પૂર્વ કચ્છ પોલીસ વડા એ વર્લ્ડ સિનિયર સિટીઝન ડે નિમિત્તે વડીલો સાથે ગોષ્ઠિ કરી
ગાંધીધામ : 21 ઓગસ્ટ એટલે વર્લ્ડ સિનિયર સિટીઝન ડે આ દિવસે લોકો પોતાના વડીલો સાથે આનંદ ની લાગણીઓ વ્યક્ત કરી પુછપરછ કરી તેમને આનંદ માં રહે તેવા પ્રયત્નો કરે છે ત્યારે આજના દિવસે પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર દ્વારા વર્લ્ડ સિનિયર સિટીઝન ડે નિમિત્તે આદિપુર ખાતે સિનિયર સિટીઝનોને રુબરુ મળી ને તેમની સાથે વાતચીત કરી એકમેક સાથે સંવાદ કર્યો હતો તો સામે એસપી સાગર બાગમાર એ પોતે પણ એક એક સવાલ નો જવાબ આપ્યો હતો આ પ્રસંગે બગીચા માં બેઠેલા અનેક સિનિયર સિટીઝન અને ઉપસ્થિત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ની હરખમા પાંપણ ભીની થઈ ગઈ હતી અને જાણે પોતાના વડીલો હોય તે રીતે સન્માન આપ્યું હતું એસપી સાગર બાગમાર તથા આદિપુર પોલીસ ઈન્સ્પેક્ટર એમ.સી.વાળા સહિત ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા પોલીસ વડા એ સિનિયર વડીલો ને આજના આધુનિક યુગમાં સાયબર ક્રાઇમ તથા ડીજીટલ એરેસ્ટ કે મોબાઈલ પર વિશ્વાસ કેળવી નાંણા પડાવી ના લે તે માટે સાવચેત રહેવા અનુરોધ કર્યો હતો તથા કોઈ અન્ય કોઈ તકલીફો પડે તો નજીક ના પોલીસ સ્ટેશન અથવા જિલ્લા પોલીસ વડા ની કચેરી નો સંપર્ક સાધવા અનુરોધ કર્યો હતો

Comments