ભુજમાં જૈનો માટે ચોવિહાર હાઉસ શરૂ કરાયું
ભુજ : ભુજ અને ભુજ વિસ્તારનાં દૂર-દૂર નગરોમાં રહેતા જૈનો સાંજે ચોવિહાર કરી શકે એવા ઉદેશ સાથે શ્રી વિશા ઓશવાળ જૈન ગુર્જર જ્ઞાતિ યુવક મંડળ ભુજ દ્વારા સમસ્ત જૈન સમાજ માટે ચોવિહાર હાઉસનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે ૫ થી ૬-૩૦ સુધી જૈન ગુર્જર વાડી મધ્યે ચોવિહાર હાઉસની વ્યવસ્થા કરવામાં આવી છે. ચોવિહાર પાસ એક દિવસ અગાઉ જૈન ગુર્જર વાડી ઓફિસેથી મેળવી લેવાના રહેશે. ભુજ જૈન સાત સંઘ અધ્યક્ષ સ્મીતભાઇ ઝવેરીએ દિપ પ્રાગટ્ય કરી ચોવિહાર હાઉસને ખુલ્લુ મુક્યું હતું. આ પ્રસંગે વિશા ઓશવાળ જૈન ગુર્જર જ્ઞાતિ યુવક મંડળના સર્વે સભ્યો તથા જૈન સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
-------

Comments