ઝોન ડીસી દિનેશકુમાર-કસ્ટમ ડીસી ભાનુકુમાર જૈન લાલઆંખ કરે
- તો કાસેઝમાં સમ્યક કોમ્યુટરના મોટા કાળા કારનામાઓનો
થાય ભાંડાફોળ : કસ્ટમના ભ્રષ્ટ બાબુઓની સિન્ડીકેટ પણ ખુલે
કંડલા સેઝમાં સ્થાનિક બજારમાં લેપટોપ વેચવાનો પકડાયેલા કારનામાની ભીતરમાં અનેકવીધ છુપાયેલા ચલકચલાણા હોવાની ફેલાઈ રહી છે ગંધ
જે કંપનીના નામે સમ્યેક કોમ્યુટર દ્વારા ગાડી અંદર લવાઈ છે તે કંપનીએ આવવુ જોઈએ આગળ : સમ્યક કોમ્યુટર વાળાએ જે કંપનીના નામનો ગેરઉપયોગ કયો છે તેઓએ આ સમ્યકવાળાની સામે ફોજદારી રાહે જ કરવી જોઈએ ફરીયાદ
ખાટલે મોટી ખોટ : કાસેઝ કસ્ટમે ગાડી પકડીને કેસ કરી લીધા હોવાનો મોટો ખોખારો ખાઈ રહ્યા છે, પરંતુ સવાલ તો એ થાય છે કે, આ વાહન અન્ય વેરહાઉસના નામે ઝોનમાં પ્રવેશી કેમ ગયુ? એ કંપનીના નામે અંદર આવ્યા બાદ સમ્યક કોમ્યુટરના વેરહાઉસમાં પહોચી કેવી રીતે ગયુ? કેમ તેની કોઈએ ચકાસણીઓ જ ન કરી? : લાંબા સમયથી સમ્યક કોમ્યુટર દ્વારા લેપટોપ ડીટીએના કૌભાંડનો ચાલે છે નેટવર્ક : કસ્ટમના પીઓ-અપ્રેઈઝર-એસપી કક્ષાના ભ્રષ્ટતત્વો, ગેટ પરના એકલ-દોકલ ભ્રષ્ટ સિપાહીની ભીલીમગત વિના આવી રીતે વાહનો બહાર નીકળી શકે જ નહી..?
ટ્રક ચાલકે નિવેદનમા વટાણા વેરી જ દીધા છે, કહ્યુ કે આ ટ્રક હું સમ્યક કોમ્પ્યુટરના વેરહાઉસમાંથી ભરી આવ્યો છુ, તો હવે કસ્ટમ ડીસી કે ઝોન ડીસીને અહી મોટુ આર્થિક કૌભાંડ થયાનો બીજો કયો પુરાવો જોઈએ..! સમ્યકનું લાયસન્સ કરવુ જોઈએ રદ અને દેશની તિજોરીને નુકસાન પહોચાડનાર તેના સંચાલકની ઝોનમાં એન્ટ્રી કરવી જોઈએ બ્લેક લીસ્ટ
સમ્યક કોમ્પ્યુટરવાળો અઠંગ કૌભાંડ છે : અગાઉ સબિકા વેરહાઉસના નામે આચર્યુ હતુ કાંડ..! : સમ્યકવાળાએ કઈક સાચા વેપારીઓના પણ ધંધા કરાવી દીધા છે ઠપ્પ : હજુય મુંદરામાં આવા અનેક કન્ટેનરો અલગ અલગ પાર્ટીઓને અટકેલા પડયા હોવાની છે ચર્ચા : સ્ક્રેપના નામે સારા કોમ્પ્યુટરો જ મંગાવી અને ડીટીએના કૌભાંડને સમ્યકવાળો આપતો રહે છે અંજામ
ગાંધીધામ : દેશના મહાબંદરો પૈકીના એક એવા કંડલા બંદરને અડીને આવેલા રાજયના ઝોલન ડીસી જયા બિરાજમાન છે તેવા કંડલા
સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં (જીઈઢ) ચાલતા એક મોટા કૌભાંડનો ખુલાસો થવા પામ્ય હોવાન સમાન ઘટના સામે આવી રહી છે. કસ્ટમ ઝોન દ્વારા જ એક વાહનને પકડી અને પુછતાછ કરતા ઘણા બધા સવાલોઉભા કરી જાય તે રીતના કૌભાંડનો ખુલાસો પ્રાથમિક તબક્કે થવા પામી રહ્યો છે. જેમાં સેઝમાંથી આયાત કરેલા સેકન્ડ હેન્ડ લેપટોપોને સ્થાનિક બજારમાં વેચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કસ્ટમ તંત્ર દ્વારા તાજેતરમાં કાર્યવાહી થઈ, જેમાં એક ટ્રક અને તેનું ચાલક ઝડપી લેવામાં આવ્યા છે. આચરાયેલી ગેરરીતીના કેસની પહેલા સંક્ષિપ્તમાં વાત કરીએ તો મળતી વિગતો અનુસાર, કંડલા સેઝની કોમ્પ્યુટર વેરહાઉસિંગ યુનિટ દ્વારા આયાત કરેલા જુના અને વપરાયેલા લેપટોપોને નિકાસ લાયસન્સ સાથે આયાત કરાવામાં આવ્યા હતા. તેમ છતાં, કંપનીએ આ જથ્થાને નિકાસ કરવાની જગ્યાએ સેઝમાંથી બહાર કાઢી સ્થાનિક બજારમાં વેચવાનો કારસો રચ્યો હતો, જેથી મોટા નફા મેળવવામાં આવતો.
