી હતી.
ડેપો મેનેજર જે.બી. જોશીએ જણાવ્યું હતું કે, રાપર ડેપો સંચાલિત રાપર - ભુજ વાયા દુધઇ જે દોઢ વાગે ઉપડે છે પરત પણ એ જ રૂટ પર ચાલતી મેટ્રો લીંક બસમાં નવું વાહન ફાળવવામાં આવ્યું છે, જે આજે રવાના કરવામાં આવી હતી ઉપરાંત રાપર એસ.ટી ડેપો દ્વારા વધુ માઈલેજ આપવામાં કચ્છ ડીવીઝન લેવલે ડીઝલ કેએમપીએલમાં ૫.૪૯ આંક હાંસલ કરી આવતા એસટી નિગમ દ્વારા પ્રશંસાપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.  રાપર તાલુકામાં મુસાફરી માટે એકમાત્ર એસટી છે. વધુ પડતાં લોકલ રૂટ ધરાવતો આ ડેપો ખખડધજ અને જૂની બસો ધરાવતો અને એકવાર તો બંધ થવાના કગાર પર પહોંચેલો રાપર ડેપો ડીઝલ બચતમાં જ નહીં, માસિક આવકમાં ૧.૧૦ થી ૧.૨૦ કરોડ જેટલો સરેરાશ રેશિયો ધરાવતો ગુજરાતનાં ટોપ ફાઈવમાં આવતો ડેપો બન્યો હોવાનું જણાવ્યું હતું. 
મિકેનિક સ્ટાફ મહેકમ કરતાં ઓછું હોવા છતાં સ્ટાફનાં સહયોગથી બધું બરાબર ચાલતું હોવાનું જણાવી તાજેતરમાં જ એકસાથે ૧૭ અને અન્ય એકલ દોકલ ડ્રાઈવર કંડકટર છૂટા થઈ ગયાં ત્યારે ફરજ પરનાં ડ્રાઈવર કંડકટરોએ ડબલ ડ્યુટી કરીને સહકાર આપ્યો હતો. ૨૭ નવા કર્મચારીઓ આવી જતાં બધું રાબેતા મુજબ થઈ ગયું હોવાનું જણાવ્યું હતું. વિભાગ દ્વારા નવી બસો ફાળવવામાં આવી હોવાથી અંજાર, ગાંધીધામ, માતાનામઢ, રોડ ટુ હેવન થઈને ભુજનાં રૂટ ચાલુ કરાયા હોવાનું ઉમેર્યું હતું. ટાંચા સાધનો થકી પણ આવી સિદ્ધિ સ્ટાફનાં અને અધિકારીઓનાં સહકારથી મળી હોવાનું ડેપો મેનજરે જોશી એ જણાવ્યું હતું.

 

Comments

COMMENT / REPLY FROM