Trending News
સ્થાનિક સમાચાર

પડાણાપટ્ટામાં નટીયાના છોરા જીગર-પંકજના તેલ- સોયા-ખાંડ-જીરૂ-કોલસા ચોરીના અડ્ડા ધમધમ્યા’

21 August

સી. સસસ. સસસકોઈને કહેતા નહીં..!



પૂર્વ કચ્છમાં ચોરીઓમાં અગાઉ ચકચારી રહી ચૂકેલ વાડાવાળો મયુર સાથે હાથ મીલાવીને વિવિધ વસ્તુઓની ચોરી કરી વેપલો કરવાના બેનામી હાટડાઓ ફરીથી શરૂ થયાની ચકચાર : ખાખીમાં કોના ગજવા કર્યા છે આ ટોળકીએ ગરમ? તપાસ કરો, વેળાસર આ તત્વોના અડ્ડાઓ પર ત્રાટકો, સાચા વેપારીનો ખો નાીકળી રહ્યો છે, ચોરી-ચપાટીથી મેળવેલા તેલ-કેમીકલ સહિતમાં નટીયાના છોરાઓ અગાઉ અનેકવખત ચડી ચુકયા છે પોલીસ ચોપડે, છતા પણ ફરી ફરીને મોટા નેટવર્ક બનાવી આદરી રહ્યા છે કારનામાઓ..?


ગાંધીધામ : દેશના મહાબંદરો પૈકીના બે મોટા પોર્ટ કચ્છમાં કાર્યરત છે અને અહી દેશ-વિદેશથી અનેકવિધ કિમંતી ચીજવસ્તુઓની આયાત નિકાસ કરવામા આવતી હોય છે અને તે જ વસ્તુઓ રોડ મારફતે પણ ટ્રાન્સપોર્ટશન કરવામા આવતી હોય છે. તે દરમ્યાન કયાંક છેતરામણીથી તો કયાંક લોભલાલચ આપીને જયારે કેટલાક કિસ્સામાં ડરાવી ધમકાવીને આવા વાહનોાથી વસ્તુઓની ચોરી કરી અને તેના સંગ્રહ કરી અને આ ચોરાઉ માલ બારોબાર વેચનારી ગેંગો ગાંધીધામ પટ્ટામાં કાર્યરત રહેલી હોય તેમ છુટાછવાયા કીસ્સાઓ સામે આવતા જ રહેતા હેાય છે. હાલમાં પણ પડાણા પટ્ટામાંથી શંકાસ્પદ કેમીકલ-સીપીયુનો જથ્થો પકડી પાડવામા આવ્યો છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, પડાણા વિસ્તારમાં ફરીથી બહુચર્ચિત નટીયો અને તેના છોરા પંકજ-જીગરના સોયા, ખાંડ, કોલસા, જીરૂ, કોલસા સહિતની ગેરકાયદેસર હેરફેર કરવાના અડ્ડાઓ ધમધમી ઉઠયા છે. આ બાબતે જાણકારો કહી રહ્યા છે કે, નટીયા અને તેના છોરા પંકજ-જીગરે હવે મયુરની સાથે હાથ મીલાવ્યા છે. આ એ જ મયુર છે કે જે વરસામેડી વિસ્તારમાં અગાઉ મહાકાય મોટો ભંગારનો વાડો ધરાવતો હતો જે વાડો પોલીસના ઝપ્પે ચડી જતા મયુરને હેમખેમ છોડાવી લેવા માટે એકાદ કરોડનો વહીવટ તે વખતે કરવામાં આવ્યો હતો આ ઉપરાંત આ મયુર આવી તો અનેકવિધ મોટી મોટી ચોરીઓમાં પોલીસ ચોપડે ચડેલો જ હોવાનુ મનાય છે. નટીયો-જીગર-પંજક અને મયુર બધાય ભાગીદારમા ંઆ ચોરીની વસ્તુઓના અડ્ડાઓ શરૂ કરી દીધા હોવાનુ કહવાય છે. જાણકારો કહી રહ્યા છે કે પડાણા વિસ્તારમાં અશોક લેલન્ડના શો રૂમાની આગળના ભાગમાં મીઠ્ઠાની જે જમીન આવેલી છે તે વિસ્તારમાં આ અડ્ડાઓ ધમધમી રહ્યા હોવાનુ ચર્ચાય છે. અહી ચોરાઉ ખાંડ, કેમીકલ, તેલ, સોયા, જીરૂ અને કોલસા બધાયની હેરફેર કરવામા આવી રહી હોવાનુ ચર્ચાય છે. આટલા બધા ખુલ્લેઆમ આ શખ્સો ચોરી કરી રહ્યા છે, અડ્ડાઓ શરૂ કરી દીધા છે, તો ખાખીને ખબર નથી? ખાખી અજાણ હોય તેવુ બને ખરૂ? કયાંક ને કયાંક આ અડ્ડાઓ શરૂ થવા પાછળ ખાખીના સેટીંગબાજોના ગજવા ગરમ થવા પામી જ ગયા હશે? ઉચ્ચ કક્ષાએ આ બાબતે તપાસ થવી જોઈએ અને વેળાસર જ આવા ચોરાઉ ચીજવસ્તુઓની હેરફેરના અડ્ડાઓ બંધ કરવા જોઈએ, ખાખીમાંથી પણ જે કોઈ મદદગાર હોય તેઓને નશ્યત કરવા ઘટે.

...................


માલારા મંદિર આસપાસમાં ભરત ભુરીયાના
તેલના પોઈન્ટનું ટેન્ડર ખુલ્યું? કોની મંજુરી?



ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ સંકુલની સમીપે એક તરફ પડ્ડાણા વિસ્તારમાં સોયા, ચોખા, ખાંડ, કોલસા જેવી ચોરાઉ ચીજવસ્તુઓની હેરફેર ગેરકાયેસર રીતે ધમધમી ઉઠી છે તો બીજીતરફ માલારા મહાદેવ મંદીરની આસપાસના વિસ્તારમાં ભરત ભુરીયાનો મોટો તેલનો અડ્ડો પાછલા અમુક સમયથી શરૂ થવા પામી ગયો છે. એટલો બિનધાસ્ત અને ખુલ્લેઆમ અહી અ ગેરકાયદેસર પ્રવૃતી ચલાવી રહ્યો છે કે, જાણે તેનું ટેન્ડર જ મંજુર થવા પામી ગયુ હોય કાયદેસરનુ..! આ મામલે તપાસ થવી જોઈએ કે, ભરત ભુરીયાને તેલચોરીના આવા અડડાઓ ખુલ્લેઆમ ચાલુ કરવા મંજુરી કોણે આપી છે?

Comments

COMMENT / REPLY FROM