કસ્ટમની બાતમીના આધારે આ ટ્રક કંડલા ઝોનની બહાર નીકળતા પહેલા જ રોકવામાં આવી હતી. ઝોન કસ્ટમના ડીસીશ્રીએ થયેલી કાર્યવાહીને સમર્થન આપી અને કહ્યુ હતુ કે, અમારા કસ્ટમના અધિકારીઓ દ્વારા તપાસ ચાલુ છે અને કેટલો માલ વેચવાનો હતો, તે સહિતની આગળની તપાસ ચાલી રહી છે.
જાણકાર વર્તુળોના જણાવ્યા પ્રમાણે, લાંબા સમયથી આવા કૌભાંડનું સંચાલન ચાલતું આવ્યું છે. હવે કાસેઝ કસ્ટમના ડીસી આ કેસમાં જીણવટભરી તપાસ કરશે તો અનેકવીધ કૌભાંડ સુધી કડીઓ પહોચી શકે તેમ છે. ઉપરાંત સમ્યક કોમ્પ્યુટર દ્વારા આ રીતના કૌભાંડને લાંબા સમયથી ચલાવાતુ હોવાનો પણ ખુલાસો થઈ શકે તેમ છે. હાલમાં પણ જયારે આ ટ્રક પકડાઈ છે અને તેન ડ્્રાયવરે નિવેદનમા કહી જ દીધુ છે કે ટ્રક સમ્યક કોમ્યુટરના વેરહાઉસમાથી ભરાયુ હતુ ત્યારે હવે આ પેઢીની સામે ધાક બેસાડતી લાલઆંખ કરવી જ જોઈએ. અગાઉ પણ સમ્યક કોમ્પ્યુટર દ્વારા અન્ય પેઢીના નામે બીલ ઓફ એન્ટ્રી ફાઈલ કરી દીધાના કિસ્સાઓ મોજુદ છે. જો કાસેઝ પ્રસશાન-ડીસી શ્રી તથા કાસેઝ કસ્ટમ ડીસી આ સમ્યક વાળાની સામે ધાક બેસાડતી કાર્યવાહી નહી કરે તો એક મોટા ધમધમતા નેટવર્કની તાકાતને બળ મળી જશે અને દેશની તિજોરીને મોટા પ્રમાણમાં આ તત્વો નુકસાન કરશે તેવી ભીતી જાણકારો દ્વારા દર્શાવાઈ રહી છે.
..............
સમ્યક ટોળકીમાં કાસેઝના જનક-રાજેશની શું ભુમિકા?
અગાઉ મુંબઈ ડીઆરઆઈએ જે યુનિટમાં સોપારીના કેસમાં સફળ દરોડો પાડયો હતો તે જ શખ્સો સમ્યકવાળાને હાથો બનાવીને આ કારનામાનો કારસો રચ્યો હોવાની છે અટકળો : સમ્યક, રાજેશ, અશોકનો ભાઈ સહિતનાઓ લાંબા સમયથી આ રીતે ઝોનમાં કોઈ પણ કંપનીના નામે ગાડીઓ ઈન લઈ અને માલ રીએકસપોર્ટ કરવાના નામે ગેટ પરથી આઉટ પર કરાવી લેતા હોવાની છે ચર્ચા
ગાંધીધામ : ઝોનમાથી કોમયુટર ડીટેએ એટલેકે નિયમ વિરૂદ્ધ લોકલ માર્કેટમાં વેચવાના મોટા કારસાનો પર્દાફાશ થયો છે. હાલમાં તેમાં સમ્યક કોમ્પ્યુટરવાળાનું નામ સામે આવવા પામી રહ્યુ છે. આ સમ્યકવાળાનો તો બરાબરનો ઉધડો લેવો જ ઘટે અને તેની સામે તો કડકામાં કડક રાહે કાર્યવાહી કરવી જ જોઈએ. પણ જાણકારો કહી રહ્યા છે કે, હકીકતમાં ઝોનમાં સોપારીકાંડમાં ચકચારી રહી ચૂકેલી યુનિટના માલીક રાજેશ દ્વારા આ આખો કારસો ગોઠવયો હતો. રાજેશ અને જનક નામના શખ્સે જ ટ્રક ઈન કરાવી, લોડ કરાવી અને આઉટ કરાવાવની પણ જવાબદારી લીધી હતી. આ રાજેશની કાસેજની કંપની પર અગાઉ મુંબઈ ડીઆરઆઈ દ્વારા સોપારી દાણચોરી મામલે સફળ દરોડો પણ પાડવામા આવી ચુકયો છે. આ ટોળકી લાંબા સમયથી આવા કારનામાઓ આચરતી હોવાનુ સામે આવી રહ્યુ છે.
