Trending News
સ્થાનિક સમાચાર

ભુજની મા આશાપુરા કોલેજ ઓફ એજ્યુકેશનના સિનિયર અધ્યાપકે પીએચડીની પદવી મેળવી

21 August



ભુજ : અહીંની મા આશાપુરા કોલેજ ઓફ એજ્યુકેશનના સિનિયર અધ્યાપક પવનકુમાર એમ. ભાનાણીએ કેએસકેવી કચ્છ યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર વિદ્યાશાખામાં  શિક્ષણશાસ્ત્ર વિષયમાં એસ.ડી.શેઠીયા કોલેજ ઓફ એજ્યુકેશન, મુન્દ્રાના આચાર્ય ડૉ. કૈલાશ નાંઢાના માર્ગદર્શન હેઠળ " એ સ્ટડી ઓફ એન્ઝાઇટી લેવલ ઓફ હાઇસ્કૂલ સ્ટુડન્ટસ ઇન રિલેશન ઓફ ડીફરેન્ટ વેરીએબલ્સ" એ વિષય પર સંશોધન કાર્ય કરીને યુનિવર્સિટીમાં સુપરત કર્યું હતુું. તે કેએસકેવી કચ્છ યુનિવર્સિટીએ સ્વીકાર કરીને ડોકટર ઓફ ફિલોસોફીની ડીગ્રી એનાયત કરી છે. પવનકુમાર એમ. ભાનાણીને તેમના માર્ગદર્શક ડૉ. કૈલાશ નાંઢા, કચ્છ યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ અને શિક્ષણશાસ્ત્ર વિદ્યાશાખાના ડીન ડૉ. ડી.એમ.બકરણિયા, કુલસચિવ અનિલ ગોર, ઇસી મેમ્બર રાજેન્દ્રસિંહ જાડેજા, શિવશક્તિ સ્ટડી સર્કલ ટ્રસ્ટ ભુજના પ્રમુખ હકુમતસિંહ જાડેજા, ઉપપ્રમુખ પુષ્પદાન ગઢવી, મંત્રી પ્રવિણસિંહ વાઢેર, ટ્રસ્ટીઓ પ્રશાંતસિંહ વાઢેર અને વિજયભાઈ ગઢવી, સંસ્થાના એડમીન હેડ રશ્મિનભાઈ શાહ, કોલેજના આચાર્ય ડો. પલ્લવીબેન શાહ તથા મા આશાપુરા વિદ્યાસંકુલના સ્ટાફગણે સંસ્થાનું ગૌરવ વધારવા બદલ અભિનંદન આપ્યા હતા સાથે આ અધ્યાપક સુમરાસર શેખ ગામના વતની હોવાથી ગામના સરપંચ રણછોડભાઈ આહીર (યાદવરાજ), માજી ઉપસરપંચ મોબતાજી મેરુજી ભાનાણી તથા ગામના આગેવાનોએ પણ ગામનું ગૌરવ વધારવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે અગાઉ આસી.પ્રોફેસર માટેની નેટ ૨૦૧૯માં અને ગુજરાત સ્ટેટ એલિજીબિલિટી ટેસ્ટ ઇતિહાસ વિષયમાં ૨૦૨૩માં ક્વોલિફાઇડ કરી છે. 
---

Comments

COMMENT / REPLY FROM