--------------------------
ઝોન કસ્ટમે કાર્યવાહી કરી કે પગ તળે રેલો આવતા બચાવ્યો?
ટ્રક કેટલા દીવસથી ગેટ પાસે ઉભી છે, જોનમાં કેટલાક કલાકોથી આંટા મારતી રહી હતી? કયાંક ને કયાંક ઝોન ગેટ બહાર પોલીસ-ડીઆરઆઈ-કસ્ટમ એસઆઈઆઈબીની ટીમો તૈનાત થઈ ગઈ હતી, એટલે તો મને કમને આ ગાડીને કસ્ટમે પકડવી નથી પડીને?
ગાંધીધામ : કાસેઝમાં જે ટ્રક કોમ્યુટરના જથ્થા સાથે પકડી પાડવામા આી છે તેમાં કસ્ટમની કાર્યવાહી સામે પણ સવાલો થવા પામી રહ્યા છે. જાણકારો કહે છે કે આ ટ્રક બે રોજ પહેલા અન્યકંપનીના નામે ઈન થઈ હતી. જે સમ્યકના વેરહાઉસમાથી ભરી અને એકસપોર્ટ ગુડઝના બદલે તેને ડીટીએ કરવાની ગોઠવણી કરાઈ હતી. આ ગાડી ગેટ પાસે પહોચતા જ બહાર નીકળતા અટકાવી દેવાઈ હતી. કારણ કે, બહાર પોલીસ, કસ્ટમ એસઆઈઆઈબી કંડલા, ડીઆરઆઈ ગાંધીધામ સહીતની ટીમો તૈનાત હતી. જેવી ટ્રક બહાર નીકળત કે પકડી લેવામા આવત અને જો એમ થયુ હોત તો કસ્ટમના પણ ભ્રષ્ટ બાબુઓના નામો બહાર આવવા પામી જાત. એટલે જ સવાલ થઈ રહ્યો છે કે, ઝોન કસ્ટમે કાર્યવાહી કરી કે પગ તળે રેલો આવતો અટકાવી લીધો.?
...........
કાસેઝના સિકયુરીટી ઓફીસરને કેમ આ ગાડીની ગંધ ન આવી?
ગાંધીધામ : કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોનમાં આવતી ચીજવસ્તુઓ રીએકસપોર્ટ કરવાના નામે લોકલ માર્કેટમાં પગ કરી રહી છે તેવી વધેલી ફરીયાદો બાદ સીકયુરીટી ગેટ પર ઉચ્ચ ગુણવત્તાના સીસીટીવી કેમેરા લગાવી દેવામા આવ્યા છે. તથા સિકયુરીટી ઓફીસરને પણ કડકાઈથી મોનીટરીગની સુચનાઓ આપી હોવાનુ કહેવાતુ રહ્યુ છે. તો પછી આ સમ્યક કોમ્યુટરવાડી ટ્રક ગેટ સુધી આવી ગઈ ત્યા સુધી સિકયુરીટી ઓફીસર કાસેઝને કેમ તેની ગંધ શુદ્ધા પણ આવી?
..........
સવાલ સવામણનો : ઝોન ગેટ પર ગાડી ઈન
-આઉટની જવાબદારી કયા ભ્રષ્ટ સિપાહીએ લીધી?
ગાંધીધામ : સમ્યક કોમ્યુટરવાળાએ અન્ય કંપનીના નામે ગાડી કાસેઝના ગેટ પરથી ઈન કરાવી અને તે સમ્યક કોમ્યુટરવાળો બહાર પણ કાઢી જવાનો હતો. હવે જો અન્ય કંપનીના નામે ગાડી ગઈ હોય અને તે સમ્યકના નામે માલ ભરીને બહાર નીકળતી હોય તો આઉટ ગેટવાળા જોનના સીપાઈઓની પુરી જવાબદારી બનતી હોય છે કે ચકાસણીઓ કરે. તો ઝોનના ઈન-આઉટ ગેટ પર ગાડી કરાવી દેવાની જવાબદારી કયા સીપાહીએ લીધી હતી? તેની પાછળ કયા અપ્રેઈજર અને એસપી કક્ષાના કસ્ટમના ભ્રષ્ટ અધિકારીઓના હાથ રહેલા હતા? આ પણ સવાલ સામે આવવા પામી રહ્યો છે.
..........
.

Comments